ક્રેડીટ કાર્ડ વાળા ની ઉઘાડી લુંટ થી બચવા આ જ્ગ્યાયો પર ક્યારેય સ્વાઇપ નાં કરો ક્રેડીટ કાર્ડ

આ કામો માટે ક્યારેય ના વાપરો ક્રેડિટ કાર્ડ… પડશે મોંઘુ

કેટલીક વાર તમારે જ્યાં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનો હોય છે ત્યાં તમે ભૂલથી ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાવો છો જેનાથી તમને નુકશાન જ થાય છે. તો ચાલો જાણીયે કે ક્યાં-ક્યાં તમારે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ ના કરાવવું જોઈએ…

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો કદાચ તમે પણ સતત વધતાં જતા ટેક્સ અને વધારાના ચાર્જ થી મુશ્કેલી અનુભવતા હશો. કેટલીક વાર તમારે જ્યાં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનો હોય છે ત્યાં તમે ભૂલથી ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાવો છો અને તેનાથી તમારા ક્રેડિટ કાર્ડ નું બિલ વધવા સિવાય બીજું કઈ થતું નથી. તો ચાલો આજે જાણીયે કે કઈ જગ્યાઓ પર ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

1. ઓછા ખર્ચ માટે..

આ ભલે તમને ઘણું સુવિધાજનક લાગે કે એક કોફી ડેટ અથવા નાના ડીનર માટે અથવા બિગ બજાર જેવા કોઈ સ્ટોરમાંથી નાની ખરીદી કરતા સમયે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી દેવામાં આવે, પરંતુ આવું નાં કરવું જોઈએ. પહેલી વાત તો એ કે દરેક નાની જગ્યા પર ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ તમને જરૂરિયાત થી વધુ ખર્ચ કરવા માટે પ્રેરિત કરી શકે છે અને બીજી વાત એ કે કેટલીક વાર ક્રેડિટ કાર્ડ ને નક્કી કરેલી મર્યાદા થી ઓછું સ્વાઇપ કરવા થી તમારે પ્રોસેસીંગ ફી 2% થી વધુ દેવી પડી શકે છે. એટલે કે એ તમારે ટેક્સબિલ પર અને સ્વાઇપ કરતી વખતે પણ વધારાના પૈસા ચૂકવવા પડશે.

2. કોઈ પણ પ્રકારના ઉધારની ચુકવણી માટે…

જો તમે કોઈ ઉધાર લીધું છે, કોઈ લોન લીધી છે અથવા કોઈ અન્ય ક્રેડિટ કાર્ડનું બિલ છે અને તમારી પાસે તે મહિને રોકડ રકમ ની ઉણપ છે તો તે ચુકવણી માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગ થી પણ તમારે બચવું જોઈએ. તેનાથી એ થાય છે કે તમે તમારા ઉધાર પર ટેક્સ આપો છો, પછી તમે તમારા ક્રેડિટ કાર્ડના બિલ પર ટેક્સ આપો છો અને જો તમે એક વાર માં ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવી ના શક્યા તો તમે બીજી વાર ટેક્સ આપો છો. સાથે જ તેનાથી તમારા ક્રેડિટની વેલ્યુ પર પણ અસર પડે છે.

3. ક્રેડિટ કાર્ડથી રોકડ રકમ ઉપાડવી…

જો તમારા ક્રેડિટ કાર્ડમાં કેશ એડવાન્સ નો વિકલ્પ હોય તો ભૂલથી પણ તેનો ઉપયોગ ના કરશો અને ક્રેડિટ કાર્ડ ના માધ્યમ થી ડેબિટ કાર્ડના ખાતા માં પૈસા નાખવાનું પણ ના વિચારશો. એમાં એવું થાય છે કે જે વ્યાજ તમે સામાન્ય રીતે ચૂકવો છો તેનાથી બે ગણું અને કેટલીક જગ્યાએ ત્રણ ગણું વ્યાજ આપવાનું હોય છે. જેટલા પણ પૈસા તમે ઉપાડ્યા હશે તેના પર 24 થી 48 % સુધી વ્યાજ લાગશે.

4. મેડિકલ બિલ…

મોટા ભાગે મેડિકલ બિલ એટલું હોય છે કે ક્રેડિટ કાર્ડથી ચુકવણી થઈ જાય છે. જો મેડિકલ બિલ ઓછું હોય તો તમે એને ડેબિટ કાર્ડ અથવા ચેક થી દેવાનો પ્રયત્ન કરો. ક્રેડિટ કાર્ડથી પણ જો આપી રહ્યા છો તો એક જ વાર માં ચુકવણી કરો અને ક્રેડિટ કાર્ડનું બિલ જલ્દી ચૂકવવાનો પ્રયત્ન કરો. જો એવું નહિ કરો અને મેડિકલ બિલ ક્રેડિટ કાર્ડના ઈએમઆઈ પર રાખશો તો તમારું વ્યાજ જરૂર કરતા વધારે વધી જશે. એવો પ્રયત્ન કરો કે મેડિકલ બિલ એક અથવા બે વાર માં આખું ચૂકવી આપો.

5. ઘરના બિલ…

વીજળી, પાણી, ફોન વગેરેનું બિલ જો ક્રેડિટ કાર્ડથી ચૂકવો છો તો આ આદત જલ્દી છોડી દો. આ આદતના લીધે તમે વધારે પડતું વ્યાજ ચૂકવવા માટે મજબુર થઈ જશો. આ બિલને ડેબિટ કાર્ડના ભરોસે છોડી દો અને ઓટો પેમેન્ટ ડેબિટ કાર્ડથી જ કરો.

6. પેટ્રોલ ભરાવવા માટે…

પેટ્રોલને આમ તો જીએસટી ના દાયરાથી બહાર રખાયું છે પરંતુ ક્રેડિટ કાર્ડનું ટેક્સ તો છે. જો તમે ડેબિટ કાર્ડથી પેટ્રોલ ખરીદો છો તો પણ તમારા માટે સરળ રહેશે પરંતુ જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેના પર જીએસટી લાગશે. તમે પેટ્રોલ ખરીદશો તે તમારા ક્રેડિટ કાર્ડના બિલ માં ઉમેરાશે પછી તમારા વણચુકવાયેલ રકમ પર 18% ટેક્સ લાગશે. તો જો તમને પેટ્રોલ ક્રેડિટ કાર્ડથી ભરાવવાની આદત હોય તો તેને બદલી દેવી જોઈએ.

7. જો તમે તમારા ક્રેડિટ કાર્ડથી પ્રોપર્ટી ટેક્સ વગેરે દેતા હોય તો પહેલા તો મર્યાદા પુરી થાય છે તમારા ક્રેડિટ ની અને પછી તમારા ક્રેડિટ સ્કોર ને પણ નુકશાન થાય છે. આનો અર્થ એમ થાય છે કે તમને લોન લેવા વગેરે માં મુશ્કેલી થશે.

8. કોઈ પણ પ્રકારના ડાઉન પેમેન્ટ…

ઘર, ગાડી અથવા કઈ બીજું… કોઈ પણ પ્રકારના ડાઉન પેમેન્ટને ક્રેડિટ કાર્ડથી આપવાથી બચો. તમે ઈએમઆઈ ક્રેડિટ કાર્ડથી લઇ શકો છો (એ વાત સાચી છે કે, ડેબિટ કાર્ડથી લેવું વધારે યોગ્ય રહેશે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો), પરંતુ ડાઉન પેમેન્ટ માટે જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારી ડેબિટ આવક નો ગુણોત્તર બદલાઈ જશે અને તમારા ક્રેડિટ સ્કોર પર પણ અસર પડશે.
આમ તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અવાર નવાર થયી જાય છે, પરંતુ ખરીદી વગેરે માં કરો, ઘરનું બિલ, ટેક્સ, પેટ્રોલ વગેરે વસ્તુઓ માટે આ કાર્ડ નો ઉપયોગ ના કરવો જોઈએ.

વિડીયો