ગુગલ માય બિઝનેસથી દુકાનદાર સરળતાથી ઓનલાઈન સ્ટોર ખોલી શકશે જાણો વિગત

ગૂગલ શોપિંગને ગયા વર્ષે ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવ્યું હતું. આમાં ગ્રાહકને કોઈ પણ ઉત્પાદન માટે સર્ચ કરવા પર તેની સાથે જોડાયેલ ઑફર્સ, ઉત્પાદન અને તેની દુકાનમાં ઉપલબ્ધતાની જાણકારી સરળતાથી મળી જાય છે.

નાના અને મધ્યમ કારોબારીઓને સરળતાથી ઓનલાઈન સ્ટોર ખોલવાની સુવિધા આપવા માટે ગૂગલ ‘માય બિઝનેસ’ ફીચર રજૂ કરવા જઈ રહી છે. જેને કંપનીની ગૂગલ શોપિંગ સેવા અંતર્ગત વિકસિત કરવામાં આવી છે. ગુગલ શોપિંગના ઉપાધ્યક્ષ (ઉત્પાદન પ્રબંધક) સુરોજીત ચટર્જીએ કહ્યું કે, કારોબારીઓને ખરીદકર્તા સાથે જોડાવા માટે કંપની હવે નવા ફીચર ‘ગૂગલ માય બિઝનેસ’ (જીએમબી) ને રજૂ કરી રહી છે.

એ અનુસાર કોઈ પણ છૂટક વેપારી પોતાનો ઓનલાઈન સ્ટોર ખોલી શકશે અને ઓનલાઇન સામાન શોધવાવાળા લાખો ખરીદી કરનારને જોડી શકશે. આ સેવા મુજબ ગમે ત્યારે કોઈપણ દુકાનદાર પોતાની દુકાનમાં હાજર વસ્તુનો ફોટો પોસ્ટ કરશે, તો તે ઉત્પાદન પોતાની જાતે જ ગૂગલ શોપિંગના સર્ચમાં ઉત્પાદન સૂચિની રીતે જોવા મળશે.

ભારતમાં શરૂઆત :

આના માધ્યમથી ગૂગલ ૨૦,૦૦૦ થી વધુ સ્થાનિક દુકાનદારોને જીએમબી મંચ પર લાવી ચુકી છે. તેમને આ ફીચર ઉપલબ્ધ કરવામાં આવી ચૂક્યું છે, અને ભારતીય દુકાનદારોને નવા વર્ષની શરૂઆતમાં આની સેવા મળવા લાગશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં ગુગલ શોપિંગને ભારતીય બજારમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેના વડે ગ્રાહક કોઈપણ ઉત્પાદન સર્ચ કરે તો, તે ઉત્પાદન અને તેની સાથે જોડાયેલ ઓફર અને જે તે ઉત્પાદન દુકાનોમાં ક્યાં મળશે તેની જાણકારી સરળતાથી મળી રહે છે.

કંપનીએ કહ્યું કે, ભારત ગૂગલ શોપિંગ ફિચરનો ઉપયોગ કરવાવાળા પ્રમુખ દેશોમાંથી એક બની ગયું છે. વધારે ગ્રાહક સાથે જોડાવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગો આ સેવાનો ઉપયોગ જમાવીને કરી રહ્યા છે.

ગૂગલ શોપિંગ મંચ પર વધારે ઓફર :

ચટર્જીએ કહ્યું, “ગયા વર્ષે ગૂગલ શોપિંગને ભારતીય બજારમાં ઉતાર્યા પછી એમાં ઘણી ઝડપે વધારો નોંધ્યો છે. ભારતીય ગ્રાહક હંમેશા અમારા મંચ પર ખરીદી કરવાના અનુભવને જણાવે છે, અને બીજા અન્ય બજાર(ઇ વાણિજ્ય) મંચ પર વિતાવેલ સમયની તુલનામાં અહીં વિતાવેલ સમય વધારે છે.

ચટર્જીએ કહ્યું કે, હવે ગૂગલ શોપિંગ મંચ પર ૨૦ કરોડથી વધુ ઓફર ઉપલબ્ધ છે. અમારી સાઇટ પર ખરીદી કરવા માટે કરેલ શોધખોળની સંખ્યામાં વધારો નોંધાયો છે. નાના અને મધ્યમ કારોબારની વેબસાઈટ પર સૂચિબદ્ધ ઉત્પાદનો ગ્રાહક સુધી પહોંચાડવાના મામલામાં ૩૦% વધારો નોંધાયો છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.