આ વ્યક્તિ બની ગયા દેશના બીજા નમ્બર ના સૌથી અમીર એમની સંપત્તિ થઈ 1.27 લાખ કરોડ

ડી-માર્ટની પેરેન્ટ કંપની એવન્યુ સુપરમાર્કેટના માલિક રાધાકૃષ્ન દમાની દેશના બીજા સૌથી અમીર માણસ બની ગયા છે. શુક્રવારે દમાનીની સંપત્તિ 1.27 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઈ. બુધવારે જ દમાની 5 માં સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. કંપનીમાં દમાની પરિવારના 80% શેર છે.

5 ફેબ્રુઆરીએ તેમણે શેર હોલ્ડિંગ ઘટાડીને 77.27 % કરવાની જાહેરાત કરી. એનાથી શુક્રવારે કંપનીના શેર તો ફક્ત 0.5% ઉછળ્યા, પણ અન્ય કંપનીઓમાં તેમના શેરની વેલ્યુ વધવાથી સંપત્તિમાં 400 કરોડ રૂપિયાનો વધારો થયો. છેલ્લા ત્રણ દિવસોમાં તેમની સંપત્તિ 1 હજાર કરોડ રૂપિયા વધી ચુકી છે.

3 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ હમણાં 8.31 લાખ રૂપિયા થઈ જતે :

શેર બજારમાં દમાનીની કંપની ‘એવન્યુ સુપરમાર્કેટ’ નું લિસ્ટિંગ 21 માર્ચ 2017 ના રોજ થયું હતું. ત્યારે કંપનીની કુલ પુંજી 39 હજાર કરોડ રૂપિયા હતી. ત્યારે કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો ડિવિડેંડ અને અન્ય દરેક લાભ મળીને રોકાણની રકમ હવે 8.31 લાખ રૂપિયા થઈ જતે.

દમાનીએ 2002 માં પહેલો રિટેલ સ્ટોર ખોલ્યો હતો, હવે છે 200 :

65 વર્ષના દમાની 2002 માં રિટેલ બિઝનેસમાં ઉતાર્યા અને મુંબઈમાં પહેલો રિટેલ સ્ટોર ખોલ્યો. હવે 200 સ્ટોર છે, જેની 1.5 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ છે. રિટેલ બજારમાં ઉતરતા પહેલા તેમની ઓળખ શેર બજારમાં દિગ્ગજ રોકાણકારના રૂપમાં હતી, જે હજી પણ છે. પણ તે શરૂઆતથી જ પોતાને લો પ્રોફાઈલ રાખતા આવ્યા છે. ભારતના વોરન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાના મેંટર પણ દમાની જ છે. તે ઘણી અલગ અલગ સેક્ટરોની કંપનીઓના મોટા શેર ધારક છે.

તેમાં ઈંડિયા સિમેન્ટ, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, બ્લુડાર્ટ, સિનેપ્લેક્સ કંપનીઓ અને અમુક તમાકુ કંપનીઓ શામેલ છે. હકીકતમાં તેમના પિતા પણ સ્ટોકબ્રોકર હતા, એટલા માટે બાળપણથી તે શેર બજારની ઝીણવતતા શીખવા લાગ્યા હતા. દશકો સુધી શેર બજારમાં રોકાણ કરતા રહ્યા પછી તે એવન્યુ સુપરમાર્કેટ લઈને આવ્યા. 2017 માં કંપનીના લિસ્ટિંગના સમયે તેમની સંપત્તિ 16.4 હજાર કરોડ રૂપિયા હતી.

આ છે ભારતના ટોપ પાંચ અમીર કારોબારી :

મુકેશ અંબાણી દેશના દિગ્ગજ કારોબારીઓની યાદીમાં ટૉપ પર બની રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 4.13 લાખ કરોડ રૂપિયા છે. 1.27 લાખ કરોડની સંપત્તિ સાથે દમાની બીજા સૌથી અમીર કારોબારી બની ગયા છે. ત્રીજા સ્થાન પર અદાણી ગ્રુપના ગૌતમ અદાણી છે. ગૌતમની કુલ સંપત્તિ 1.11 લાખ કરોડ રૂપિયા છે. 1.06 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે કોટક ગ્રુપના ઉદય કોટક ચોથા સ્થાન પર અને 1.04 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એચસીએલ ટેક્નોલોજીના શિવ નાડર પાંચમા સ્થાન પર છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.