સતત બદનામ થતી પોલીસના લોકડાઉનમાં એવા કેટલાય માનવતાના ચહેરા સામે આવ્યા છે. જાણો અહી.

લોકડાઉન વચ્ચે નિઃસહાય મહિલાની મૃત્યુ ઉપર ‘પુત્ર’ બની પોલીસ, અર્થીને આપ્યો પોતાનો ખભો.

ખરેખર સહનપુરના બડગાંવ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એસએસઆઈ દિપક ચૌધરીને બીમાર નિઃસહાય એક મહિલા મીનાને પોતાના હાથે ખાવાનું ખવડાવીને ઉપચાર માટે સરકારી દવાખાને મોકલ્યા હતા. ઉપચાર સમયે 55 વર્ષના મહિલાનું મૃત્યુ થઇ ગયું, મૃત્યુ પછી સૂચના મળતા જ દિપક ચૌધરી પોતાના પોલીસ સાથી મિત્રો સાથે તેમનો અંતિમ સંસ્કાર કરાવ્યો.

ઉત્તર પ્રદેશના સહાનપુરમાં લોકડાઉનનો કડકાઈથી પાલન કરાવતી યુપી પોલીસનો માનવતા ભર્યો ચહેરો પણ સામે આવ્યો છે. અહીં બડાગાંવ પોલીસે પોતાની ફરજ નિભાવતા નિઃસહાય બીમાર મહિલાના જીવનને બચવા માટે અથાગ પરિશ્રમ કર્યો, પરંતુ તે મહિલા બીમારી અને એકાકી જીવન સામે લડી ના શકી અને મૃત્યુ સામે હારી ગઈ.

એસએસઆઈ દિપક ચૌધરી મોકલ્યા હતા ઉપચાર માટે.

ખરેખર તો બડેગાંવમાં ફરજ બજાવતા દિપક ચૌધરીએ બીમાર અને નિઃસહાય એક મહિલાને પોતાના હાથે ખાવાનું ખવડાવીને ઉપચાર માટે એક સરકારી હોસ્પિટલ મોકલ્યા હતા. કોઈ બીજા સંબંધી ના હોવાને કારણે તેમને સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્ર પોલીસની ગાડી લઇ ગઈ હતી. ઉપચાર સમયે જિલ્લની હોસ્પિટલમાં 55 વર્ષના મીનાનું મૃત્યુ થઇ ગયું. મીનાના મૃત્યુના સમાચાર મળ્યા પછી દિપક ચૌધરી પોતાના પોલીસ સાથી મિત્રો સાથે કિશનપૂર ગામ પોંહચીને ખુબ ખેદ પ્રગટ કર્યું.

મૃત્યુના સમાચાર મળતા ગામ પહોંચી પોલીસ અને મહિલાનો અંતિમ સંસ્કાર કર્યો.

આના પછી એસએસઈ દિપક ચૌધરી અને તેમના સાથી કોસ્ટેબલ ગૌરવ કુમાર, વિનોદ કુમારે મહિલાની અંતિમ યાત્રા સાથે મળીને તે મહિલાની અર્થીને ખભો આપ્યો. પોલીસે લોકડાઉન અને સોસીયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરતા મહિલાના અંતિમ સંસ્કાર કરાવ્યા.

કોરોના પહેલા પોલીસની કાર્ય શૈલી અને ભ્રષ્ટાચાર માટે સતત બદનામીનો શિકાર બનતી પોલીસ આવા કપરા અને મુશ્કેલ સમયે ભારતીય નાગરીકો અને જેમને ખરેખર મદદની જરૂર છે, એવા લોકો માટે દેવદૂત સમાન બનીને ઉભરી આવી છે. એક વાત ચોક્કસ છે કે કોરોનાને કારણે દરેક વ્યક્તિ એ પછી ભ્રષ્ટાચારી હોય કે બીજા કોઈ એમને ખ્યાલ તો આવી જ ગયો છે કે સાથે આવશે તો અહી કરેલા સારા કર્મો, રૂપિયા કે જમીન મિલકત અંત સમયે સાથે આવવાના નથી. જય જવાન.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.