કોમ્પ્યુર કરતા પણ ઝડપથી ચાલશે મગજ, બસ કરવું પડશે આ નાનું એવું કામ અને મગજ થશે શાર્પ

આ વિશ્વમાં સૌથી વધુ માન સન્માન તેને મળે છે જેમનું મગજ સૌથી ચપળ હોય છે. ભગવાને આપણે બધાને એક જેવું જ મગજ આપેલ છે. હવે તે આપણા હાથમાં હોય છે કે આપણે કેટલા સ્પષ્ટ અને એક્ટીવ બની શકીએ છીએ. તમારું મગજ કેટલું ઝડપથી ચાલશે તે તમારા જીવનધોરણ ઉપર આધારિત છે. તમારું રોજિંદુ જીવન કેવું છે, શું શું કામ કરો છો, શું નથી કરતા તે તમામ વાતો ની અસર તમારા મગજની બુદ્ધિમત્તા ઉપર થાય છે. એક ઝડપી મગજના ઘણા ફાયદા હોય છે. તે ન માત્ર તમને સફળતા અપાવે છે પણ તેના દ્વારા તમે ઘણા પૈસા પણ કમાઈ શકો છો. તે વાત ધ્યાનમાં રાખીને આજે અમે તમને પાંચ એવી રીતો જણાવીશું જે જીવનમાં અપનાવવાથી મગજ હમેશા શાર્પ અને એક્ટીવ રહે છે.

આ ટેવો પડે છે મગજને શાર્પ અને એક્ટીવ.

(૧) નિયમિત કસરત :

સમાન્ય રીતે લોકોના મનમાં એવી વિચારસરણી હોય છે કે રોજ કસરત કરવાથી માત્ર આપણું શરીર ફીટ રહે છે. પણ તમારી જાણકારી માટે જણાવી આપીએ કે નિયમિત કસરત કરવાથી શરીર સાથે સાથે મગજ ને પણ ઘણો ફાયદો થાય છે. તમારી કસરત ને યોગ જેવી વસ્તુ સાથે જોડી દેવાથી તમારૂ મગજ હમેશા એક્ટીવ રહે છે.

(૨) સંગીતના સાધનો વગાડવા :

તમારા મગજને ઝડપી બનાવવા માટે સંગીતના સાધનો વગાડવા એક સારી ટેવ રહે છે. તેને તમારો શોખ બનાવવાથી ન માત્ર તમે તેનો આનંદ મેળવો છો પણ તમારું મગજ પણ ખુબ ઝડપી થઇ જાય છે. તે આપણા મગજને હળવું કરવાનું કામ કરે છે જેને લીધે તે પહેલાથી પણ ઉત્તમ રીતે કામ કરવા લાગે છે.

(૩) વિડીયો ગેમ રમવી :

ઘણા લોકોને લાગે છે કે વિડીયો ગેમ રમવું સમયનો બગાડ છે, તે માત્ર બાળકોની વસ્તુ છે. પણ એવું નથી. રિસર્ચ માં તે વાત સાબિત થયેલ છે કે જે લોકો વિડીયો ગેમ રમે છે તેમનું મગજ વધુ શાર્પ હોય છે. ગેમ રમતી વખતે લેવલ (સ્ટેજ) ને પાર કરવા માટે આપણું મગજ ઘણી મહેનત કરે છે જે તેને એક્ટીવ બનાવી દે છે. આમ તો નિયત સમયથી વધુ વિડીયો ગેમ રમવું આરોગ્યને નુકશાન કરી શકે છે.

(૪) નવી ભાષા શીખવી :

મગજને ઝડપી બનાવવા માટે નવી ભાષાઓ શીખવી સૌથી વધુ સારું ગણવામાં આવે છે. કોઈપણ નવી ભાષાને શીખતી વખતે તમારું મગજ સૌથી વધુ એક્ટીવ રહે છે. જો તમે હિન્દી અને અગ્રેજી જાણો પણ છો તો કોઈ નવી ભાષા શીખવાનું શરુ કરી શકો છો. વધુ ભાષાનું જ્ઞાન હોવાથી વિદેશમાં પણ નોકરી ની શક્યતા વધી જાય છે.

(૫) પુસ્તકો વાંચવા :

આજની યુવા પેઢી ને પુસ્તકો વાંચવું કંટાળાજનક લાગે છે. પણ તે તમારા મગજને વધારવા નું અને બીજી નવી નવી વસ્તુ વિષે જ્ઞાન મેળવવાનો સૌથી સારી ટેવ માનવામાં આવે છે.

મગજ શક્તિ વધારવા અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> કોઈ ખર્ચ વિના ફિઝીકલી જ ખાલી એક નાની વસ્તુ થી મગજ બની જશે કોમ્પ્યુટર કરતા પણ ઝડપી

મગજશક્તિ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જો કમ્પ્યુટર થી પણ ઝડપી ગણતરી કરવી હોય તો શીખો અને તમારા બાળકો ને શીખવો આ 14 સૂત્રો

મગજશક્તિ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> માત્ર 21 દિવસ સુધી લો કલ્યાળવલેહ, યાદશક્તિ એવી વધે કે એક વખત સાંભળવાથી યાદ રહી જાય

મગજશક્તિ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> આયુર્વેદમાં શંખપુષ્પીની જેમ ‘જ્યોતિષ્મતી’ ગુજરાતી માં ‘માલકાંગણી’ ને પણ મેધ્ય એટલે કે બુદ્ધિવર્ધક કહી છે