આ કપલે 20 વર્ષમાં 20 લાખ ઝાડ રોપીને વેરાન જમીન પર ઉગાડી દીધું ભરાવદાર જંગલ

વૃક્ષો કાપી કાપીને માણસોએ જંગલના જંગલ ખેદાન મેદાન કરી દીધા છે. આ છે માણસોની જંગલીપણાની સાબિતી. પણ આજે અમે એક એવા દંપતી વિષે જણાવવાં જઈ રહ્યા છીએ જેમણે વૃક્ષ ઉગાડીને ખાલી મેદાનને ફરી જંગલ બનાવી દીધું છે.

યુનાઈટેડ નેશનના ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (United Nations’ Food and Agricultural Organisation) ના એક અહેવાલ મુજબ ૧૯૯૦ થી અત્યાર સુધી પૃથ્વી ઉપરથી ૧૨૯ મિલિયન હેક્ટર જંગલનો નાશ થઇ ગયો છે.

જંગલોમાં રહેનારા ઘણા જીવ જંતુઓ વિલુપ્ત થઇ ગયા છે, અને ઘણા વિલુપ્ત થવાની અણી ઉપર છે. દિવસે ને દિવસે પ્રદુષણ અને ધરતીનું તાપમાન વધી રહ્યું છે. વાતાવરણમાં પરિવર્તનના આ પ્રશ્નને ઉકેલવા એ કોઈ એકલા માણસનું કામ નથી. પણ એવું બધા નથી વિચારતા. બ્રાઝીલના ફોટોગ્રાફર સેબાસ્ટિઆઓ સેલગાડો (Sebastião Salgado) અને તેમની પત્ની લેલિયા ડેલ્યુઇઝ વેનિક સેલગાડો (Lélia Deluiz Wanick Salgado) એ એ વિચારને બદલવાનું નક્કી કર્યુ.

સેબાસ્ટિઆઓ સેલગાડોએ ૧૯૯૦ ના દશકમાં થયેલા રવાંડા નરસંહારને કવર કર્યો હતો. તે રક્તપાત જોઈને એટલા બધા કંટાળી ગયા કે, પોતાના દેશ બ્રાઝીલ પાછા ફરવાનો નિર્ણય કર્યો. ઘરે પાછા ફરતી વખતે તેમણે જોયું કે જ્યાં એક સમયે વર્ષાવન જોવા મળતું હતું ત્યાં માત્ર વેરાન જમીન છે. સેબાસ્ટિઆઓ સેલગાડોની પત્ની લેલિયાને વિશ્વાસ હતો કે, તે વેરાન જમીનની કાયાપલટ કરી શકાય છે.

અને બન્નેએ મળીને જંગલને ફરી વધારવાનો નિર્ણય લીધો. બન્ને જણાએ મળીને ઈન્સ્ટીટ્યુટો તેરા (Instituto Terra) ની સ્થાપના કરી. આ સંસ્થાએ ૪ મીલીયન ઝાડ-છોડ ઉગાડીને મરી ગયેલા જંગલને પુર્નજીવન આપ્યું.

સેબાસ્ટિઆઓ સેલગાડોના શબ્દોમાં :

માત્ર ઝાડ જ કાર્બન ડાયોક્સાઈડને ઓક્સીજનમાં બદલી શકે છે. આપણે જંગલોને ફરી વખત ઉગાડવા પડશે. આપણે જંગલમાં એવા ઝાડ ઉગાડવા પડશે, જે તે વિસ્તારમાં મળી આવે છે.

મહેનત, ધગશ સાથે ઝાડની જાળવણી કરી આ દંપતીએ ૨૦ વર્ષમાં ફરીવખત જંગલ ઉગાડી દીધું. તે જંગલ માંથી જઈ ચુકેલા જીવ-જંતુ પણ જંગલ પાછા ફરી ચુક્યા છે. જ્યાં એક સમયે સુમસામ વિસ્તાર હતો, ત્યાં ઝીન્ગુરનો અવાજ સંભળાય છે. આ બધો એમની મહેનત અને દૃઢ નિશ્ચયનો કમાલ છે. આપણે પણ એમની પાસેથી કંઈ શીખવું જોઈએ, અને આપણી પૃથ્વીને બચવવા માટે નાનકડું પગલું પણ ભરવું જોઈએ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી સ્કોપવ્હોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.