સફેદ દાઢી અને મુછ થી છુટકારો મેળવવા માટે ચમત્કારી ઘરેલું ઉપાય, અપનાવો અને શેયર કરો

અમુક વ્યક્તિને વહેલા દાઢી અને મૂછના વાળ સફેદ થઇ જાય છે. તેના કારણે તેને ઘણી જગ્યાએ પોતાની સરખી ઉંમરના લોકો કે મિત્રો સાથે ઉભા રહેવામાં શરમ લાગે છે. દાઢી કે મૂછના વાળનો રંગ સફેદ થઈ જવાનું કારણ વારસાગત અસર હોય છે કે ખુબ વધુ ચિંતા કરવી કે વધુ વિચારવું અને ગરમ ખોરાક વધુ લેવો.

મેલનીન નું પ્રમાણ ઓછું થવાને લીધે મુછ અને દાઢીના વાળ સફેદ થવા લાગે છે મેલનીન એવું તત્વ છે જે વાળ અને ચામડીના રંગને સરખા રાખવામાં મદદ કરે છે પણ ઉંમરની સાથે શરીરમાં મેલનીન નું પ્રમાણ ઘટવાને લીધે ચામડીનો રંગ ફિક્કો પડવા લાગે છે.

– દાઢી અને મુછના સફેદ વાળને કાળા કરવાનો ઘરેલું ઉપાય :

૧. મીઠા લીંબડાનું પાણી : મીઠો લીંબડો ૧૦૦ મી.લી. પાણીમાં થોડા મીઠા લીંબડાના પાંદડા નાખીને તેને ઉકાળો જયા સુધી પાણી અડધું નાં રહે. અડધું રહે પછી પી લો. રોજ આ પાણીનો આ ઉપચાર કરવાથી તમને ફાયદો મળશે.

૨. દાળ અને બટેટાનો માવો : આ સરસ આયુર્વેદિક નુસખા થી તમે મુછના સફેદ વાળથી છુટકારો મળી શકે છે બટેટા અને દાળથી બનેલ માવો મુછના સફેદ વાળને દુર કરવામાં ખુબ મદદ કરે છે, બટેટા માં બ્લીચીંગના કુદરતી ગુણ હોવાથી બટેટાને દાળ સાથે ભળવીને દાઢી અને મુછ નો કુદરતી રંગ પાછો લાવી શકાય છે.

૩. ફટકડી અને ગુલાબ જળ : ફટકડી અને ગુલાબ જળ થી બનેલો પેસ્ટ ને તમારી મુછ ઉપર લગાવી ને તમે મનપસંદ રંગ મેળવીને લાંબા સમય સુધી યુવાન જેવા રહી શકો છો તે માટે ફટકડીને વાટીને તેના પાવડરને ગુલાબ જળમાં ભેળવી તમે તમારી મુછ ઉપર લગાવો.

(4) ફુદીનાની ચા : આ ચા માં વાળને કુદરતી રહેવાના બધા ગુણ રહેલા હોય છે અને તે જ કારણ છે કે તમારે તેનું સેવન વધુ ને વધુ કરવું જોઈએ ફુદીનાની ચા નું સેવન કરીને મુછોનો મૂળ રંગ પાછો મળે છે તેનાથી પણ તમે મુછ અને દાઢીના વાળને કાળા કરી શકો છો.

(૫) નારીયેલનું તેલ અને મીઠો લીંબડાના પાંદડા : દાઢી અને મૂછના વાળ સફેદ કરવા માટે થોડા મીઠા લીંબડાના પાંદડા લઇ અને તેને નારીયેલના તેલમાં નાખીને તેલમાં પાંદડાને ઉકાળીને તેને ઉતારીને ઠંડું કરી લો અને પછી તે તેલનું દાઢી અને મૂછો ઉપર માલીશ કરો આ તેલનો ઉપયોગ તમે તમારા માથાના વાળ કાળા કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો આ તેલથી માલીશ કરવાથી તમારા સફેદ વાળ થોડા દિવસોમાં જ કાળા થઇ જશે.

(6) આંબળા જ્યુસ : જેટલી દાઢી પાકી રહે છે તેણે એક મહિનો સતત આંબળા ના રસનું સેવન કરવું જોઈએ તે ખુબ જ પ્રભાવશાળી ઉપાય છે.

સાવધાનીઓ :

જો તમે ધારો કે તમારી દાઢી અને મૂછનો રંગ સફેદ ન થાય તો તેના માટે રોજ ભોજનમાં ફળ, લીલા શાકભાજી, દાળ તથા પ્રોટીનવાળા પદાર્થોનો ઉપયોગ કરો તથા જંક ફૂટ ખાવું, દારૂનું સેવન છોડી દો તેની સાથે જ તમારા સફેદ વાળને છુપાવવા માટે ડાય નો પ્રયોગ બિલકુલ ન કરશો કેમકે તેમાં કેમિકલ ભળેલા હોય છે તેનાથી વધુ નુકશાન થશે.