દાદી રેસિપી બનાવે છે અને પૌત્ર તેને યુટ્યુબ પર કરે છે અપલોડ, દર મહિને આટલા લાખ કમાય છે

17 વર્ષના પૌત્રએ દાદીને બનાવી યુટ્યુબ સ્ટાર, વાનગીઓની રેસિપીના વિડીયો બનાવીને કરે છે મહિને એટલા લાખની કમાણી. મહારાષ્ટના અહમદનગરની રહેવાસી 70 વર્ષની સુમન ધામને અને પૌત્ર યશે એક વર્ષ પહેલા શરુ કરી હતી યુટ્યુબ ચેનલ. પોતાની ચેનલ ઉપર તે પરંપરીક મહારાષ્ટિયન વાનગી બનાવે છે, અત્યાર સુધી 150 થી વધુ રેસીપી વિડીયો શેર કરી ચુકી છે.

મહારાષ્ટ્રમાં અહમદનગરની રહેવાસી સુમન ધામનેને થોડા મહિના પહેલા સુધી કોઈ ઓળખતું ન હતું પરંતુ, હવે તે ઈન્ટરનેટ સેંસેશન છે. 70 વર્ષની સુમન ક્યારે પણ સ્કુલ નથી ગઈ, પરંતુ હાલના દિવસોમાં તેની યુટ્યુબ ચનલ ‘આપકી આજી’ ઉપર 6.5 લાખ સબ્સક્રાઈબર છે.

તેની ઉપર સુમન પારંપરિક સ્વાદમાં ઘરે બનેલા મસાલા સાથે મહારાષ્ટ્રીયન વાનગી બનાવે છે. અહમદ નગરથી લગભગ 10 કિલોમીટર દુર સરોલા કસર ગામમાં રહેતી સુમન ધામને હિન્દી નથી બોલી શકતી, તે માત્ર મરાઠી જ બોલે છે. તે તેની ચેનલ ઉપર અત્યાર સુધી લગભગ 150 રેસીપી વિડીયો શેર કરી ચુકી છે.

સુમન કહે છે કે તે પહેલા તે યુટ્યુબ વિષે કાંઈ જાણતી ન હતી. તેણે ક્યારેય એ સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક સમયે આવા વિડીયો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે ખાવા વિષે વાત કરશે. સુમનની આ યુટ્યુબ ચેનલ શરુ કરવા માટે તેના પૌત્ર યશ પાઠકે પણ તેની મદદ કરી.

11માં ધોરણમાં ભણતો 17 વર્ષનો યશ જણાવે છે કે આ વર્ષ જાન્યુઆરી મહિમામાં દાદીએ પાવભાજી બનાવવાનું કહ્યું હતું. દાદીએ કહ્યું કે તેને એ બનાવતા નથી આવડતું, તો મેં તેને થોડા રેસીપીજના વિડીયો દેખાડ્યા. વિડીયો જોયા પછી દાદીએ કહ્યું કે તે તેનાથી સારી પાવભાજી બનાવી શકે છે. તે દિવસે દાદીએ ખરેખર ઘણી સારી પાવભાજી બનાવી, ઘરના સભ્યોએ તે ખાઈને પ્રસંશા કરી. બસ તે દરમિયાન મને દાદીની યુટ્યુબ ચેનલ શરુ કરવાનો વિચાર આવ્યો.

‘કરેલે કી શબ્જી’ વિડીયોને થોડા દિવસોમાં મળ્યા એક મીલીયન વ્યુઝ : યશ કહે છે ‘હું 8માં ધોરણથી જ મારી એક યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યો હતી, પરંતુ હું ઘણા ઓછા વિડીયો બનાવતો હતો. દાદીની ચેનલ માટે મેં પ્લાનિંગ કર્યું અને નવેમ્બર 2019માં એક યુટ્યુબ ચેનલ બનાવી અને તેની ઉપર થોડા વિડીયો અપલોડ કર્યા. ડીસેમ્બર 2019માં અમે ‘કરેલે કી શબ્જી’ બનાવવાનો એક વિડીયો અપલોડ કર્યો. આ વિડીયોને થોડા દિવસોમાં એક મીલીયનથી વધુ વ્યુજ મળ્યા. (હવે તેની ઉપર 6 મીલીયનથી પણ વધુ વ્યુજ છે) ત્યાર પછી અમે મગફળીની ચટણી, મહારાષ્ટ્રીયન મીઠાઈઓ, રીંગણા, લીલા શાકભાજી બીજી પણ ઘણી મહારાષ્ટિયન વાનગીઓના વિડીયો બનાવીને અપ લોડ કરવા લાગ્યા.

સુમન કહે છે કે જયારે યશે યુટ્યુબ ચેનલ શરુ કરવાની વાત કરી હતી તો તે ઘણી ડરી ગઈ હતી. તેમણે જીવનમાં ક્યારેય કેમેરા ફેસ ન કર્યા હતા, શરુઆતમાં ઘણા વિડીયોમાં તે ઘણી મુજવણમાં જોવા મળી. ઘણી વખત કેમેરા સામે બોલતી વખતે ભૂલી જતી હતી, પરંતુ ધીમે ધીમે કેમેરા સામે પણ સહજ થઇ ગઈ. સુમન કહે છે ‘જયારે મને યુટ્યુબ ક્રીએટર એવોર્ડ મળ્યો હતો, તો મને ઘણો ગર્વનો અહેસાસ થયો, મારા કુટુંબ અને સંબંધીઓએ પણ મારી ઘણી પ્રસંશા કરી. 6.5 લાખ સબ્સક્રાઈટર છે, દર મહીને દોઢથી બે લાખની કમાણી.

યશ કહે છે ‘તે બધા વચ્ચે એક સૌથી મહત્વનો પડકાર એ હતો કે રેસીપી બનાવતી વખતે થોડા અંગ્રેજી શબ્દ આવતા હતા, જે દાદી બોલી શકતી ન હતી. ત્યાર પછી મેં દાદીને સોસ, બેકિંગ પાવડર, કેચઅપ, મિક્સચર જેવા ઘણા અંગ્રેજી શબ્દોને સારી રીતે ઉચ્ચારણ કરતા શીખવ્યું, દાદીએ પણ એક અઠવાડિયામાં આ બધું શીખી લીધું.

યશ જણાવે છે કે અમારા શરુઆતના ત્રણ મહિનામાં જ એક લાખ સબ્સક્રાઈબર થઇ ગયા હતા. આજે અમારી ચેનલ ઉપર 6.5 લાખ સબ્સક્રાઈબર છે અને અમને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન મળ્યું છે. આ ચેનલ દ્વારા દર મહીને દોઢથી બે લાખ રૂપિયાની કમાણી થાય છે.

16 ઓક્ટોબરના રોજ હેક થઇ ગઈ હતી ચેનલ, ચાર દિવસ પછી પાછી મળી : બધું જ સારું ચાલી રહ્યું હતું પરંતુ 16 ઓક્ટોબરના રોજ અચાનક ‘આપલી આજી’ ચેનલ હેક થઇ ગઈ. આ ઘટનાથી દાદી-પૌત્રની આ જોડીને એક ઝટકો લાગ્યો. યશ કહે છે કે જયારે એ વાત મેં દાદીને જણાવ્યું તો તે એટલી દુઃખી થઇ ગઈ હતી કે એક દિવસ ખાવાનું પણ ખાધું નહિ. ત્યાર પછી મેં યુટ્યુબને ઈ-મેલ કર્યો ત્યારે જઈને 21 ઓક્ટોબરના રોજ અમારી ચેનલ પાછી મળી શકી, ત્યારે જઈને દાદીને રાહત મળી.

યશના પપ્પા ડોક્ટર અને મમ્મી ગૃહિણી છે, જયારે યશે આ ચેનલ શરુ કરી તો તેને ઘણો સહકાર આપ્યો. યશ વર્તમાનમાં ‘આપલી આજી’ ચેનલ માટે અઠવાડીયામાં બે વિડીયો બનાવે છે. યશ તે પહેલા સેમસંગના ફોનથી વિડીયો રેકોર્ડ કરતો હતો પરંતુ હવે કમાણી થઇ તો તેમણે આઈફોન 11 પ્રો મૈક્સ અને કેનન-750 DSLR લઇ લીધો છે. હવે તે તેના દ્વારા જ વિડીયો રેકોર્ડ કરે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.