‘દબંગ’ ડાયરેક્ટર અભિનવ કશ્યપે લગાવ્યા સલમાન ખાનના પરિવાર ઉપર કરિયર બરબાદ કરવાના ગંભીર આરોપ

સાચા દબંગ ડાયરેક્ટર અભિનવ કશ્યપે ખાન પરિવાર ઉપર લગાવ્યા ખૂબ જ ગંભીર આરોપો.

બોલીવુડ એક્ટર સુશાંત સિંહના મૃત્યુ પછી ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ પર એકવાર ફરીથી વિવાદ છેડાઈ ગયો છે. ઘણા કલાકારોએ આ મુદ્દા પર પોતાની વાત સામે રાખી છે. હવે ડાયરેક્ટર અભિનવ કશ્યપે પણ એક ફેસબુક પોસ્ટ દ્વારા સલમાન ખાનના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યો છે.

અભિનવ સિંહ કશ્યપે જ વર્ષ 2010 માં દબંગ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા સલમાન ખાનના પરિવાર પર તેમનું કરિયર બરબાદ કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહિ તેમણે સલમાન ખાનના પરિવાર પર માનસિક ત્રાસનો પણ આરોપ લગાવ્યો છે.

અભિનવ કશ્યપે લખ્યું, ‘મારો અનુભવ પણ આ બધી વસ્તુઓથી અલગ નથી રહ્યો અને મેં પણ શોષણ સહન કર્યું છે. 10 વર્ષ પહેલા ‘દબંગ 2’ ના મેકિંગમાંથી મારા અલગ થવાનું કારણ અરબાઝ ખાન અને સોહેલ ખાન હતા. તે પોતાના પરિવાર સાથે મળીને મારા કરિયર પર કંટ્રોલ કરવા માંગતા હતા, અને મને ઘણો ડરાવ્યો-ધમકાવ્યો પણ હતો. અરબાઝે મારા બીજા પ્રોજેક્ટ પણ બગાડી નાખ્યા જે શ્રી અષ્ટવિનાયક ફિલ્મ્સ (Shree Ashtavinayak Films) ના હતા.

તેમણે આગળ લખ્યું – એટલું જ નહિ તેમણે કંપનીના હેડ મિસ્ટર રાજ મેહતાને મારી સાથે કામ કરવા પર ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી. પછી તેમણે Viacom પિક્ચર્સ સાથે પણ એવું જ કર્યું. આ વખતે સોહેલ ખાને ચાલ ચાલી હતી. તેમણે ત્યાંના સીઈઓ વિક્રમ મલ્હોત્રાને ધમકી આપી અને મારા પ્રોજેક્ટ બંધ કરાવી દીધા. મેં સાઈનિંગ ફી 7 કરોડ 90 લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા આપ્યા. ત્યારબાદ મને બચાવવા માટે રિલાયન્સ એન્ટરટેનમેન્ટ સામે આવ્યું અને અમે ભાગીદારીમાં ‘બેશરમ’ પર કામ કર્યું.

તેમણે જણાવ્યું કે, આ ફિલ્મ અટકાવવા માટે પણ સલમાન ખાનના પરિવારે ઘણું જોર લગાવ્યું હતું. આ બધાને કારણે તે ટેંશનમાં રહેવા લાગ્યા અને તેમના પરિવારમાં ક્લેશ વધી ગયો. આ કારણે તેમનો પરિવાર છૂટો પડી ગયો અને તેમના છૂટાછેડા થઈ ગયા.

અભિનવ કશ્યપે એ જણાવ્યું કે, કઈ રીતે કાસ્ટિંગ કંપનીઓ નવા ટેલેન્ટને પોતાની જાળમાં ફસાવે છે. તેમનું કહેવું છે કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પાછળ પણ કોઈનો હાથ જરૂર છે. તેમણે સુશાંત સિંહની આત્મહત્યાના કેસની તપાસ કરવાની અપીલ પણ કરી છે.

અભિનવ કશ્યપની તે પોસ્ટ તમે અહીં વાંચી શકો છો.

My appeal to the Government to launch a detailed investigation. Rest in peace Sushant Singh Rajput… Om Shanti.. But…

Posted by Abhinav Singh Kashyap on Monday, June 15, 2020

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.