બીજા જ સવાલ પર અટકી ગઈ કન્ટેસ્ટન્ટ, શું તમને ખબર છે CFL નું ફૂલ ફોર્મ?

રિયાલિટી કવીઝ શો કોન બનેગા કરોડપતિની 11 મી સીઝન ચાલી રહી છે. આ શો માં ઘણી વારા પહેલો પડાવ પાર કરતા પહેલા જ અમુક એવા સવાલ આવી જાય છે, જેના પર કન્ટેસ્ટન્ટ અટકી જાય છે, અને એમણે લાઈફલાઈનનો ઉપયોગ કરવો પડે છે. એવું જ કાંઈક મંગળવારના એપિસોડમાં જોવા મળ્યું, જયારે રાજસ્થાનના ઝુંઝનૂથી આવેલી એક કન્ટેસ્ટન બીજા જ સવાલ પર અટકી ગઈ.

અમિતાભ બચ્ચને 2000 રૂપિયા માટે આ સવાલ હોટ સીટ પર બેસેલી એક કન્ટેસ્ટન્ટ સામે રાખ્યો હતો કે, CFL માં L નો અર્થ શું થાય છે? સવાલ જોયા પછી કન્ટેસ્ટન્ટ મૂંઝાયેલી જોવા મળી અને થોડી વાર સુધી વિચાર્યા પછી એમણે લાઈફલાઈન લેવાનો નિર્ણય લીધો. કન્ટેસ્ટન્ટે આ સવાલ પર ઓડિયન્સ પોલ લાઈફલાઈનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો.

મોટાભાગની ઓડિયન્સે એ સવાલના જવાબ માટેના 4 વિકલ્પમાંથી પહેલો વિકલ્પ પસંદ કરવાનો નિર્ણય લીધો જે લેમ્પ હતો. આ રીતે લાઈફલાઈનનો ઉપયોગ કરીને હોટસીટ પર બેઠેલી એ કન્ટેસ્ટન્ટ 2 હજાર રૂપિયા જીતવામાં સફળ રહી. અમિતાભ રમત આગળ વધારે એ પહેલા જ મંગળવારે શો નો સમય પૂરો થઈ ગયો હતો. પછી બુધવારે અમિતાભે એ જ કન્ટેસ્ટન્ટ સાથે શો ને આગળ વધાર્યો હતો. અને બીજા દિવસે તે કુલ 3 લાખ 20 હજાર રૂપિયા જીતીને ગઈ હતી. જણાવી દઈએ કે, સીએફએલનું ફૂલ ફોર્મ કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ થાય છે.

જયારે દિલ્હી પ્રદુષણ પર બોલ્યા અમિતાભ :

એ જ એપિસોડમાં અમિતાભ બચ્ચને દિલ્લીના પ્રદુષણ પર પોતાનો વિચાર વ્યક્ત કર્યો. અમિતાભ બચ્ચને કહ્યું, ‘દિલ્હીમાં જે પ્રદુષણ છે એની સ્થિતિ ઘણી નાજુક થઈ ગઈ છે. ઘણા બધા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે કોઈ રીતે તેને રોકવામાં આવે. એમણે કહ્યું હતું કે, એવું નથી કે ન્યુઝીલેન્ડમાં ખેતીવાડી નથી થતી. ત્યાં પણ થાય છે, પણ ત્યાં સળગાવવાની જગ્યાએ એ પાકને કાપીને સારું પેકેજીંગ કરી દે છે અને આખા ખેતરમાં એને લગાવી દે છે.’

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.