હવે કંપનીઓ નાં મોંઘા કંડેન્સ મિલ્ક વાપરવા કરતા ઘરે પરફેક્ટ કન્ડેન્સ મીલ્ક જાણો રીત

આજે આપણે બનાવીશું હોમ મેડ કન્ડેન્સ મિલ્ક. કન્ડેન્સ મિલ્ક ને ઘરે બનાવવું ખુબજ સરળ છે. અને કન્ડેન્સ મિલ્ક ઘણી બધી સ્વીટ બનાવવામાં કે પેસ્ટ્રીય જયારે તમારે ઈંડા વગરનું બનાવવું હોય ત્યારે તેનો ઉપયોગ થતો હોય છે. અને એને જેવું આપણે ટીમનું કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરે છે તેમ સેમ એવોજ કલર અને ટેસ્ટમાં બનાવવું ખુબજ સરળ છે. તો ચાલો એને કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ.

સામગ્રી

1/2 કપ સાકર

500 ml ફૂલ ફેટનું દૂધ

રીત

સૌ પ્રથમ એક નોન સ્ટિક અથવા જાડા તળિયા વાળી કઢાઈમાં સાકર એડ કરી દો. અને ગેસને સ્લો-મીડીયમ રાખવાનું છે, અને તેને હલાવતા રહેવાનું છે. સાકરમાં હમણાં દૂધ કે પાણી એડ નથી કરવાનું ફક્ત તેને હલાવતાં રહેવાનું છે. આ રીત સાકરને હલાવતા રહેવાથી આપણે જે ટીન નું કન્ડેન્સ નું સેમ એના જેવોજ આનો કલર અને ટેસ્ટ આપણને મળશે. 5 થી 7 મિનિટ બાદ ધીરે ધીરે સાકર ઓગળવા લાગશે.

આને કેરમલાઈટ્સ કરવામાં બિલકુલ પણ ઉતાવણ નથી કરવાંની આટલી સાકરને કેરમલાઈટ્સ થતા 10 થી 11 મિનિટ જેવું થઇ જતું હોય છે. જયારે સાકર પાતળા રસા જેવું બની જાય તે પછી તેમાં દૂધ એડ કરવાનું છે. હવે ગેસને મીડીયમ કરી લેવાનું છે. અને સાકરનો કલર વધારે નહીં બદલાવા દેવાનું. જેવું તમે દૂધ એડ કરસો તો એવી એ સાકર હાર્ડ થઇ જશે, અને દૂધ જેમ જેમ ગરમ થતું જશે તેમ તેમ સાકર ઓગળવા લાગશે. એટલે 5 થી 7 મિનિટ માં એ સાકર દૂધની સાથે મિક્ષ થતી જશે.

જેમ જેમ સાકર ઓગળતી જાય છે તેમ દૂધનો કલર બદલાતો જાય છે. ગેસને મીડીયમ રાખવાની છે અને આને ઉકળવા દેવાનું છે. સતત હલાવતા રહેવું તે ઘણું સારું પણ તમે સતત ન હલાવોતો 2 થી 3 મિનિટમાં તેને હલાવતા રહેવાનું છે. તે ઉકળીને લગભગ 200 ગ્રામ જેવું થઇ જાય ત્યારે ગેસને બંધ કરી તેને ઠંડુ થવા દો. અને ઠંડુ થાય તે પછી તેને ગાળી લેવાનું છે. હવે આપણું આ કન્ડેન્સ મિલ્ક ઉપયોગ કરવા માટે તૈયાર છે. જયારે એ પૂરું ઠંડુ થઇ જાય ત્યારે એને એક એર ટાઈટ ડબ્બા માં ભરીને ફ્રિજમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકીયે છીએ. તમે વાંચ્યું એ પ્રમાણે આપણે સાકરને કેરમલાઈટ્સ કરીને ઉપયોગ કર્યો છે જેથી તેનો કલર જેવો આપણે ટીન નું કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરીયે છીએ સેમ એના જેવો આનો કલર બને છે. અને ટેસ્ટમાં પણ આ ખુબ સરસ છે. તો તમે પણ આ રીતે એક વાર જરૂર કરી જોજો. તમને પણ આ ચોક્કસ પસંદ આવશે.

વિડીયો