એમ જ નથી રાખવામાં આવતું દેશનું નામ, દુનિયાના દરેક દેશના નામનો છે એક અનોખો મતલબ

આ દુનિયામાં કુલ ૧૯૫ દેશો આવેલા છે અને દરેક દેશની ભૌગોલીકતા, કુદરતી સુંદરતા, સંસ્કૃતિ, ધર્મ, પહેરવેશ, રહેણી કરની, રીત રીવાજ, ખોરાક, ભાષા તમામ જુદા જુદા હોય છે. અને દરેક દેશના નામ પણ અલગ અલગ પ્રકારના હોય છે. અને તમને ખબર છે કે આ નામની પાછળ પણ એક પ્રકારનો ચોક્કસ અર્થ છૂપાયેલો હોય છે. જો તમારો જવાબ ના છે, તો આ લેખ તમારે જરૂર વાંચવો જરૂરી છે. તો આવો અમે તમને દરેક દેશના નામની પાછળના અર્થ વિષે જાણકારી વિષે માહિતગાર કરાવીએ. અમને વિશ્વાસ છે કે આ પહેલા તમે આ પ્રકારની માહિતી ક્યારે પણ વાંચી કે સાંભળી હશે.

દુનિયામાં ૧૯૫ દેશ છે. દરેક દેશ પોતાની રીતે વિશેષ છે. ક્યાંક લોકતંત્ર છે, તો ક્યાંક આજે પણ દેશવાસીઓને મત આપવાનો અધિકાર નથી. દરેક દેશના નામનો પોતાનો અર્થ પણ છે. ક્યારે પણ વિચાર્યુ છે કે કોઈ દેશના નામનો શું અર્થ હશે?

દુનિયાના આ મેપમાં લખ્યો છે દરેક દેશના નામનો અર્થ. કોઈપણ દેશનું નામ તેના હવામાન, જીઓગ્રાફી, વન્યજીવના આધાર ઉપર રાખવામાં આવે છે. જેમ કે સ્પેનનો અર્થ છે ઘણી જ ખિસકોલીઓની ભૂમિ. ક્યારે ક્યારે કોઈ દેશનું નામ ત્યાં રહેવા વાળા લોકો મુજબ રાખવામાં આવે છે. જેમ કે મેસેડોનિયાનો અર્થ છે લાંબા લોકોની ભૂમિ.

અમુક દેશોનું નામ સુંદર કવિતાની લાઈન જેવું લાગે છે. જેમ કે અર્જેન્ટીનાનો અર્થ છે ચાંદી જેવી નદીની પાસે વસેલી ભૂમિ. જાપાનને ઉગતા સૂરજનો દેશ કહેવામાં આવે છે. કેનેડાને ઘ વિલેજ એટલે કે ગામ કહેવામાં આવે છે. ન્યુઝીલેન્ડને લાંબા સફેદ વાદળોનો દેશ કહેવામાં આવે છે. પેરુનો અર્થ નદીનો દેશ એવું થાય છે. ડોમીનીકાને ડે ઓફ લોર્ડ એટલે કે પ્રભુનો દિવસ કહેવામાં આવે છે. આપણા ભારતને લેન્ડ ઓફ ઇન્ડસ કહેવામાં આવે છે, એટલે કે ઇન્ડસની ધરતી. મલેશિયાને માઉન્ટેન સિટી કહેવામાં આવે છે. સિંગાપોરને લાયન સિટી કહેવામાં આવે છે. ઈરાનને લેન્ડ ઓફ આર્યન્સ કહે છે.

આ મેપને ક્રેડીટ કાર્ડ કમ્પેર (Credit Card Compare) એ બનાવ્યો હતો. દેશોની રાજધાની સાથે હવે તેના નામનો અર્થ યાદ કરીને મિત્રોમાં સ્વેગ (Swag) દેખાડી શકાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.