ગાયના દૂધના આ ગુણ નહિ જાણતા હોય તમે, ગાયના દૂધનું એ ટુ ઝેડ વાંચો, આ એસ્ક્લુઝીવ આર્ટીકલમાં,

ગાયનું દૂધ ગુણોનો ભંડાર છે, આ દુધથી ઘણી બીમારીઓ દુર થાય છે, તે કારણોથી જ ભારતના લોકોમાં ગાય પ્રત્યે અતુટ પ્રેમ, શ્રદ્ધા અને માતૃત્વ ભાવ હોય છે. આજે આપણે જાણીએ દુધના એવા આજાણ્યા ગુણ જે આપણે ક્યારેય સાંભળ્યા જ નથી અને જેના કારણે તે અમૃત સમાન છે.

જીવનભર ગાયનું દૂધ પીવાવાળા વ્યક્તિ કેન્સર જેવા ગંભીર રોગોથી દુર રહે છે. તેનું દૂધ સતત સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ એટલી વધી જાય છે કે ઘણા રોગ નજીક પણ આવતા નથી. પછી ભલે તે ખાંસી હોય, હ્રદય રોગ હોય, પેટના રોગ , પુરુષોના રોગ હોય કે સ્ત્રીઓના રોગ હોય.

ગાયના દુધમાં સોનું :

milk4

ભારતીય જાતિની ગાયની પીઠના હાડકામાં ગાયના દૂધના ગુણો હોય છે. સૂર્યના કિરણો જયારે ગાયના શરીરને સ્પર્શ કરે છે, ત્યારે સૂર્યકેતુ નાડી સૂર્યના કિરણોથી સોનું બની જાય છે. તે કારણે ગાયના દૂધ અને માખણમાં પીળાશ હોય છે.

ગાયના દુધમાં વિષનાશક તત્વ હોય છે. ગાયનું દૂધ પીવાથી શુદ્ધ સોનું શરીરમાં જાય છે, દુધમાં રહેલ પ્રોટીન ‘કેસીન’ ને કારણે તેનો રંગ સફેદ હોય છે. દુધમાં સૌથી વધારે પોષ્ટિક તત્વ છે કેલ્શિયમ અને વિટામીન ડી. કેલ્શિયમ આપણા હાડકા અને દાંતને મજબુત કરે છે અને વિટામીન ડી કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે.

દૂધ કેવું પીવું જોઈએ :

milk5

દુધને વધુ સમય સુધી ગરમ ન કરવું જોઈએ. પાતળા લોકોએ મલાઈવાળું અને જાડા લોકોએ મલાઈ કાઢેલું દૂધ પીવું જોઈએ. ગાયનું અડધો કિલો દૂધ પોતાના વિશેષ ગુણોને કારણે ૨૫૦ ગ્રામ માંસ અને ત્રણ ઈંડાથી વધુ શક્તિદાયક છે. દૂધ સંપૂર્ણ આહાર છે. તેમાં તમામ પ્રકારના જીવન જરૂરી પદાર્થ હોય છે.

દૂધ પીવાનો સમય :

હંમેશા લોકો દૂધ રાત્રે પીવે છે, પણ દૂધ પીવાનો સૌથી ઉત્તમ સમય સવારનો છે. દૂધનું યોગ્ય પાચન સૂર્યની ગરમીથી થાય છે. પ્રયત્ન કરો કે રાતને બદલે દૂધ સવારે જ પીવો. અને રાત્રે પીવું હોય તો સુવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા પીવો.

તાજા દુધના ફાયદા :

milk1

તાજું નીકળેલ દૂધ ગાળીને ગરમ કર્યા વગર સાકર કે મધ અને પલાળેલ સુકી દ્રાક્ષનું પાણી ભેળવીને પીવાથી ૪૦ દિવસમાં વીર્ય શુદ્ધ થાય છે. આંખોની દ્રષ્ટિ, યાદ શક્તિ વધે છે. ખંજવાળ, સ્નાયુની નબળાઈ, બાળકોનો સુખો રોગ, ક્ષય રોગ (ટી.બિ.) હિસ્ટીરિયા, હ્રદયના ધબકારા વગેરેમાં ઉપયોગી છે. તે નાના નાના બાળકો માટે ખુબ ફાયદાકારક છે.

વધુ ઉકાળવાથી થાય છે પોષ્ટિક તત્વનો નાશ.

દૂધ હંમેશા તાજું જ પીવું જોઈએ, જો એ શક્ય ન હોય તો દૂધ ગરમ કરીને પીવો, દૂધને વધુ ઉકાળવું જોઈએ નહિ, વધુ ઉકાળવાથી દુધમાં જરૂરી પોષક તત્વ નાશ થઇ જાય છે. દુધને ઊંધું ચતું કરવાથી ફીણ બનાવીને પીવું જોઈએ, આ ફીણ ખુબ ફાયદાકારક હોય છે.

ખાંડ ભેળવવાથી નુકશાન :

દૂધમાં ખાંડ ન ભેળવવી જોઈએ. ખાંડ ભેળવવાથી દુધમાં રહેલ કેલ્શિયમ નાશ થઇ જાય છે. દુધમાં કુદરતી મીઠાશ હોય છે, થોડા દિવસ સુધી વગર ખાંડનું દૂધ પીશો તો દુધની કુદરતી મીઠાશ આવવા લાગશે. જો ગળ્યું ઉમેરવું હોય તો તમે ફળોનો રસ, સુકી દ્રાક્ષને પલાળીને તેનું પાણી, ગ્લુકોઝ, શેરડીનો રસ ઉમેરી શકો છો. બુરું ખાંડ કે સાકર ભેળવેલ દૂધ વીર્યવર્ધક અને ત્રિદોષ નાશક હોય છે.

જેમને દૂધ પચતું ન હોય :-

જે લોકોને દૂધ પચતું નથી તે લોકો દુધમાં એક પીપર કે મધ નાખીને પીવો, તેનાથી વાયુ નહી બને. દૂધ તરત પચશે, દૂધ જો બાળી કરે છે તો આદુના ટુકડા કે સુંઠનું ચૂર્ણ અને સુકી દ્રાક્ષ ભેળવીને સેવન કરો.

ક્યા રોગોમાં દૂધ ન પીવું જોઈએ :

ખાંસી, દમ, દસ્ત, પેચીશ, પેટના રોગો અને અપચો વગેરે રોગોમાં દૂધ ન પીવું જોઈએ. આ રોગોમાં તાજી છાશ (મઠો) પીવી જોઈએ. ઘી પણ આ રોગોમાં ન લેવું જોઈએ.

આયુર્વેદમાં જો દૂધ કહેવામાં આવે તો તેને ભારતીય ગાયનું દૂધ સમજવું જોઈએ. અને કોઈ બીજા જીવનું દૂધ હોય તો તે જુદી રીતે જણાવવામાં આવે છે જેમ કે ભેંશનું દૂધ, બકરીનું દૂધ વગેરે.