કંપનીએ દરેક કર્મચારીને બોનસ મા આપ્યા 35 લાખ, રડી પડયા સ્ટાફ ના કર્મચારીઓ

એક રિયલ સ્ટેટ કંપનીએ પોતાના સ્ટાફને લગભગ 35-35 લાખ રૂપિયા બોનસના રૂપમાં આપ્યા છે. કંપનીએ પોતાના બધા 198 સ્ટાફને બોનસ આપવામાં 71 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. બોનસનો ચેક લીધા પછી સ્ટાફ ચકિત થઇ ગયો અને લોકોના આંખમાં આંસુ આવી ગયા.

અમેરિકાના બાલ્ટીમોર સેન્ટ જોન પ્રોપર્ટીઝ નામની કંપનીએ એક હોલીડે પાર્ટીના સમયે બોનસની ઘોષણા કરી, ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, સ્ટાફને પોતાના કાર્યકાળ અનુસાર બોનસની રકમ મળશે, પરંતુ મોટાભાગના સ્ટાફને 35 લાખ રૂપિયા મળ્યા.

કંપની મુજબ તે સ્ટાફને એટલા માટે વધારે પૈસા આપવામાં સફળ થઇ કારણ કે કંપનીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમેરિકાના 8 રાજ્યોમાં કંપનીની ઓફિસ, રિટેલ સ્ટોર અને ગોડાઉન માટે 2 કરોડ સ્ક્વેર ફિટ મકાન તૈયાર કર્યું છે.

કંપની દ્વારા જાહેર કરેલ એક વીડિયોમાં એકાઉન્ટ્સ સ્પેશલિસ્ટ ડેનિએલ વેલેન્જિયાંએ જણાવ્યું કે આ જીવન બદલવા વાળી વસ્તુ છે. તે 19 વર્ષથી કંપનીમાં કામ કરે છે.

ખાસ વાત એ છે કે આ હોલીડે બોનસ કંપની તરફથી વાર્ષિક આપવામાં આવતા બોનસથી બિલકુલ અલગ છે. બોનસ જાહેર કરતા કંપનીના ફાઉન્ડર અને ચેયરમેન એડવર્ડ સેન્ટ જોનએ જણાવ્યું : ‘હું આને સેલિબ્રેટ કરવા માંગતો હતો અને જે લોકોએ આ કામ કર્યું તેમની માટે સાર્થક કરવા માંગુ છું.’

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.