ગુજરાત માં ખુબ ઓછા વપરાતા નારિયેળના તેલમાં ભોજન બનાવવા નાં ૫ ફાયદા ચોકાવી દેશે તમને

નારીયેળ ખાવા માં આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. પરંતુ તેના તેલને ખાસ તો વાળ માં કે સુંદરતા વધારવાના કામમાં જ લેવામાં આવે છે. જેમ કે નારીયેલ તેલમાં બનેલા ભોજનના ખુબ જ ફાયદા છે. વધતા વજન થી પરેશાન છો તો સરસોના તેલમાં નહી પરંતુ નારિયેળના તેલમાં બનેલું ભોજન તમને સ્લીમ બનાવવામાં મદદ કરી શકે છે.

વાળ ને ત્વચાની સુંદરતા વધારવા માટે તો તમે ધણી વખત આ તેલનો ઉપયોગ કર્યો હશે. હવે સ્વાસ્થ્ય ને જાળવી રાખવા માટે તેમાં બનેલું ભોજન તમને બીમારીઓથી છુટકારો અપાવી શકે છે.
આવો જાણીએ નારીયેલના તેલમાંથી બનેલા ભોજન ખાવાથી ૫ લાભ

૧. વજન ઓછું કરે

નારીયેલ તેલમાં બીજા બધા તેલની સરખામણીએ ઓછું ફેટ હોય છે, એટલા માટે તેમાં બનેલું ભોજન તમારા વજનને નિયંત્રણ માં રાખવામાં મદદ કરે છે.

૨. ઈમ્યુંનીટી વધારે

શરીરને હેલ્દી રાખવા માટે ઈમ્યુંનીટીનું મજબુત હોવું ખુબ જરૂરી છે. આ તેલમાં રહેલા મિનરલ્સ તમારા શરીરની ઈમ્યુંનીટી વધારીને તમને હેલ્દી રાખવામાં મદદ કરે છે.

૩. હ્રદય ને રાખે હેલ્દી

ઘણા લોકોનું માનવું છે કે હૃદય ની તન્દુરસ્તી માટે નારીયેલ તેલ સારું નથી હોતું. પરંતુ આ વાત એકદમ ખોટી છે. આ તેલમાં રહેલ લારિક એસીડ હાઈ કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ કરે છે જેનાથી હ્રદય ની બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.

૪. એલ્જાઈમર માં ફાયદાકારક

હાલમાં થયેલ એક શોધ દ્વારા જાણવા મળ્યું છે કે નારીયેલ તેલ એલ્જાઈમરની બીમારી ઠીક કરવામાં ખુબ જ કારગત છે. આમ તો હજી સુધી આ વાત નું કોઈ ઉદાહરણ સામે નથી આવ્યું.

૫. થાઈરોઈડ ને કન્ટ્રોલ કરે

આના દર્દી જો પોતાના ડાયેટ માં નારીયેલ તેલ નો ઉમેરો કરે તો તેનાથી થાઈરોઈડ ને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. આ વાતનો ખુલાશો એક અભ્યાસ દરમિયાન કરેલ છે.