ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભુતપૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ એડીલેડ વનડે મેચમાં પોતાના અને ક્રિકેટના ફેંસનું એક વખત ફરી દિલ જીતી લીધું છે. તેમણે પોતાની જોરદાર અડધી સદીની નોટઆઉટ પાળીને કારણે ભારતને મેચ જીતાડી અને કાંગારુંઓ વિરુદ્ધ ચાલી રહેલી ૩ મેચોની વનડે સીરીઝ ને ૧-૧ થી બરોબર કરી દીધી છે. આ સીરીઝની છેલ્લી મેચ ૧૮ જાન્યુઆરીના રોજ રમાય હતી. બીજી વનડે મેચમાં માહીએ ૫૪ દડામાં ૫૫ રન બનાવ્યા છે. જેમ કે માહીની પાળીથી ભારતએ મેચ જીતી લીધી, ઓવલમાં રહેલા ક્રિકેટ ફેંસએ તેમના માટે ઉભા થઇને તાળીઓ પાડી. જયારે મેચ પછી તે ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો તો લોકોએ તેમના માટે જોરદાર તાળીઓ પાડી.
અને ત્રીજી વનડેમાં પણ ધોની અને કેદાર જાધવે જોરદાર ઇનિંગ રમીને ભારતને ત્રીજી વનડેમાં જીતાડી આ સીરીઝ ૨-૧ જી જીતી લીધી. ત્રેજી મેચમાં ધોનીએ ૮૭ અને જાધવે ૬૧ રન ફટકાર્યા હતા. ઓપનરનું પ્રદર્શન સારું ન રહેતા આ બંને જણાની જોડીએ મેચમાં વિજયી દેખાવ કર્યો અને આપને મેચ જીતી ગયા.
તે બધાની વચ્ચે એક એવો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ધોનીએ રન પૂરો નથી કર્યો. તે લાઈન સુધી ન પહોચ્યો અને તે વાત ઉપર અમ્પાયરે પણ ધ્યાન ન આપ્યું. આ વાત બીજી મેચની છે.
મેચની છેલ્લી ઓવરમાં ધોનીએ એક જોરદાર છક્કો મારી દીધો. ત્યાર પછી તેમના માટે આખા સ્ટેડીયમએ તાળીઓ વગાડી. તેમજ વિરાટ કોહલીએ તેના માટે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું અને તેને વિશ્વાસ થઇ ગયો કે આજે અમે જ જીતીશું.
એડીલેડમાં રમવામાં આવેલી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલીયાની વનડે સીરીઝની બીજી મેચમાં ભારતએ જોરદાર જીત મેળવીને સીરીઝ ૧-૧ થી બરોબર કરી દીધી હતી. ભારતને આ જીત અપાવવામાં ટીમ ઇન્ડિયાના બાહુબલી એમએસ ધોની (૫૫) ની અડધી સદીની ભાગીદારીએ વિશેષ ભૂમિકા ભજવી. તે દિનેશ કાર્તિક (૨૫) એ પણ છેલ્લે સુધી ધોનીનો સાથ સારી રીતે નિભાવ્યો અને ટીમને જીતના દરવાજા સુધી પહોચાડી. અને છેલ્લી મેચમાં પણ ધોની અને જાધવે પોતાની કમાલ દેખાડી લોકોના દિલ જીતી લીધા.
વીડિઓ :
https://youtu.be/Xfm4LMiwoUY
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો કોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.