કાગડાઓને પહેલા જ થઇ જાય છે ભવિષ્યની ઘટનાઓનો આભાસ, આપે છે તમને આ પાંચ મોટા સંકેત

ક્યારે ક્યારે કાગડો અચાનકથી તમારા ધાબા ઉપર કે ઘરે આવી જાય છે અને બોલવા લાગે છે. એટલે તમે કહો છો કે કદાચ કોઈ મહેમાન આવવાનું લાગે છે. પહેલાના જમાનામાં જો કાગડો ઘરના છાપરા ઉપર આવીને બોલવા લાગતો હતો, તો માનવામાં આવતું હતું કે મહેમાન આવવાના છે. એ માન્યતા આજે પણ ઘણા લોકો માને છે. કાગડાને અતિથીના આગમન સૂચક અને પિતૃનું આશ્રય સ્થળ માનવામાં આવે છે. એટલે આજે અમે તમને કાગડાઓ સાથે જોડાયેલી થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જો કે તમે આ પહેલા નહી જાણતા હોવ. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું છે વિશેષ?

માનવામાં આવે છે કે જયારે અમૃતની વહેંચણી થઇ રહી હતી, ત્યારે કાગડાએ પણ થોડુ એવું અમૃત ચાખી લીધું હતું. જેને કારણે જ કાગડા અમર થઇ ગયા. શાસ્ત્રો મુજબ કાગડાનું સ્વભાવિક મૃત્યુ નથી થઇ શકતું અને કોઈપણ ઘરડામાં ઘરડો કાગડો પણ મરી નથી શકતો. એટલે કાગડાના આવવાથી ઘણા પ્રકારની વસ્તુનું અનુમાન લગાવવામાં આવી શકે છે. શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે કાગડાને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થઇ જાય છે, અને તેનાથી માણસ પણ સતર્ક થઇ શકે છે.

કોણ આપે છે આ સંકેત :

તો આવો હવે અમે તમને કાગડા સાથે જોડાયેલા થોડા એવા સંકેત વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમે એના વિષે સરળતાથી સમજી શકશો અને પોતાને સતર્ક કરી શકો છો.

૧. જો કાગડા તમારા ચરણ સ્પર્શ કરે તો.

જો તમે સવારે સવારે ક્યાંક જઈ રહ્યા હોવ અને અચાનકથી એક કાગડો ઉડતો ઉડતો આવે અને તમારા ચરણને સ્પર્શ કરી લે, તો તેનો અર્થ એ થયો કે તમને જીવનમાં મોટી સફળતા મળવાની છે. અને તમારું જીવન એક નવી દિશા તરફ વળવાનું છે. એટલે એ ઘણો જ શુભ સંકેત માનવામાં આવે છે.

૨. જો કાગડો ચરકી જાય તો :

જો તમે ક્યાંક બેઠા કે ઉભા છો અને કાગડો તમારા ખંભા કે માથા ઉપર ચરકી જાય, તો તે મોટો અશુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ એવું થવાથી વ્યક્તિને ખરાબ દિવસોનો સામનો કરવો પડે છે, અને તેમનું જીવન આવનારા થોડા સમય સુધી ઘણું પીડાદાયક રહે છે.

૩. જો કાગડો ધાબા ઉપર દક્ષીણ તરફ આવી જાય તો :

જો કાગડો તમારા ધાબા ઉપર આવી જાય અને દક્ષીણ તરફ મોઢું રાખીને બોલવા લાગે, તો તેનો અર્થ છે કે તમારા કુટુંબમાં કોઈ સભ્યનું મૃત્યુ થવાનું છે. અને તે ઘણો ખરાબ સંકેત માનવામાં આવે છે.

૪. જો પાણી પીતો કાગડો જોવા મળે તો :

જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તામાં તમને કોઈ કાગડો કોઈ વાસણ માંથી પાણી પીતો જોવા મળે છે, તો તમારા માટે તે શુભ સંકેત હોઈ શકે છે. એવું દેખાવા ઉપર તમને ધનલાભ થઇ શકે છે.

૫. જો કાગડાના મોઢામાં કોઈ ટુકડો જોવા મળે તો :

જો તમને કાગડાના મોઢામાં રોટલી કે માંસનો ટુકડો જોવા મળે, તો તમારા મારે તે શુભ સંકેત હોઈ શકે છે. એવું થવાથી તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થઇ શકે છે, અને તમારો આવનારો સમય ઘણો જ સારો પસાર થવાનો છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)