માટીના વાસણોમાં આ 2 ટીપ્સની મદદથી બનાવો હેલ્દી ખાવાનું, સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન રહેશે.

માટીના વાસણોમાં ખાવાનું કેવી રીતે બનાવવામાં આવે અને તેના શું ફાયદા થાય છે તે જાણવા માટે આ આર્ટિકલ વાંચો.

મોટાભાગના ઘરમાં આજકાલ નોન સ્ટીક વાસણોનો ઉપયોગ થાય છે. તે વાસણ આમ તો સુવિધાજનક હોય છે, પણ આરોગ્ય માટે તેને સારા નથી માનવામાં આવતા. પહેલાના જમાનામાં લોખંડની કડાઈની સાથે સાથે માટીના વાસણોમાં ખાવાનું બનાવવાની પ્રથા હતી. માટીના વાસણો ન માત્ર સસ્તા પડતા હતા પણ તેમાં ખાવાનું બનાવવાની પદ્ધતિ પણ અલગ હોતી હતી. અને તેને આરોગ્યની દ્રષ્ટિએ પણ સારા માનવામાં આવતા હતા. પણ આજકાલ તેનો ઉપયોગ ઘણો ઓછો થઇ ગયો છે.

માટીના વાસણોમાં ખાવાનું બનાવવાના ઘણા ફાયદા માનવામાં આવે છે. પણ ઘણા લોકોને એ નથી ખબર હોતી કે ખરેખર તેને કેવી રીતે સીઝન (Seasoning) કરવામાં આવે જેનાથી માટીના વાસણો માંથી તેલ વગેરે બહાર ન નીકળે અને ખાવાનું પણ સારું પાકે.

શૈફ સંજીવ કુમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર માટીના વાસણોને સીઝન કરવાની બે અલગ ટ્રીક જણાવી છે જેનાથી તમારા માટીના વાસણ ખાવાનું બનાવવા માટે રેડ્ડી થઇ જશે. તો આવો જાણીએ તે ટ્રીક્સ.

માટીના વાસણોને ખાવાનું બનાવવા માટે તૈયાર કરવાની પહેલી ટ્રીક : માટીના વાસણ પોરસ હોય છે એટલે તેમાં નાના નાના હોલ્સ હોય છે જે તેલ વગેરે શોષી લે છે. જો તમે સીઝન કર્યા વગર તેમાં ખાવાનું બનાવી દીધું તો લાંબા સમય સુધી તેમાં ખાવાની સુગંધ રહી જશે. અને એવું પણ બની શકે છે કે ખાવાનું સારું ન બને. એટલા માટે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો.

સૌથી પહેલા માટીના વાસણને 8-10 કલાક માટે પાણીમાં રાખો.

ત્યાર પછી તેને પાણી માંથી બહાર કાઢી લો અને ગેસ ઉપર મુકો અને તેની અંદર પાણીને ઉકાળો.

ત્યાર પછી ઉકળેલા પાણીને બહાર કાઢી દો અને માટીના વાસણનો ઉપયોગ કરો.

માટીના વાસણને ખાવાનું બનાવવા માટે તૈયાર કરવાની બીજી ટ્રીક :

બીજી ટ્રીક પણ પહેલી ટ્રીક જેવી ઘણી સરળ છે અને તમારા માટીના વાસણને સારી રીતે સીઝન કરી દેશે. તેના માટે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરવાનો રહેશે.

સૌથી પહેલા ઘઉંના લોટને વાસણમાં સારી રીતે ઘસો. અંદરની તરફથી આખું વાસણ કવર થઇ જવું જોઈએ અને ત્યાર પછી તે લોટને ખંખેરી લો.

હવે વાસણને ફ્લેમ ઉપર રાખો અને ત્યાં સુધી તેને ગરમ કરો જ્યાં સુધી લોટ કાળો ન પડી જાય.

હવે એક સુતરાઉ કપડાથી વાસણને સાફ કરો.

ગેસ બંધ કરો અને વાસણને સારી રીતે ઠંડુ થવા દો. હવે તે ઉપયોગ કરવા માટે તૈયાર છે.

જો માટીના વાસણનું ઢાંકણું પણ માટીનું જ લઈને આવ્યા છો તો તેને પણ આ ટેકનીકના ઉપયોગથી સીઝન કરો.

શું છે માટીના વાસણમાં ખાવાનું બનાવવાના ફાયદા?

જેમ કે અમે પહેલા જ જણાવી ચુક્યા છીએ કે, માટીના વાસણ પોરસ હોય છે અને તે પોતાની અંદર પાણી, તેલને શોષી લે છે. તેથી જયારે તેમાં ખાવાનું બનાવવામાં આવે છે તો તે હીટને પણ શોષી લે છે. અને એ કારણ છે કે માટીના વાસણમાં ખાવાનું વધુ સમય સુધી ગરમ નથી રહેતું. પણ માટીના વાસણમાં ખાવાનું બનાવવાના માત્ર આટલા જ ફાયદા નથી ઘણા બીજા પણ છે. જેમ કે,

માટીના વાસણમાં ખાવાનું ઘણું ધીમું પાકે છે અને તેના કારણે ખાવાની બધી ન્યુટ્રીટીવ વેલ્યુ સારી રીતે સર્ક્યુલેટ થઇ જાય છે. મેટલના વાસણમાં તે પ્રોસેસ નથી થતી.

માટીના વાસણ અલ્કલાઈન હોય છે અને એટલા માટે ખાવાની એસીડીટી સાથે રીએક્ટ કરે છે. આ પ્રોસેસ પછી તૈયાર થયેલું ખાવાનું ઓછું ઓસીડીક બને ય છે અને તે ઘણું હેલ્દી બને છે.

માટીના વાસણમાં ખાવાનું ધીમે પાકે છે એટલા માટે તમે તેલનો ઉપયોગ ઓછો કરી શકો છો. તમે શાક વગેરે પકાવવા માટે ઓછું તેલ નાખો અને ધીમા તાપ ઉપર તેને પાકવા દો. શાક દાજશે પણ નહિ અને ખાવાનું પણ હેલ્દી બનશે.

માટીના વાસણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ અને સલ્ફર વગેરે પહેલાથી જ રહેલા હોય છે જે ખાવામાં પણ જાય છે. તે આપણા શરીર માટે ઘણું ફાયદાકારક હોય છે.

માટીના વાસણોમાં ખાવાનું બનાવવાથી ખાવામાં એક સુગંધ આવી જાય છે જે ઘણી સારી લાગે છે.

માટીના વાસણ સસ્તા હોય છે અને ઘણા અફોર્ડેબલ પણ હોય છે.

હવે તો તમે સમજી જ ગયા હશો કે માટીના વાસણમાં ખાવાનું બનાવવા અને તેમાં બનેલું ખાવાનું ખાવું કેટલુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.