જાણો કેવી રીતે દાંત કરી શકે છે તમારા શરીરને પ્રભાવિત, અને ઓળખો ટુથ પેસ્ટ બનાવતી કંપનીના ષડયંત્રને.

સ્વસ્થ દાંત આખા શરીરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ હોય છે, પણ દાતની સારી રીતે સફાઈ ન થવાથી તેમાં ઉત્પન્ન થાય છે બેક્ટેરિયા, અને તે ખાવાની સાથે પેટમાં જાય છે. તેનાથી તમે લીધેલો પોષ્ટિક આહાર પણ ફાયદો કરતો નથી.

૧. દાંત અને પાચનતંત્રનો સબંધ :

ભોજનના પાચનની શરૂઆત મોઢાથી જ થાય છે. તમારું પાચનતંત્ર પાચન પ્રણાલી સાથે ભોજનને ચલાવે છે. અને ખાદ્ય પદાર્થોને તોડવાનું છે. જેથી શરીર ખાદ્ય પદાર્થમાં રહેલ પોષક તત્વોનો ઉપયોગ કરી શકે. તમારા દાંતનું સ્વાસ્થ્ય, ખાદ્ય પદાર્થોને વિઘટિત કરવામાં મદદ કરે છે, તમારા પાચનતંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોને સંશોધિત કરવાનું સુનિશ્ચિત કરે છે. તો જો દાંત સાફ ન હોય તો તમારા પાચનતંત્રને નુકશાન થઇ શકે છે.

૨. દાંતનું મહત્વ :

આપણા દાંત ખોરાકને પેટમાં પહોચાડવા માટે પ્રવેશ દ્વાર જેવું જ નહિ, પણ ચેકપોસ્ટનું પણ કામ કરે છે. દાંતની સારી રીતે સફાઈ ન થાય તો દાંતના બેક્ટેરિયા પણ ખોરાક સાથે પેટમાં જતા રહે છે, અને પોષ્ટિક ખોરાક પણ આરોગ્ય માટે સારો નથી રહી શકતો.

૩. પાચનતંત્ર :

તમારું પાચનતંત્ર તમારા મોઢાથી શરુ થાય છે અને ગુદા ઉપર પૂરું થાય છે. સ્નાયુ પાચનતંત્રના માધ્યમથી ભોજનને ચલાવે છે જેથી પાચનતંત્ર ભોજનને તોડી શકે અને શરીરના વિકાસ અને જરૂરિયાત માટે જરૂરી પોષક તત્વ મળી શકે. ખાવાનું પચવાની પ્રક્રિયા લાળમાં રહેલા ઇન્જાઇમ એમીલેજ તેને ચાવતી વખતે કરે છે. તો જો દાંત અને મોઢું સાફ ન હોય તો પાચન ઉપર પણ ફરક પડે છે.

૪. દાંતનું કામ :

દાંતના જુદા જુદા પ્રકારોનું ખાવામાં અને ભોજનના પાચનતંત્ર માટે તૈયાર કરવામાં જુદા જુદા કામ અને મહત્વ હોય છે. એ કારણ છે કે મોઢામાં જુદા જુદા પ્રકારના દાંત હોય છે. તો જો કોઈપણ પ્રકારના દાંતની પ્રણાલીમાં ખલેલ પડે કે તે સ્વસ્થ ન હોય તો સમસ્યા પણ થઇ શકે છે.

૫. સમસ્યાઓ :

દુ:ખાવો, આડા અવળા પણું, ચેપ, પેઢાની બીમારી વગેરે ભોજનને ચાવવા અને તેના વિખંડનને પ્રભાવિત કરે છે, અને પાચન ધીમું પડી જાય છે. સાથે જ દાંતની સમસ્યાને લઈને તમે ઘણા પ્રકારના જરૂરી પોષ્ટિક ફળ અને શાકભાજીઓ અને બીજા ખાદ્ય પદાર્થો પણ ખાઈ નથી શકતા.

૬. દાંતના રોગોથી બચાવ :

ઘણા લોકોને એવું લાગે છે કે દાંતની તકલીફ માત્ર બાળકોમાં હોય છે. પણ હકીકતમાં તો આ સમસ્યા કોઈપણ ઉંમરના માણસને થઇ શકે છે. જો તમે વધુ ગળ્યું ખાવ છો અને દાંતની સારી રીતે સફાઈ નથી કરતા, તો દાંત ખરાબ થઇ શકે છે. દાંતની સાફ સફાઈ રાખીને તમે દાંત અને પેઢાની બીમારીઓની શક્યતા ઘણી ઓછી કરી શકો છો.

૭. દાંત સાફ કરવાની સાચી રીત :

આમ તો દર વખતે ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ, પણ વ્યવહારિક રીતે એવું નથી થઇ શકતું. તેવામાં દિવસમાં ઓછામાં ઓછું બે વખત દાંત જરૂર સાફ કરવા જોઈએ. અને દર વખતે ખાધા પછી કોગળા જરૂર કરવા જોઈએ. દાંતની સફાઈમાં ઓછામાં ઓછી પાંચ મિનીટ જરૂર આપવી જોઈએ, ઘણા લોકો દાંતને ઘણું જોર લગાવીને બ્રશથી સાફ કરે છે, જો કે ખોટું છે.

બ્રશથી તમારા દાંત સાફ નથી થતા પરંતુ ઘસાય જાય છે. દાંતોને હંમેશા દાતણ કે મંજનથી સાફ કરવા જોઈએ. તેમાં સામાન્ય રીતે લીમડો, બાવળ, કે શીશમના દાતણ કે કોઈ આયુર્વેદિક મંજન ઉપયોગ કરો. તેનાથી દાંત સ્વસ્થ અને મજબુત રહેશે. ઘણા ગામડાઓમાં તો હજુ ઘણા લોકો ચૂલ્હાની રાખથી મંજન કરે છે, અને તેમના દાંત ૧૦૦ વર્ષની ઉંમરમાં પણ એકદમ સ્વસ્થ અમે જોયા છે.

તેનું તાજું ઉદાહરણ એક વિદેશી કંપની છે, જે હવે પોતાનું ઉત્પાદન એવું કહીને વેચી રહેલ છે કે તેમાં ચારકોલ છે. જયારે આપણા પૂર્વજ તો પહેલાથી જ આ રહસ્ય જાણતા હતા, પણ તેમણે પહેલા આપણને એવું કહીને મુર્ખ બનાવ્યા કે અમે લોકો કોલસાથી દાંત ઘસતા હતા. અને આજે જખ મારીને તેને કબુલ કર્યું.

ઓળખો ટુથ પેસ્ટના ષડ્યંત્રને :

કોલગેટ, પેપ્સીડેંટ, ક્લોજઅપ વગેરે આરોગ્ય માટે એવા ઘાતક છે, કે તે ધીમે ધીમે તમને મૃત્યુ તરફ લઇ જાય છે. જયારે આ વસ્તુ તમારા મોઢામાં જાય છે તો એ કહેવું ખોટું નહી હોય, કે ભલે થોડા પ્રમાણમાં જ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, અને એ કંપનીઓ પોતે માને છે કે જો કોઈ માણસ કે બાળક આ ગળી લે તો તરત ડોક્ટરને બતાવવું. કેમ કે તેનાથી કેન્સર પણ થઇ શકે છે.

યાદ રાખવું કેન્સર, જ્યાંથી આ કંપનીઓ આવે છે, તેમના દેશના આજના કાયદા એટલા મજબુત છે, ત્યાં તેમને એ લખવું પડે છે કે તેનું ઘણા ઓછા પ્રમાણમાં ઉપયોગ કરો, અને ભૂલથી ગળી લેવાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો અને પાંચ વર્ષથી નાના બાળકને તેનાથી દુર રાખો, અને તે બ્રસ કરે તો કોઈ નીરીક્ષકની દેખરેખમાં કરે.

અને આપણે અહિયાં પોતે આપણા બાળકને બ્રશ ઉપર ઘણી બધી પેસ્ટ લગાવીને આપીએ છીએ અને ખુશ થઈએ છીએ કે અમારું બાળક બ્રશ કરતા શીખી ગયું છે. ખરેખર તો તેમને બીમારીના મોઢામાં જ મોકલી રહ્યા છીએ. તેથી સાવચેતી રાખો અને આજે જ તેને તમારા ઘરમાંથી બહાર ફેંકી દો, અને કાળા અંગ્રેજોથી બચો, જે ભારતીય કંપનીઓ પણ તમને પેસ્ટ આપી રહેલ છે, તે પણ તમારી મિત્ર નથી, તમે બચવા માગો છો તો માત્ર મંજન કે દાતણ જ કરો.