કોરોના વાઇરસ : ચીનના વુહાન શહેરમાં ફસાયા એક ભારતીય પરિવારની આપવીતી.

પ્રોફેસર આશિષ યાદવના એપાર્ટમેન્ટની બહાર જાણે નજારો અટકી પડ્યો છે.

બસ ઠંડી હવા છે, જે બહારથી આવી રહી છે. એ સિવાય વેરાન રસ્તા સિવાય બીજું કાઈ નથી દેખાતું.

છેલ્લા બે અઠવાડિયાથી તેમને કેટલીય વાર હથિયાર સાથે સૈનિક પોતાના એપાર્ટમેન્ટની બહાર ફરતા દેખાય છે.

સાથે જ ચીનના સરકારી મીડિયા દ્વારા વિચલિત કરનારી કેટલીક સૂચનાઓ મળી રહી છે. જે તેમની બેચેનીને વધુ વધારી રહી છે.

જે 32 માળના એપાર્ટમેન્ટમાં આશિષ “કેદ” થઈને રહી ગયા છે. તેમાં ફક્ત 4 થી 5 ચીની પરિવાર જ બચ્યા છે.

તેમને સંશય છે કે તેમના સુધી પણ કોઈ મદદ પહોંચી શકશે. પરંતુ તે બને એટલા ઝડપી ચીનના વુહાન શહેરથી નીકળવા માંગે છે.

આશિષ યાદવના જણાવ્યા પ્રમાણે પાછળ 3 અઠવાડિયાથી તે પોતાના ઘરમાંથી નીકળી શક્યા નથી.

તે યુનીવર્સીટી કેમ્પસમાં આવેલા પોતાના એપાર્ટમેન્ટના બે રૂમમાં 22 જાન્યુઆરીની રાતથી બંધ છે. તેમની સાથે તેમની પત્ની નેહા યાદવ પણ છે.

ઉત્તર પ્રદેશના એટા જિલ્લાથી સંબંધ ધરાવનાર આશિષ યાદવ છેલ્લા 12 વર્ષોથી વિદેશમાં વસે છે.

અમેરિકામાંથી તેમણે ફિજિક્સનો અભ્યાસ કર્યો છે. પછી ઇટાલીમાં પીએચડી કરી અને 5 વર્ષથી ચીનમાં નોકરી કરી રહ્યા છે.

તે કહે છે કે “આ પહેલી વખત છે, જયારે તેમને વિદેશમાં ડરનો અનુભવ થયો.

આશિષ એક વર્ષ પહેલા જ વુહાન પહોંચ્યા હતા. તે લેજરસ્પેકટોસ્કોપીના વિશેષજ્ઞ છે.

પણ એ હવે એવા એક શહેરમાં ફસાઈ ગયા છે જ્યાં કોરોના નામના ખતરનાક વાઇરસનો સૌથી વધુ મોટો પ્રકોપ છે, અને આ બીમારીનું કેન્દ્ર પણ જણાવવામાં આવે છે.

સંખ્યા વધુ હોવાની આશંકા :

અત્યાર સુધી કોરોના વાઇરસના સંક્રમણને રોકવાવાળી કોઈ દવા તૈયાર નથી થઇ શકી, અને સત્તાવાર રીતે આ વાઇરસથી મરનારની સંખ્યા 800 થી વધુ થઇ ગઈ છે.

આ સંખ્યા 2003 માં સાર્સ વાઇરસના ફેલાવાને કારણે થયેલા મોતની સંખ્યાને પણ વટાવી ચુકી છે. પરંતુ આશિષ સાથે સંપર્કમાં છે તેમના ચીની સહિયોગી, તે સહિયોગીને આમાં મરનારની સંખ્યા આના કરતા કેટલાય ગણી વધુ હોવાની આશંકા છે.

આશિષ જણાવે છે “જે ચીની સોસીયલ મીડિયાનો અમે ઉપયોગ કરીએ છીએ, તેના ઘણા ગ્રુપમાં હું જોડાયો છું, ચીનના જે લોકો મારા મિત્ર છે. તે કેટલાક અલગ પ્રાંતમાં રહે છે. તેમના જણાવ્યા પ્રમાણે મરનારની સંખ્યા ઘણી વધુ હોઈ શકે છે. પરંતુ અહીં સમાચાર નિયંત્રણમાં છે અને મીડિયાને રિપોર્ટ કરવાની આઝાદી નથી. એટલા માટે સાચા સમાચાર નથી મળતા, પરંતુ સમાચાર એ જ મળે છે જે સરકારી મીડિયા જાહેર કરે છે.”

બધા બજાર 22 જાન્યુઆરીથી બંધ છે.

1.5 લાખ સૈનિક શહેરમાં ઉતારી દેવામાં આવ્યા છે.

બીબીસી સાથે વાતચીતમાં આશિષે જણાવ્યું કે, “આ ભયંકર વાઇરસના ફેલાવાની સૂચના અમને 26 ડિસેમ્બર 2019 ના રોજ મળી. સોશિયલ મીડિયા ઉપર આની ચર્ચા થવા લાગી હતી. યુનિવર્સીટી પ્રશાસને જણાવ્યું કે, આપણે બધા સતર્ક રહીએ, પરંતુ સ્થાનિક પ્રસાસન ત્રણ અઠવાડિયા સુધી સ્થિતિ સામાન્ય જણાવતું રહ્યું.

“આની વચ્ચે કેટલાય લોકો ચીની નવા વર્ષની રજા માણવા માટે યુનિવર્સીટી છોડીને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. અમારા એપાર્ટમેન્ટમાં મોટા ભાગના લોકો આ દરમિયાન જ નીકળી ગયા હતા. યુનિવર્સીટીમાં જે ભારતીય વિદ્યાર્થી છે કે નોકરી કરે છે, તેમાંથી પણ કેટલાય લોકો નીકળી ગયા છે.

“સ્થાનિક સ્તર ઉપર જાણવામાં આવે છે કે, સ્થિતિ નિયંત્રણમાં છે અને થોડા દિવસોમાં બધું સામાન્ય થઇ જશે. એટલા માટે તમે અહી જ રહો. પરંતુ 21-22 જાન્યુઆરીની રાતે આખું શહેર લોક કરી નાખ્યું. બધી સાર્વજનિક સેવાઓ બંધ કરી દેવામાં આવી. કહેવામાં આવ્યું કે હવે કોઈ ઘરની બહાર ના નીકળે.

“તે પછી શહેરમાં લગભગ 1.5 લાખ સૈનિક ઉતારવામાં આવ્યા. કારણ કે લોકોને ઘરમાંથી નીકળતા રોકી શકાય. અને આ બધું ખુબ ઝડપથી કરવામાં આવ્યું. આ સમયે એટલો બધો લોકોમાં ડર છે કે સરકાર જો થોડા કલાક માટે પણ થોડી ઢીલાસ રાખે તો લોકો શહેર છોડીને ભાગવા લાગે.”

આ કેમ્પસ જ્યાં આશિષ યાદવ રહે છે.(કેટલાક દિવસ જૂનો ફોટો)

પત્ર છે પણ માધ્યમ નથી.

રવિવાર સવારે ચાર સૈનિક આશિષના એપાર્ટમેન્ટમાં જેમણે તેમનું અને તેમના પત્ની નેહાનો તાવ માપ્યો અને તેમને જણાવ્યું કે, તેમની બિલ્ડીંગ થોડા સમયમાં સીલ કરવામાં આવશે, કારણ કે ત્યાં કોઈ આવી ના શકે.

પોલીસ દ્વારા મળેલ આ સુચનાએ હવે આશિષને પરેશાન કરી દીધા છે. કારણ કે તે ત્યાંથી નીકળવાની બધી કોશિશ કરતા હતા. પરંતુ સિપાહીઓએ તેમને એક સારી ખબર પણ આપી અને તે એ છે કે, તેમના યુનિવર્સીટી કેમ્પસમાં હજી સુધી કોરોના વાઇરસથી સંક્રમિત કોઈ દર્દી નથી મળ્યા.

આશિષના જણાવ્યા પ્રમાણે તેમને સ્થાનિક પ્રસાસન દ્વારા કોઈ સહાયતા નથી મળી. બધા બજાર બંધ છે. ધન્યવાદ છે કે યુનિવર્સીટીના તેમના એક વરિષ્ઠ સહિયોગીએ થોડા દિવસ પહેલા તેમના સુધી થોડા ચોખા પહોંચાડી દીધા હતા જે લગભગ બે દિવસમાં ખલાસ થઇ જશે.

આશિષનો દાવો છે કે, બેજિંગમાં આવેલા ભારતીય દૂતાવાસે તેમને ચીનથી નીકળવા માટે ‘આજ્ઞા પત્ર’ તો આપી દીધું છે, પરંતુ એપાર્ટમેન્ટમાંથી નીકળીને એરપોર્ટ સુધી પહોંચવાની કોઈ સગવડ નથી. તેમણે જણાવ્યું કે “ભારતીય દૂતાવાસે જે ડ્રાઈવરનો નંબર અમને આપ્યો, તેમણે અમને એરપોર્ટ લઈ જવા માટે ચોખ્ખી ના પાડી દીધી.

આશિષ કહે છે કહે ‘તેમને આશા હતી કે ભારત બે વિમાન પછી પણ પોતાના લોકોને ચીનથી નીકળવા માટે કોઈ વિમાન મોકલશે’. પરંતુ એના માટે ભારતીય વિદેશ મંત્રાલયે હજી સુધી કોઈ ઘોષણા નથી કરી.

આશિષે જણાવ્યું કે “ભારતીય દૂતાવાસ ચીની સરકાર સાથે વાત નથી કરી રહ્યું, અથવા તેઓ તેમનું સાંભળી નથી રહ્યા. અમને સમજાઈ નથી રહ્યું. પરંતુ હોટલાઇનનો જે નંબર આપેલો છે તેના ઉપર જેટલા વ્યક્તિ સાથે વાત થઇ, તે કોઈ ઉકેલ નથી કાઢી શકતા. ફોન જોડાવા પર તેઓ કહી રહ્યા છે કે રૂમમાં જ રહો, ચિંતા ના કરશો, વધુ ચિંતા કરશો તો બીમાર થઇ જશો.

બેજિંગમાં આવેલ ભારતીય દૂતાવાસે શનિવારે ખૂબે પ્રાંતમાં ફસાયેલા ભારતીયો માટે સત્તાવાર ટ્વીટર હેન્ડલથી કેટલાક હોટલાઇન નંબર જાહેર કર્યા, અને દાવો કરવામાં આવ્યો હતો કે ‘તે ભારતીય નાગરિકોને દરેક શક્ય મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરશે.’

આ માહિતી બીબીસી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.