ફક્ત વૃદ્ધ અને દિવ્યાંગ જ નહિ, આ 53 લોકોને મળે છે ટ્રેનના ભાડામાં છૂટ

મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે ટ્રેનમાં માત્ર ઉંમરલાયક અને દિવ્યાંગ પ્રવાસીઓને જ ભાડામાં રાહત મળે છે. પરંતુ એવું નથી, ખાસ કરીને ભારતીય રેલ્વેના નિયમો મુજબ લગભગ ૫૩ વર્ગના લોકોને ટ્રેનના ભાડામાં રાહત મળે છે. આવો જાણીએ ક્યા ક્યા લોકો છે, જેને ટ્રેન ભાડામાં રાહત મળે છે. જો તમે પણ આ શ્રેણીમાં છો તો મફતમાં મુસાફરી કરી શકો છો.

શારીરિક રીતે અપંગ/પેરાપ્લેજીક વ્યક્તિ, નેત્રહીન વ્યક્તિ, માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓને તેના અટેંડેંટ સાથે ઘણા પ્રકારની રાહત મળે છે. જે આ મુજબ છે.

દ્વિતીય શ્રેણી, સ્લીપર (શયનયાન), પ્રથમ શ્રેણી, ૩ એસી વાતાનુકુલીત સીટર (કુર્સીયાન) માં ૭૫%.

પ્રથમ એસી અને દ્વિતીય એસીમાં ૫૦%.

રાજધાની/શતાબ્દી ગાડીઓની ૩ એસી અને વાતનુંકુલ કુર્સીયાનમાં ૨૫%.

એમએસટી અને કયુએસટીમાં ૫૦%.

આ રાહત તેની સાથે મુસાફરી કરી રહેલા અટેંડેંટને પણ મળે છે.

દર્દીઓને મળતી રાહત આ મુજબ છે :

ઈલાજ માટે જઈ રહેલા કેન્સરના દર્દીઓને તેના અટેંડેંટ સાથે દ્વિતીય શ્રેણી, પ્રથમ શ્રેણી, વાતાનુકુલીત કુર્સીયાનમાં ૭૫%, સ્લીપર અને ૩ એસીમાં ૧૦૦%, પ્રથમ એસી અને દ્વિતીય એસીમાં ૫૦% રાહત મળે છે.

થેલીસીમીયા દર્દીઓ, હાર્ટ સર્જરી માટે પ્રવાસ કરી રહેલા હાર્ટના દર્દીઓને, કીડની રોપણ ઓપરેશન/ડાયાલીસીસ માટે પ્રવાસ કરી રહેલા દર્દીઓને એક અટેંડેંટ સાથે દ્વિતીય શ્રેણી, સ્લીપર ૩ પ્રથમ શ્રેણી, ૩ એસી, વાતાનુકુલીત કુર્સીયાનમાં ૭૫%, અને પ્રથમ એસી અને દ્વિતીય એસીમાં ૭૫% રાહત મળે છે.

સાથે જ હેમોફીલીયા રોગી, તપેદીક/લુપસ બલગેરીસ રોગી, સંક્રમણ વગરના કુષ્ટ રોગી, ઓસ્ટામી રોગી, અલ્પાસ્ટીક અનીમીયાથી પીડિત રોગી, સિકલ સેલ અનીમીયાથી પીડિત રોગી, એઇડ્સ રોગીઓને લઇ જતી વખતે રાહત મળે છે.

વરિષ્ઠ નાગરિક :

૬૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના પુરુષોને તમામ શ્રેણીમાં ૪૦%, ૫૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓને તમામ શ્રેણીમાં ૫૦% રાહત મળે છે. સાથે જ તેને એ રાહત હંમેશા મળે છે.

પુરસ્કાર પ્રાપ્ત કરવા વાળાને મળતી રાહત આ મુજબ છે :

વરિષ્ઠ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ચન્દ્રક અને પ્રશંસનીય સેવાઓ માટે ભારતીય પોલીસ પુરસ્કારના વિજેતા, ૬૦ ની ઉંમર કે પછી પણ કોઈપણ પ્રકારે પ્રવાસ કરવા વાળા પુરુષોને ૫૦% અને મહીલાઓને ૬૦% રાહત આપવામાં આવે છે.

શ્રમ પુરસ્કાર વિજેતાઓ, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષક, રાષ્ટ્રીય શોર્ય પુરસ્કાર મેળવનાર બાળક સાથે પ્રવાસ કરવા વાળા કોઈ સહ પ્રવાસીને ૫૦% થી વધુની રાહત મળે છે.

યુદ્ધ શહીદોની વિધવાઓને આ પ્રકારની રાહત મળે છે :

કોઈપણ રીતે પ્રવાસ કરવા વાળી યુદ્ધ શહીદોની વિધવાઓ, આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં મરી ગયેલા પોલીસ કર્મચારીઓ અને અર્ધસેના કર્મચારીઓની વિધવાઓ, શ્રીલંકામાં કાર્યવાહી દરમિયાન મરી ગયેલા આઈપીકેએફ કર્મચારીઓની વિધવાઓ, આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં મરી ગયેલા સેન્ય કર્મચારીઓની વિધવાઓ, ૧૦૦૦ માં કારગીલમાં ઓપરેશન વિજયના શહીદોની વિધવાઓને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૭૫% ની રાહત મળે છે.

વર્ષમાં એક વખત અધ્યયન સમયમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ, પ્રવેશ પરીક્ષા (મેડીકલ, એન્જીનીયરીંગ વગેરે) પ્રવેશ પરીક્ષા માટે રાષ્ટ્રીય સત્ર માટે ગ્રામીણ ક્ષેત્રોની સરકારી સ્કૂલોની છોકરીઓ, સંઘ લોક સેવા યોગ અને કેન્દ્રીય પસંદગી આયોગો દ્વારા સંચાલિત મુખ્ય લેખિત પરીક્ષામાં હાજર રહેવા વાળા વિદ્યાર્થીઓને બીજા વર્ગમાં ૫૦% રાહત મળે છે.

ભારત સરકાર દ્વારા આયોજિત શિબિરો, સંગોષ્ઠીઓમાં હાજર રહેવા માટે અને રજાઓ દરમિયાન ઐતિહાસિક અને બીજા મહત્વના સ્થળોએ ફરવા માટે પણ પ્રવાસ કરવા વાળા ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ, અનુસંધાન કાર્ય સંબંધમાં પ્રવાસ માટે ૩૫ વર્ષ સુધીની ઉંમરના અનુસંધાન વિદ્યાર્થી, નિર્માણ શિબિરોમાં જોડાવા વાળા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સિવાયને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૨૫% ની રાહત મળે છે.

યુવાનોને મળતી રાહત આ મુજબ છે :

રાષ્ટ્રીય યુવા પરિયોજના, માનવ ઉત્થાન સેવા સમિતિની રાષ્ટ્રીય શિબિરોમાં ભાગ લેવા વાળા યુવાનોને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૫૦% ની રાહત મળે છે.

સાર્વજનિક ક્ષેત્ર (કેન્દ્રીય/રાજ્ય સરકારના કાર્યાલય, સાંવીધીક નિકાય, નગર નિગમ, સરકારી ઉપક્રમ, વિશ્વવિદ્યાલય કે સાર્વજનિક ક્ષેત્ર નિકાય) ના સંગઠનોમાં નોકરી માટે સાક્ષાત્કારમાં ભાગ લેવા જઈ રહેલા ઉમેદવારોને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૫૦% ની રાહત.

કેન્દ્ર/રાજ્ય સરકારમાં નોકરી માટે સાક્ષાત્કારમાં ભાગ લેવા જઈ રહેલા ઉમેદવારોને દ્વિતીય શ્રેણીમાં ૧૦૦%, સ્લીપર શ્રેણીમાં ૫૦% રાહત મળે છે.

સ્કાઉટીંગ ડ્યુટી માટે ભારત સ્કાઉટ અને ગાઈડસના ઉમેદવારોને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૫૦% ની રાહત.

ખેડૂતોને મળતી રાહત આ પ્રકારે છે :

કૃષિ/ઔદ્યોગિક પ્રદર્શનમાં જવા માટે ખેડૂત અને ઔદ્યોગિક મજુરને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૨૫% રાહત.

સરકાર દ્વારા પ્રાયોજિત વિશેષ ગાડીઓમાં પ્રવાસ કરવા વાળા ખેડૂતોને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૩૩% રાહત.

ઉત્તમ ફાર્મિંગ/ડેરી અધ્યયન/તાલીમ માટે રાષ્ટ્રીય સત્રના સંસ્થાનો પ્રવાસ કરવા માટે ખેડૂત અને દૂધ ઉત્પાદનોને દ્વિતીય અને શયનયાન શ્રેણીમાં ૫૦% રાહત.

ભારત કૃષક સમાજ અને સર્વોદય સમાજ, વર્ધાના વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા વાળા પ્રતિયોગીને દ્વિતીય સને સ્લીપર શ્રેણીમાં ૫૦% રાહત.

કલાકાર અને ખેલાડીઓને મળતી રાહત આ મુજબ છે :

કલાકાર (પરફાર્મસ માટે) ને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૭૫%, પ્રથમ શ્રેણી, વાતાનુકુલીત સીટિંગ (કુર્સીયાન), ૩ એસી, ૨ એસીમાં ૫૦% અને રાજધાની/શતાબ્દી/જન શતાબ્દી, વાતાનુકુલીત કુર્સીયાન, ૩ એસી અને ૨ એસી ગાડીઓમાં ૫૦% રાહત.

ફિલ્મ ટેકનીશીયનને (ફિલ્મ નિર્માણ સાથે સંબંધિત કાર્ય માટે પ્રવાસ કરવા માટે) સ્લીપર શ્રેણીમાં ૭૫%, પ્રથમ શ્રેણી, વાતનુકુલીત સીટર, ૩ એસી, ૨ એસીમાં ૫૦% રાહત.

અખિલ ભારતીય અને રાજ્ય ટુર્નામેન્ટ અને રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જોડાવા વાળા ખેલાડીઓને ૫૦ થી ૭૫ ટકાની રાહત.

આઈએમએફ દ્વારા આયોજિત પર્વતારોહણ અભિયાનમાં ભાગ લેવા વાળા વ્યક્તિઓને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૭૫% અને પ્રથમ શ્રેણીમાં ૫૦% રાહત.

પ્રેસ સંબંધિત કાર્ય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર/સંઘ શાસિત ક્ષેત્ર/જીલ્લાના મુખ્ય કાર્યાલયોના માન્યતાપ્રાપ્ત પ્રેસ સંવાદદાતાઓને તમામ શ્રેણીઓમાં અને રાજધાની/શતાબ્દી/જન શતાબ્દી ગાડીઓના કુલ ભાડામાં ૫૦% રાહત.

ચિકિત્સા વ્યવસાયી :

કોઈપણ પ્રયોજન માટે પ્રવાસ કરવા વાળા એલોપેથીક ડોકટરોને તમામ શ્રેણીઓમાં અને રાજધાની/શતાબ્દી/જન શતાબ્દી ગાડીઓમાં ૧૦% રાહત.

રજાઓ અને ફરજ માટે નર્સ અને મીડવાઈફને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૨૫% ની રાહત. બીજા (કોન્ફરન્સ, કેમ્પ, મુલાકાત વગેરે) ને મળે છે રાહત.

સામાજિક/સંસ્કૃતિક/શૈક્ષણિક કાર્ય માટે ઓલ ઇન્ડિયા નીયાકોની વાર્ષિક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પ્રતિનિધિ, શિબિર/બેઠક/રેલી/ટ્રેકિંગ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ભારત સેવા દળ બેંગલુરુ, સમાજ સેવા માટે સર્વિસ સિવિલ ઇન્ટરનેશનલના સ્વયંસેવક, શેક્ષણિક પ્રવાસ માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના અધ્યાપક, એંબુલેંસ શિબિરો/પ્રતિયોગીતાઓ માટે સેંટ જોન એંબુલેંસ બ્રિગેડ અને રીલીફ વેલફેયર એંબુલેંસ કોર, કોલકત્તાના સભ્યોને દ્વિતીય અને સ્લીપર શ્રેણીમાં ૨૫% રાહત મળે છે.

ઈજ્જત એમએસટી :

અસંગઠિત ક્ષેત્રોમાં કાર્ય કરવા વાળા ૧,૫૦૦/- રૂપિયાથી ઓછી માસિક આવક વાળા વ્યક્તિઓ માટે વધુમાં વધુ ૧૦૦ કી.મી. ના પ્રવાસ માટે ઈજ્જત એમએસટી ૨૫ રૂપિયામાં બને છે.