આ કોર્ટમાં દેવી દેવતાઓને મળે છે સજા, શું તમે જાણો છો તેના વિષે?

એક એવું મંદિર જ્યાં દેવી દેવતાઓની ફરિયાદ લઈને આવે છે લોકો, આપવામાં આવે છે તેમને સજા, જાણો આ ચકિત કરી દેનારી જગ્યા વિષે.

દંડ આપવાની જોગવાઈ પૌરાણીક કાળથી ચાલતી આવી છે. તે દરમિયાન કોર્ટ વગર સજા આપવાનું કામ ભગવાન અને મહર્ષિ દ્વારા કરવામાં આવતું હતું. પાપીઓને તેમના કર્મોને અનુરૂપ સજા મળતી રહેતી હતી. હવે આપણે એક આધુનિક યુગમાં છીએ એટલા માટે સજા કે દંડ આપવા માટે કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સજા તે માણસને મળે છે જે કાયદા વિરુદ્ધ જઈને કોઈ ખોટા કામ કરે છે.

પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવી કોર્ટ છે જ્યાં માણસને નહિ પણ દેવી દેવતાઓને સજા આપવામાં આવે છે. માણસ પોતે ભગવાનોને સજા અપાવવા માટે ફરિયાદ કરે છે. આજે અમે ભારતની એક એવી વિચિત્ર જગ્યા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં યોજાય છે દેવી દેવતાઓને સજા આપતી કોર્ટ.

આ વિશેષ કોર્ટમાં બધા ગામ વાળા એકઠા થાય છે. આજે અમે જે સ્થળની વાત કરવા જઈ રહ્યા છીએ તે છત્તીસગઢના બસ્તર જીલ્લામાં આવેલુ છે. અહિયાં કેશ કાળ નગરમાં આવેલા ભંગારામ દેવીના મંદિરમાં દર વર્ષે યાત્રાનું આયોજન કરે છે. દેવી ભંગારામ અહિયાંના પંચાવન ગામમાં રહેલા સેંકડો દેવી દેવતાઓના આરાધ્ય છે. આ વિશેષ આયોજનમાં બઘા ગામ વાળા એકઠા થાય છે અને પોતાની સાથે ભગવાનની મૂર્તિઓ લઈને આવે છે.

આ યાત્રા દરમિયાન દેવી દેવતાઓની પેશી થાય છે. ગામ વાળા તેમની ફરિયાદ ભંગારામ દેવીને કરે છે. ત્યાર બાદ શરુ થાય છે ભગવાનને સજા સંભળાવવાની પરંપરા. સવારથી લઈને સાંજ સુધી ચાલતા આ મોટા આયોજન પછી દેવી પોતાનો નિર્ણય સંભળાવે છે.

માન્યતા મુજબ મંદિરના પુજારીની અંદર ભંગારામ દેવી પ્રવેશ કરે છે, ત્યાર પછી જ દેવી તેમની સજા સંભળાવે છે. ગુના મુજબ સજા છ મહિના માટે મંદિરમાંથી નિષ્કાસનથી લઈને મરુ ત યુદંડ સુધી આપવામાં આવે છે. મરુ ત યુદંડમાં મૂર્તિઓ ખંડિત કરી દેવામાં આવે છે અને નિષ્કાસનમાં મૂર્તિઓ મંદિરની બહાર બનેલી ખુલ્લી જેલમાં રાખવામાં આવે છે. તે દરમિયાન મૂર્તિના ઘરેણાને મંદિરમાં જ રાખવામાં આવે છે. દેવી દેવતાની મૂર્તિ લઈને આવવા વાળા પોતાની સાથે જે પણ વસ્તુ લાવે છે, તેને ત્યાં જ મુકીને જવું પડે છે.

મંદિરમાં પાછા કેવી રીતે અવાય છે?

સજાનો સમયગાળો પૂરો થયા પછી મૂર્તિને પાછા મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. અનિશ્ચિતકાળની સજા માટે દેવી દેવતાઓને તેમની ભૂલ સુધારવાની તક આપવામાં આવે છે. તેઓ ત્યારે જ મંદિરમાં પ્રવેશ કરે છે, જયારે તેઓ લોક કલ્યાણના વચન આપે છે. દેવી દેવતાઓ એ વચન મંદિરના પુજારીને તેમના સપનામાં આવીને આપે છે. મંદિરમાં પાછા ફરતા પહેલા સંબંધિત ભગવાનની પૂજા કરવામાં આવે છે અને પુરા સન્માન સાથે મૂર્તિને મંદિરમાં સ્થાપિત પણ કરવામાં આવે છે. તે દરમિયાન દેવીનું મંદિર હજારો લોકોથી ભરેલું રહે છે.

શું છે ફરિયાદોનું કારણ?

એ પ્રશ્ન કોઈના પણ મગજમાં આવી શકે છે કે ખરેખર ભગવાનની ફરિયાદ દેવીને કેમ કરવામાં આવે છે?

મોટાભાગે લોકો પોતાની માનતા પૂરી ન થવાને કારણે ફરિયાદ કરે છે. તે ઉપરાંત શારીરિક રોગ, ખરાબ પાક કે કોઈ બીજી તકલીફના દોષી પણ ભગવાનને જ બનાવવામાં આવે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે, આ યાત્રામાં મહિલાઓના આવવા ઉપર પ્રતિબંધ છે. અહીં સુધી કે તેઓ આ સમય દરમિયાન પ્રવાસનો પ્રસાદ પણ ગ્રહણ નથી કરી શકતી. લોકોનું માનવું છે કે, મહિલાઓની હાજરી વાતાવરણને બગાડી શકે છે.

દેવી ભંગારામ સાથે એક જૂની દંતકથા જોડાયેલી છે. તે અનુસાર કહેવામાં આવે છે કે, દેવીએ બસ્તરના રાજાને દર્શન આપ્યા હતા. દેવીએ તેમને જણાવ્યું હતું કે, તે રાજ્યમાં પ્રવેશ કરવા માંગે છે. ત્યાર પછી રાજા પોતાની પ્રજા સાથે દેવીના સ્વાગત માટે પહોંચ્યા પણ તે દરમિયાન વાવાઝોડું આવી ગયું. દેવી ઘોડા ઉપર સવાર થઈને પહેલા પુરુષના રૂપમાં આવ્યા ત્યાર બાદ તે સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થયા. કેશકાળની ઘાટીમાં બનેલુ દેવીનું મંદિર દેવીના પ્રગટ થયાનું સ્થાન છે.

આ માહિતી ટીવી9 ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.