દહીંમાં મીઠું નાખીને ખાવા વાળા 99 ટકા લોકો નથી જાણતા આ વાત ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક વાત

દહીંમાં મીઠું નાખીને ખાવાવાળા :

આજના સમયમાં દહીં દરેક ઘરમાં ભોજન સાથે જોડી દેવામાં આવેલ છે. દહીં પકોડા હોય કે પછી દહીમાંથી બનેલા રાઈતા, બન્ને ખાવામાં સરસ લાગે છે. ઘણા બધા બાળકો દહીંમાં ખાંડ ભેળવીને ખાવાનું પસંદ કરે છે. તે ઉપરાંત હિંદુ શાસ્ત્રો મુજબ પણ દહીં સૌથી શુદ્ધ તત્વ ગણવામાં આવે છે. જુના લોકો મુજબ કોઈપણ શુભ કાર્ય કરવામાં સૌથી પહેલા અને ઘરમાંથી નીકળતા પહેલા આપણે દહીં અને સાકર જરૂર ખાવું જોઈએ. આમ કરવાથી જ આપણને આગળ જતા તે કામ માટે સારા સમાચાર મળે છે. તે ઉપરાંત ઘણા ડોકટરો પણ પોતાના દર્દીઓને દહીં ખાવાની સલાહ આપે છે. જો તમને ખીચડી નથી પસંદ તો તમે તેમાં થોડું દહીં ભેળવી લો, તેનાથી ખીચડીનો સ્વાદ તમને સારો લાગશે.

દહીને હંમેશા :

ઘણા બધા લોકો દહીંમાં મીઠું નાખીને ખાવાનું પસંદ કરે છે. પણ આજે અમે તમને દહીં અને મીઠા સાથે જોડાયેલી થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી કદાચ તમે પહેલા ક્યારે પણ જાણી નહી હોય. આયુર્વેદિક વિદ્ધવાન ડોક્ટર રાજીવ દીક્ષિતજી મુજબ દહીં એક પ્રકારની આયુર્વેદ ઔષધી છે જે આપણા આરોગ્ય માટે ઘણું ફાયદાકારક સિદ્ધ થાય છે. પણ દહીંમાં આપણે ભૂલથી પણ મીઠું ભેળવીને ન ખાવું જોઈએ. ડૉ દીક્ષિત જી મુજબ દહીને હંમેશા મીઠી વસ્તુ સાથે ખાવું જીએ કેવી કે ખાંડ, ગોળ, બુરું, સાકર વગેરે. ખાસ કરીને દહીંમાં એવા ઘણા બેક્ટેરિયા છે જે આપણેને ખુલ્લી આંખે નથી જોઈ શકતા.

પણ આપણે આ બેક્ટેરિયાને કોઈ મેગ્નીફાઈંગ ગ્લાસ સાથે કે લેંસ સાથે જોઈએ તો આપણને તેની ઉપર હજારો બેક્ટેરિયા તરતા જોવા મળે છે. એટલે કે આ બધા બેક્ટેરિયા જીવિત અવસ્થામાં તમને જોવા મળશે, આ બધા બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ કરીને ઇંજાઈમ પ્રક્રિયાને કાબુમાં રાખે છે. જેથી ભોજન વહેલા પછી જાય છે અને પેટ સાથે જોડાયેલ ઘણા પ્રકારની તકલીફો દુર રહે છે.

દહીંમાં મીઠું ભેળવીને :

અને જો દહીંમાં મીઠું ભેળવીને ખાઈએ તો તે બધા જીવતા બેક્ટેરિયા મરી જશે જે નહી કે બેક્ટેરિયા ગુણને દુર કરે છે. આવું દહીં આપણા કોઈ કામનું નથી રહેતું. આયુર્વેદ ની ભાષામાં દહીને જીવાણુઓનું ઘર માનવામાં આવે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે લગભગ એક કપ દહીંમાં કરોડો જીવાણું રહેલા હોય છે જીવાણું આપણા પેટમાં જવું ઘણું ફાયદાકારક સિદ્ધ થાય છે. પણ એક ચપટી જેટલું મીઠું આ બધા ગુણોને દુર કરવાની શક્તિ ધરાવે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે:

જો તમારે દહીં ખાવું જ છે તો તમે તેને કોઈ મીઠી વસ્તુ સાથે ખાવ. દહીંમાં ગોળ અને સાકર નાખીને ખાવું ઘણું ફાયદાકારક સિદ્ધ થાય છે. કેમ કે ગોળ જીવાણુંની સંખ્યા બમણી કરી દે છે અને તે એક કરોડ થી વધીને બે કરોડ થઇ જાય છે. બીજી તરફ બુરું નાખીને દહીં ખાવું પણ આપણા માટે અસરકારક સિદ્ધ થાય છે. અને જો વાત સાકરની કરીએ તો સાકર ભગવાન શ્રી કૃષ્ણ ને ઘણું પસંદ હતી તે હંમેશા દહીંમાં સાકર સાથે જ ખાતા હતા. સાકર સાથે ખાવામાં આવેલ દહીં સોના ઉપર સુહાગા જેવું કામ કરે છે અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.