ભગવાન કૃષ્ણ પણ દહીં સાથે મિશ્રી જમતા, દહીંમાં મીઠું નાખીને ક્યારેય નાં ખાયો જાણો શું કામ

નમસ્કાર મિત્રો, તમારું ફરી એક વાર સ્વાગત છે. અહીંયા તમને રાજીવજીની દરેક પ્રકારના ઘરઘથ્થુ નુસખા અને ઔષધિઓ પ્રાપ્ત થશે. આજે અમે તમને રાજીવજી દ્વારા જણાવવા માં આવેલ એક વધુ ઘરઘથ્થુ નુસખો જણાવવા જઈ રહ્યા છીએ. હમેશા તમે જોયું હશે કે ઘણા બધા લોકો દહીંમાં મીઠું નાખીને ખાય છે.

તો મિત્રો તમે ક્યારેય દહીંને મીઠા સાથે ન ખાવ. દહીને જો ખાવું જ હોય,તો હમેશા દહીને મીઠી એટલે કે ગળી વસ્તુ સાથે ખાવું જોઈએ, જેમકે કે ખાંડ સાથે, ગોળ સાથે, બુરા સાથે વગેરે.

આ ક્રિયાને ઊંડાણથી સમજવા માટે ચાલો એક પ્રયોગ કરીને જોઈએ.તમારે બજારે જઈને કોઈ પણ વેજ્ઞાનિક વસ્તુઓની દુકાને જવાનું છે. અને ત્યાંથી તમારે એક બિલોરી કાચ ખરીદવાનો છે(ઘરમાં ના હોય તો). આ બિલોરી કાચ ખાસ મોંઘો નહી પણ માત્ર ૧૦-૧૨ રૂપિયામાં સરળતાથી મળી જશે.

હવે જો તમે દહીંમાં આ બિલોરી કાચથી જોશો તો તમને નાના નાના હજારો બેક્ટેરિયા જોવા મળશે. આ બેક્ટેરિયા જીવિત અવસ્થામા તમને આમ તેમ હાલતા ચાલતા નજરે જોઈ શકાશે. આ બેક્ટેરિયા જીવિત અવસ્થામાં જ આપણા શરીરમાં જવા જોઈએ, કારણ કે જયારે આપણે દહીં ખાઈએ છીએ ત્યારે આપણી અંદર ઈન્જાઈમ પ્રક્રિયા સારી રીતે ચાલે છે.

તો મિત્રો આપણે દહીં માત્ર બેક્ટેરિયા માટે ખાઈએ છીએ, દહીને આયુર્વેદિક ની ભાષામાં જીવાણુ ઓનું ઘર માનવામાં આવે છે. જો એક કપ દહીંમાં તમે જીવાણુ ઓની ગણતરી કરશો તો કરોડો જીવાણું નજરે પડશે. અને જો તમે મીઠું(ગળ્યું) દહીં ખાશો તો બેક્ટેરિયા તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. તે જગ્યાએ જો તમે દહીંમાં એક ચપટી મીઠું ભેળવી દો તો એક મીનીટમાં બધા બેક્ટેરિયા મરી જશે અને તેની લાશો જ આપણા શરીરમાં જશે જે કોઈ જ કામમાં નહી આવે.

જો તમે ૧૦૦ કિલો દહીંમાં એક ચપટી મીઠું નાખશો તો દહીના બધા જ બેક્ટેરીયલ ગુણ નો નાશ થઇ જશે. કેમ કે મીઠામાં જે કેમિકલ્સ હોય છે તે જીવાણુઓના દુશ્મન છે.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દહીં માં એવી વસ્તુ ભેળવો, જે વસ્તુઓ જીવાણુઓને વધારવાનું કામ કરે, નહી કે તેને મારી ને નાશ કરે, દહીને ગોળ સાથે ખાવ,ગોળ નાખવાની સાથે જ જીવાણુ ઓની સંખ્યા ખુબ જ મોટી થઇ જાય છે અને તે એક કરોડ થી બે કરોડ થઇ જાય છે. થોડી વાર ગોળ મેળવીને રાખી મુકો. બુરું નાખવાથી પણ દહીંમાં જીવાણુઓનો જથ્થો અનેક ગણો વધુ થઇ જશે.

મીશ્રીને જો દહીંમાં નાખવામાં તે સોનામાં સુગંધ ભળ્યા જેવું કામ કરશે. ભગવાન ક્રષ્ણ પણ દહીને મિશ્રી સાથે ખાતા હતા. જુના સમયના લોકો હમેશા દહીંમાં નાખીને આપતા હતા. તેમાંથી કોઈ પણ ગોળમાં મીઠાનો ઉપયોગ કરતા ન હતા.

આવી રીતે એક બીજો નિયમ છે કે દૂધ ખાતી વખતે કે પીતી વખતે કોઈ પણ મીઠા વાળી વસ્તુ ન લેવી. દુધ અને મીઠું ક્યારેય એક બીજા સાથે ભળતા નથી, દૂધ અને મીઠું પણ ભળતા નથી. જો દુધની કોઈ વસ્તુ ખાઈ રહ્યા છો તો સાથે મીઠાની વસ્તુ ન હોવી જોઈએ. અને મીઠા વાળી વસ્તુ ખાતા હો તો દુધની વસ્તુ ન હોવી જોઈએ.

ખાસ નોધ: એકલું દહીં હોય તો પહેલા તેને થોડું મથી ને જ ખાવું જોઈએ. દહીં ને હમેશા મથી દો પછી ખાયો

વિડીયો