ફ્રી નથી હોતું ડેબીટ કાર્ડ, વસુલ કરવામાં આવે છે મોટી રકમ.

જો તમારી પાસે પણ છે ડેબીટ કાર્ડ તો આ સમાચાર જાણવા તમારા માટે ઘણા જરૂરી છે. એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે ડેબીટ કાર્ડ રાખવા ઉપર વધારાનો ચાર્જ આપવાનો રહે છે. જો તમારી પાસે જુદા જુદા ૨-૩ કાર્ડસ છે તો તે ચાર્જ તમારા ખિસ્સા ઉપર વધુ ભારે પડી શકે છે.

ડેબીટ કાર્ડ ઉપર લગતા આ ચાર્જ તેના પ્રકાર અને તમે કેટલી વખત લેવડ દેવડ કરી છે તેની ઉપર આધાર રાખે છે. મોટાભાગે બેંક પોતાના ગ્રાહકોને મહિનાની અમુક ડેબીટ કાર્ડ લેવડ દેવડ મફત આપે છે. એસબીઆઈ (ભારતીય સ્ટેટ બેંક) આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક સમિતિ મફત લેવડ દેવડ પછી થોડા ચાર્જ વસુલે છે. આ ચાર્જ પાંચ રૂપિયાથી લઈને ૨૦ રૂપિયા પ્રતિ લેવડ દેવડ સુધી થઇ શકે છે.

જાણો કઈ બેંકના ડેબીટ કાર્ડ ઉપર લાગે છે કેટલો ચાર્જ :

SBI ડેબીટ કાર્ડ ચાર્જ : એસબીઆઈના રેગ્યુલર ડેબીટ કાર્ડને લેવા માટે કોઈ ચાર્જ નથી લેવામાં આવતો. ક્લાસિક ડેબીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ માત્ર સેલેરી પેકેજ એકાઉન્ટ હોલ્ડર્સને આપવામાં આવે છે. એસબીઆઈ ડેબીટ કાર્ડ માટે વર્ષનું મેન્ટેનન્સ ચાર્જ લે છે. એસબીઆઈ ક્લાસિક ડેબીટ કાર્ડ ઉપર ૧૨૫ રૂપિયા અને જીએસટી વસુલવામાં આવે છે. અને ડેબીટ કાર્ડને બદલવા માટે ૩૦૦ રૂપિયા જમા જીએસટી વસુલવામાં આવે છે. સાથે જ જો ખાતામાં શરેરાશ ત્રિમાસિક બેલેન્સ ૨૫૦૦૦ રૂપિયાથી ઓછું છે તો એસબીઆઈ જીએસટી સહીત ૧૫ રૂપિયા દર ત્રણ મહિનાના લે છે.

ICICI બેંક ડેબીટ કાર્ડ : આઈસીઆઈસીઆઈ બેંક ૪૯૯ રૂપિયાની જોઈનીંગ ફી લે છે, અને આ રકમ કોરલ ડેબીટ કાર્ડ માટે તે વર્ષના આધારે લે છે. બેંકની વેબસાઈટ મુજબ બેંક બીજા ડેબીટ કાર્ડ માટે કોઈ ફી લેતા નથી. ડેબીટ કાર્ડ પીનને ફરી જનરેટ કરવા માટે બેંક ૨૫ રૂપિયાની ફી લે છે. આ ફી શાખાઓ ઉપર ઈંસ્ટાપીનના આવેદન અને કસ્ટમર કેયર ઉપર આઈવીઆરના ઉપયોગ દરમિયાન નથી લેવામાં આવતી.

HDFC બેંક ડેબીટ કાર્ડ ચાર્જસ : એચડીએફસી બેંક પોતાના તમામ ગ્રાહકોને મફતમાં એટીએમ કાર્ડની સુવિધા આપે છે. કાર્ડ બદલવા કે પછી ચાલુ કરાવવા ઉપર બેંક ૨૦૦ રૂપિયા વધુ ચાર્જ લે છે. સાથે જ પેટ્રોલ પંપ ઉપર એચડીએફસી બેંક સ્પાઈસ મશીન ઉપર કરવામાં આવેલા ટ્રાંજેક્શન ઉપર કોઈ ફયુલ સરચાર્જ લાગુ નહિ પડે, રેલ્વે સ્ટેશન ઉપર એચડીએફસી ડેબીટ કાર્ડનો ઉપયોગ કરવા ઉપર ૩૦ રૂપિયા પ્રતિ ટીકીટ અને ટ્રાંજેક્શન રકમના ૧.૮ ટકા ચાર્જ લેવામાં આવે છે. ઈંસ્ટંટ પીન જનરેશન ઉપર ગ્રાહક નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરે છે, એના માટે બેંક કોઈ ફી વસુલ કરતી નથી. એટીએમ પીન જનરેશન ઉપર બેંક ૫૦ રૂપિયા અને તેની ઉપર લાગતો કર વસુલ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.