દેશની પહેલી ઇન્ટરસીટી ઇલેક્ટ્રિક બસ શરુ, 43 સવારી વાળી બસ મુંબઈ-પુણે વચ્ચે ચાલશે જાણો વિગત

દેશની પહેલી ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે. આ બસ મુંબઈ પુણે વચ્ચે ચાલશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ શનિવારે આ ઇલેક્ટ્રિક બસ સેવાનું ઉદ્દધાટન કર્યું. તેમણે કહ્યું કે, તે 4-5 વર્ષમાં દેશના હાઈવે પર ઇલેક્ટ્રિક બસને મોટી સંખ્યામાં જોવા માગે છે. આ લક્ઝરી બસમાં 43 લોકો બેસી શકશે.

આ બસ એક વાર ચાર્જ થવા પર 300 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેને 1300 ઈ-બસોનું સંચાલન કરતી કંપની પ્રસન્ના પર્પલ મોબિલિટી સોલ્યુશન ચલાવી રહી છે. કંપની આવી બસોને બીજા શહેરો માટે તૈયાર કરવાની છે.

આ વર્ષે 10 હજાર ઈ બસો ખરીદવામાં આવશે :

ગડકરીએ કહ્યું, આ વર્ષે રાજ્ય સરકારો અને ખાનગી ઓપરેટર લગભગ 10,000 ઈ બસો ખરીદવાની છે. તેઓ ઇલેક્ટ્રિક હાઇવેના નિર્માણની યોજના બનાવી રહ્યા છે, કેંદ્ર સરકારે દેશમાં ઈ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં ભર્યા છે. ઈ વાહનો પર સબસીડી આપવામાં આવી રહી છે. તેનું રજીસ્ટ્રેશન અને રોડ ચાર્જ પણ માફ કરવામાં આવ્યા છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.