કટિંગથી ડોડી ઉછેરવાનો શ્રેય જાય છે આ ગુજરાતીને, આયુર્વેદ યુનિવર્સિટીવાળા પણ ચોંકી ગયા.

ડોડીએ ઘેલું કર્યું ગુજરાત :

આજ થી 25 વર્ષ પહેલાં એક દિવસ એક મિત્ર મળ્યા. સાવ સાદા ને સામન્ય પહેરવેશ. જેમણે મને વનસ્પતિ એવી એક વસ્તુ ની ભેટ આપી કે જેને મારા પર્યાવરણ ના કાર્ય નો રસ્તો જ બદલી દીધો.

ઘટના એવી હતી કે મારે અમારા વિસ્તાર ની ફોરેસ્ટ ની સંશોધન વિભાગ ની નર્સરી ની મુલાકાત જવાનું થયું. મિત્રો ફોરેસ્ટ ના ઘણા વિભાગો છે, સામાન્ય, વિસ્તરણ, સનશોધન, વાઈલ્ડ લાઈફ, સેન્ચુરી વગેરે. એટલે આ વસ્તુ મારે નવી હતી. અમારે મન ફોરેસ્ટ એટલે એક વિભાગ. એના RFO મળવાનું હતું. બગીચા માં એક મેં ઉપર કહ્યા તેવા ભાઈ કામ કરે. મેં કહ્યું કરશનભાઇ RFO ને મળવું છે.

આ ભાઇ ને મેં સાઇકલ ઉપર અમારા રોડ ઉપર થી પસાર થતા ઘણી વખત જોયેલા. મારે મન કોઈ કર્મચારી હશે. RFO એટલે સાહેબ. એ વખતે એમના રોફ કોઈ પોલિશ અધિકારી થી ઓછો ના હોય. કડક છાપ ને રુવાબદર અવાજ હોય એવું અમારું માનવું. કેમકે ફોરેસ્ટ સાથે બહુ માપનો પરિચય. (આજે તો આખો બનાસકાંઠા ના ફોરેસ્ટ ના મોટાભાગ ના અધિકારી ને કર્મચારી મિતરો ઓળખે).

આ ભાઈ એ સાવ સામાન્ય રીતે કહ્યું હુંજ કરશનભાઇ RFO. ને હું ચકરાઈ ગયો. સાયકલ પર ફરતો માણસને ગાર માટી થી ખરડાઈ ને માટી નો માનવી બનનાર RFO હોય.

પછી તો એ માટી ને તરું ના માનવી સાથે એવી જામી કે ઘર જેવા સબન્ધ થયા. અડધી રાતે બીજ જોઈએ કે કટિંગ કે કોઈ વૃક્ષ નું કામ હોય, હનુમાનજી ની જેમ હાજર. એ વ્યક્તિ નો વૃક્ષ પ્રેમ કેટલો કે રીટાયર થયાં પણ રાણપુર નર્સરી માં કેટલુંક કામ બાકી. હવેથી. એ માણસ ત્યાં 3500 ના માનદ પગાર થઈ 3 વર્ષ કામ કરી એ ઉત્તર ગુજરાત ની બેસ્ટ સનશોધન નર્સરી બનાવી. આજે નવા અધિકારી મિત્રો એ તો એને શણગારી દુલ્હન જેવી બનાવી છે.

પણ પાયા માં આ કરશન પટેલ. એવો માણસ મને હજું મળ્યો નથી. ઝાડ ઉપર ચડી ને પાન કે બિજ જે જોઈએ તે લાવી આપે. આજેય 65 વર્ષેય જુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ ને એકદમ બાળક જેવો સ્વભાવ. કોઈ ભેદભરમ નહીં. નાના બાળક જેવી સહજતા.

એમને મને શીખવી કટિંગથી વૃક્ષ વેલા ઉછેરવાની ક્રિયા. હું બીજથી ડોડી ઉંચેરું. ત્યારે એટલું બધું માહીતી નહોતી. કિશોર ભાઈ ભટ્ટ ને હું બે જણા બીજ ની આપ લે કરીએ. પોસ્ટ મારફતે બીજ મોકલી.

ડોડી ને પાયા માં વિસ્તાર કરવા માં અમે બન્ને જણ. ઓગડીયા સર્વિસ માં બીજ આવે. ને પ્રમુખ શેરો માં જાય. ડોડીના રોપ મોકલવાનું સાધન એટલે બસ. ગુજરાત એસટી.

મોટાભાગ ના કાંડક્ટરો ખૂબ સારા. આજના જેટલા રૂપિયે અમીર નહીં પણ દિલ ની અમીરાત. ખૂબ ઊંચી. એ વખત ના માનવીઓ કંડકટર હોય કે પેસનજરને પણ આપીએ તો લઇ જાય ને સામે વ્યક્તિ ને મળી જાય.

એમને મને પહેલી વખત ડોડી ને કટિંગ થી વાવવાનું શીખવ્યું. હું માનતો જ ના હતો કે ડોડી કે નીલગીરી કટિંગ થી થઈ શકે? એમના સથવારે તો પછી મોટી બીજ બેન્ક ખોલી.

મહેસાણા ના સ્વ. વિજય પટેલ જોડાયા. કોથળા ભરી બીજૉ મળવાનું શરૂ થયું. 2008 પછી પણ ડોડી પ્રત્યે મારો અહોભાવ વધારવાનું કામ કરશનભાઇ પટેલ ને લીધે. કેમકે બીજ કાચા હોવાથી ઉગવાનો દર સાવ સામાન્ય રહેતો. (મોટા ભાગે બીજ ભેગા કરનારને કયારે બીજ લેવા તે યોગ્ય સમય ની ખબર ના હોય. ડોડી પાકી જાય તો બીજ ફાટી ને હવામાં ઉડી જાય. કાચું ઉતારો તો ઉગવાનો દર નીચો.)

જ્યારથી કટિંગ કરી વાવેતર કર્યું ત્યારથી લાગબગ 85% જેટલો જમીં નેશોન આવવા લાગ્યું.

આ સમય દરમ્યાન 2009 માં જામનગર મુકામે મને અમરજીત સિંહ નામના એક બીજા મિત્ર નો ભેટો થયો. તેમને આયુર્વેદ યુનિ. માં વાત કરી તો યુનિ. વાળા કટિંગ થી ડોડી થાય જ નહીં તે વાત પર ચકમક થઈ.

અમારા ખર્ચે કરશનભાઇ ને જામનગર લઈને પોગ્રામ કર્યો. મારા જીવન માં પહેલી વાર જામનગર માં મંચ પર મુખ્ય મહેમાન ના રૂપ માં બેસવાનું અને પ્રસંગિક પરવચનપવાનું બન્યું. આયુર્વેદ ના કોલેજ ના vc સાથે.

મિત્ર અમરજીત સિંહ ના કારણે. પછી તો તેમને જામનગર ના મહિલાઓ માટે મારો પહેલો કાર્યક્રમ રાખ્યો. જેનું ટાઇટલ હતું હાઉ ટુ કુક વિથ આયુર્વેદ. 2010. મંચ પર એક વકતા તરીકે આખો દિવસ બોલવાનો પહેલો પ્રસંગ. પછી તો અવિરત સેવા ચાલુ રહી. જે જુદા જુદા રાજ્યો માં 5 દિવસ ની યોગ ને આયુર્વેદ કૃષિ શિબિરો સુધી વિસ્તરી. જેની વાત ફરિ કયારેક.

આજે તો ઘણી બીજ બેન્ક કામ કરે. ઘણા ડોડી માટે કામ કરનાર મિત્રો આગળ આવ્યા ને ડોડી બચાવો અભિયાન સફળ થયું.

(ફોટા માં લેંઘો જબ્બો વાળા અલગારી કરશનભાઇ. નિવૃત RFO.)

– વૈદ્ય જીતુભાઇ.