અયોધ્યાની ગાયો હવે ‘કોટ’ પહેરીને ફરશે, કારણ જાણીને દિલને ખુબ શાંતિ મળશે

હાલમાં અયોધ્યા વિવાદને લઈને સુપ્રીમ કોર્ટનો છેલ્લો ચુકાદો આવી ગયો છે. આ ચુકાદા પછીથી હવે અયોધ્યા ભૂમિમાં રામ મંદિર કાર્યનું નિર્માણ શરુ થઇ જશે. તેથી બધા રામ ભક્તોનો આનંદ બમણો થઇ ગયો છે. આમ તો અયોધ્યાના લોકોની સાથે સાથે અહીયાની ગયોનું પણ હવે ઘણું જલ્દી ભલું થવા જઈ રહ્યું છે.

તમે એમ પણ કહી શકો છો કે ગાયોના સારા દિવસો શરુ થવાના છે. તાજા સમાચાર એમ છે કે ખાસ કરીને  અયોધ્યાની ગાયો માટે ‘કાઉ કોટ’ બનીને આવવાના છે. એટલે કે અહિયાંની ગાયોની હવે જાળવણી થાય તેના માટે ખાસ કોટ બનાવડાવ્યા છે. હવે તમે ગાયને  ‘કાઉ કોટ’ પહેરેલી જોશો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અયોધ્યાની બેસિંહ આવેલી ગૌશાળામાં લગભગ ૧૨૦૦ ગાયો છે, ત્યાંની દરેક ગાય માટે આ વિશેષ કોટ આવવાના છે. આમ તો આ પ્રક્રિયા કોઈક ચોક્કસ તબક્કામાં પૂરી થશે. એટલે કે સૌ પહેલા ૧૦૦ ‘કાઉ કોટ’ ગાયના વાછરડા માટે બનીને આવશે. ત્યાર પછી બીજી ગાયોને આ સુવિધા મળશે. રસપ્રદ વાત એ છે કે નર અને માદા બંને ગાયો માટે અલગ અલગ ડીઝાઈન વાળા કોટ તૈયાર થશે. આ કોટની કિંમત ૨૫૦ થી ૩૦૦ રૂપિયા સુધીની રહેશે.

હવે તમે વિચારી રહ્યા હશો કે ભાઈસાહેબ ગાયોને કોટની એવી શું જરૂર આવી પડી. તો આવો તેના કારણ પણ જાણી લઈએ. જેવી રીતે કે તમે બધા જાણો છો છે ઠંડીની સીઝન શરુ થઇ ગઈ છે. આવનારા આગામી દિવસોમાં ઠંડી ઘણી વધુ પ્રમાણમાં પડવાની છે, તેવામાં અયોધ્યાની ગાયોને ઠંડીથી બચાવવા માટે ખાસ પ્રકારના ‘કાઉ કોટ’ બનાવડાવામાં આવી રહ્યા છે, તે કોટ પહેર્યા પછી ગાયો કડકડતી ઠંડીથી પોતાને બચાવી શકશે.

આ ‘કાઉ કોટ ત્રણ લેયર માંથી બનેલા હશે. સૌથી ઉપરના લેયરમાં મુલાયમ કપડું લગાવવામાં આવશે, આવી રીતે આ કપડું ગાયોને ખૂંચશે નહિ. ત્યાર પછી અંદર ફોમ અને જુટનું લેયર હશે. તેનાથી ગાયોને ઠંડી નહિ લાગે અને તેના શરીરમાં ગરમાટો જળવાઈ રહેશે. આ ‘કાઉ કોટ’ ના થોડા સેમ્પલ પહેલાથી તૈયાર થઇ ચુક્યા છે.

અયોધ્યા નગર નિગમ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા ખરેખર પ્રસંશનીય છે. આજના જમાનામાં કોણ જાનવરો વિષે આટલું વિચારે છે. ત્યાં સોશિયલ મીડિયા ઉપર પણ આ પગલાની ઘણી પ્રસંશા થઇ રહી છે. લોકોનું કહેવું છે કે વહેલી તકે જ આ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં થવી જોઈએ. જયારે પણ ઠંડી આવે છે ત્યારે આપણે માણસ તો પોતાને ઢાંકીને લઈએ છીએ, પરંતુ આ મૂંગા જાનવરોનું શું?

તે તો પોતાની મુશ્કેલી કોઈ સાથે શેર પણ નથી કરી શકતા. તેવામાં જો તેના વિષે વિચારીએ તો તે ઘણું જ સારું પગલું છે. માત્ર ગાયો જ નહિ પરંતુ બીજા જાનવરોના પણ હીતમાં આપણે કાંઈને કાંઈ કરતા રહેવું જોઈએ. આ કામમાં તમે પણ તમારું યોગદાન આપી શકો છો. તમારા વિસ્તારમાં જાનવરોને ઠંડીથી બચાવવા માટે કોઈ કપડા આપી શકે છે અથવા તેને કોઈ આશરો પણ આપી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.