આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન અને સાથે જ ઈન્ટરનેટ કનેક્શન પણ થઇ ગયા છે. જેનો લોકોએ ખોટો ફાયદો ઉઠાવવાનું શરુ કરી દીધું. ઉત્તરાખંડ હાઈકોર્ટએ હાલમાં જ ૮૦૦ થી વધુ પોર્ન સાઈટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. જીઓએ પણ પોતાના નેટવર્ક ઉપર પોર્ન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
તેમ છતાંપણ લોકો માની નથી રહ્યા. સરકાર દ્વારા જોવામાં આવે છે, કે લોકો ચાઈલ્ડ પોર્નોગ્રાફી ઘણી શેર કરી રહ્યા છે. તો તેને જોતા હવે તમારા મોબાઈલ ફોન, લેપટોપ કે કોમ્પ્યુટરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલા કંટેન્ટ મળે છે. તો તમને પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે છે. તેના માટે સરકાર દ્વારા સાઈબર ક્રાઈમ ડોટ જીઓવી ડોટ ઇન નામ દ્વારા પોર્ટલ પણ શરુ કરી છે.
આ પોર્ટલની મદદથી તમે ચાઈલ્ડ પોર્નોગ્રાફી, રેપ કે ગેંગ રેપ સાથે જોડાયેલા કંટેટ સોશિયલ મીડિયા ઉપર શેર કરવા વાળા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકો છો. ત્યાર પછી આરોપીનું ફોન સર્વર ટ્રેસ કરવામાં આવશે. તેનો હેતુ આવા પ્રકારના વિડીયો કે ફોટા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, કેમ કે માનવામાં આવી રહ્યું છે, કે આ ફોટા અને વિડીયો જોઇને બાળકો દ્વારા વધુ પ્રમાણમાં ગુના વધી રહ્યા છે.