10 લાખ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાય છે કોરોનાથી સાજા થતા દર્દીઓનું લોહી

કોરોનાથી સાજા થયેલા દર્દીઓનું લોહી ગેરકાયદેસર રીતે 10 લાખ રૂપિયા પ્રતિ લિટરમાં વેચાય છે

ગેરકાયદેસર રીતે કોરોનાથી સાજા થયેલા દર્દીઓનું લોહી ઇન્ટરનેટ પર વેચાઇ રહ્યું છે. કોરોના સારવાર અને રસીના નામે દર્દીઓનું લોહી ડાર્કનેટ પર વેચાઇ રહ્યું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી (એએનયુ) ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ડાર્કનેટ પર વિક્રેતાઓ વિવિધ દેશોમાંથી પરિવહન કરી રહ્યા છે અને વિદેશમાં ડિલિવરી કરી રહ્યા છે.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, આજીવન કોરોનાથી રોગપ્રતિકારક શક્તિ મેળવવાના દાવા સાથે કોરોના દર્દીઓનું લોહી લાખો રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે. એક લિટર લોહીની કિંમત 10 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે. (પ્રતીકાત્મક ફોટો)

જો કે, લોહીની સાથે પીપીઈ, માસ્ક, ટેસ્ટ કીટ અને અન્ય સામાન પણ ગેરકાયદેસર રીતે વેચાઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, આ માલ ઓછામાં ઓછા 12 અલગ અલગ ડાર્કનેટ બજારોમાં વેચાઇ રહ્યો છે.

ડાર્કનેટ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વભરમાં કોરોનાની સારવાર કરનારા ડોકટરો દ્વારા પીપીઈ અને અન્ય વસ્તુઓ મેળવી લેવામાં આવ્યા છે. વેચાણકર્તાઓ આ સામાન વિવિધ દેશોમાં પહોંચાડવા માટે પણ તૈયાર છે. આવા મોટાભાગનાં ઉત્પાદનો યુ.એસ.નાં હતાં જ્યારે કેટલાક ઉત્પાદનો યુરોપ, યુ.કે. અને ઓસ્ટ્રેલિયાથી પરિવહન માટે ઉપલબ્ધ હતા.

કોરોનાથી સાજા થયેલ દર્દીના પ્લાઝ્માથી અન્ય દર્દીની સારવાર સાથે જોડાયેલ અમુક રિપોર્ટ સામે આવ્યા છે, પરંતુ પ્લાઝ્મા થેરેપીમાં જોખમો પણ છે અને તેનાથી લોકોનો જીવ પણ જઇ શકે છે. હાલમાં, ડોકટરો ફક્ત અમુક સંજોગોમાં પ્રયોગ તરીકે આ ઉપચારનો પ્રયાસ કરી રહ્યા છે.

અગ્રણી સંશોધનકાર રોડ બ્રોડહર્સ્ટે જણાવ્યું છે કે, રોગચાળા દરમિયાન કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં તેમાં વધારો થઈ શકે છે. તેથી કડક દેખરેખ રાખવી જરૂરી છે જેથી તેને બંધ કરી શકાય. (પ્રતીકાત્મક ફોટો)

રોડ બ્રોડહર્સ્ટે કહ્યું- ‘અમને જાણવા મળ્યું છે કે, લોકોને અસુરક્ષિત રસીઓ અને એન્ટિવાયરલ દવાઓ પણ ડાર્કનેટ પર વેચવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં પીપીઇ પણ વેચાઇ રહ્યું છે. જેથી બજારમાં તેની અછત ઉભી થઇ છે. તેમજ, ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રાઇમનોલોજીના ડેપ્યુટી ડિરેક્ટર રિક બ્રાઉને કહ્યું કે, આ વસ્તુઓના વેચાણથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમ છે. (પ્રતીકાત્મક ફોટો)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.