વિડીયો : એક આંખ વાળી ગાયે લીધો પૃથ્વી ઉપર જન્મ, ભગવાનનો ચમત્કાર માની લોકો કરી રહ્યા છે પૂજા

આજના આધુનિક યુગમાં પણ આપણો ભારત દેશ અવનવી માન્યતાઓથી ભરેલો દેશ માનવામાં આવે છે. અને કોઈ કુદરતી ફેરફાર કે કોઈ બીમારીઓને આપણે ત્યાં અલગ રીતે જોવામાં આવે છે. કોઈ કુદરતી ઘટનાઓને પણ અહી ચમત્કારમાં ગણી લેવામાં આવે છે, અને તેની પૂજા પાઠ અને ઘણી બધી વિધિઓ કરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં જ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે, જે અમે તમારી સામે રજુ કરી રહ્યા છીએ.

ગાયના માલિકે જણાવ્યું કે જન્મ થયો ત્યારથી જ ગાયને જોવા માટે લોકોની ભીડ જામી રહી છે.

પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લામાં એક અચરજ પમાડે તેવી ગાયનો જન્મ થયો. ખાસ કરીને ગાયને માત્ર એક જ આંખ છે. આ વિચિત્ર એવી દેખાતી ગાયને ગામના લોકો ભગવાન સમજીને તેની પૂજા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ઘટના :

એક આંખ વાળી ગાયના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર મોટા પ્રમાણમાં વાયરલ થઇ ગયા છે. વિડીયોમાં ગાયની એક જ આંખ જોવા મળી રહી છે. ગાયનું મોઢું અને નાક પણ સારી રીતે વિકસિત નથી થઇ શક્યા.

લોકો કરી રહ્યા છે ગાયની પૂજા :

ગાયના માલિકે જણાવ્યું કે જન્મ પછી જ ગાયને જોવા માટે લોકોની ભીડ થતી રહે છે. સ્થાનિક લોકો ગાયને ભગવાનનો ચમત્કાર માનીને તેની પૂજા કરી રહ્યા છે.

માણસમાં પણ હોય છે એવી બીમારી :

જણાવવામાં આવી રહ્યું છે કે આ એક પ્રકારની બીમારી છે, જે માણસમાં પણ જોવા મળે છે. આ બીમારીને સાયકલોપિયા (cyclopia) કહે છે. સાયકલોપિયા બીમારીથી પીડિત જાનવર કે વ્યક્તિની આંખોનું રેટીના સારી રીતે વિકસિત ન થવાને કારણે જ સારી રીતે જોઈ શકાતું નથી.

તમને જણાવી દઈએ કે આફ્રિકન દેશ નાઇજીરિયામાં જન્મેલા એક બાળકને સાયકલોપિયા એટલે કે મધ્યનેત્રતાથી પીડિત હતો. આ દુર્લભ જન્મ ભ્રુણના અગ્રમસ્તિષ્કનાં બે ભાગોમાં ન વહેંચાઈ શકવાને કારણે થયું છે. જેના કારણે ફક્ત એક જ આંખ વિકસિત થઇ શકી. એના સિવાય આ બાળકને નાક પણ હતું નહિ. આવું વિષ યુક્ત પદાર્થો અને કેન્સર માટે આપવામાં આવેલી દવાઓના હાઈડોઝને કારણે થયું.

આ ઉપરાંત દુનિયામાં એવા ૧૦ કેસ જોવા મળ્યા છે જેમાં બાળકોએ બે માથા સાથે જન્મ લીધો હતો. અને એમાંથી એક માથું અવિકસિત હતું. ઓપરેશન કરી એને અલગ કરી દેવામાં આવ્યું હતું. પણ એમાંથી ફક્ત ૩ જ એવા કેસ છે જેમાં બાળક જીવિત બચી શક્યા હોય. પણ આપણે ત્યાં એને ચમત્કાર માની ખબર નઈ શું શું કરવામાં આવે છે.

વિડીયો

https://youtu.be/4EKsweB6zeM

 

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.