રોજના 18 રૂપિયા જમા કરી મેળવો 77 લાખ રૂપિયા, ઘણી ફાયદાકારક છે આ સ્કીમ

મોંઘવારીના આ સમયમાં પોતાના કુટુંબની ઇચ્છાઓ પૂરી કરવી મુશ્કેલ બની જાય છે. ઘણી વખત આપણે પૈસાની બચત કરીએ છીએ પરંતુ કોઈને કોઈ કારણથી જ તે ખર્ચ જ થઇ જાય છે. આખા દિવસની મહેનત કર્યા પછી પણ જયારે જરૂરના સમયે હાથમાં પૈસા નથી હોતા તો ઘણું દુઃખ થાય છે. બેંક પણ ફિક્સ ડીપોઝીટ (એફડી) ઉપર વ્યાજ ઘટાડી રહ્યા છે.

તેવામાં અમે તમને એક એવો પ્લાન બતાવવા જઈ રહ્યા છીએ જેના માધ્યમથી તમે રોજના માત્ર ૧૮ રૂપિયા રોકાણ કરી ૭૭ લાખ રૂપિયાથી પણ વધુ પૈસા જમા કરી શકો છો. આ પ્લાનમાં ઘણા શ્રીમંતોએ પણ રોકાણ કરી રાખ્યું છે. આવો જાણીએ કે તેના માટે તમારે ક્યાં અને કેટલું રોકાણ કરવું પડશે?

જો તમે મ્યુચુઅલ ફંડમાં રોજના ૧૮ રૂપિયા એટલે એક મહિનાના ૫૪૦ રૂપિયા લગાવો છો, તો તમે માત્ર ૩૦ વર્ષમાં ૭૭.૪ લાખ રૂપિયાનું ફંડ પ્રાપ્ત કરી શકો છો. ઘણા મ્યુચુઅલ ફંડમાં રોકાણકારોને એક વર્ષમાં ૧૮ ટકા રીટર્ન મળે છે. જો તમે ૩૦ વર્ષ સધી એસઆઈપીમાં દર મહીને ૫૪૦ રૂપિયા રોકો અને દર વર્ષે ૧૮ ટકાના દરથી રીટર્ન પ્રાપ્ત થતું રહે, તો તમારી પાસે ૭૭.૪ લાખ રૂપિયા થઇ જશે. આવો જાણીએ તમને કેટલા રૂપિયાનો ફાયદો થશે?

આ પ્લાનમાં તમે ૧ લાખ ૯૪ હજાર રૂપિયાનું રોકાણ કરો છો, જયારે ૧૮ ટકાના રીટર્નના હિસાબે તમને ૩૦ વર્ષ પછી ૭૭.૪ લાખ રૂપિયા મળી જશે. આવી રીતે તમને મોટો ફાયદો થશે. આવો જાણીએ એસઆઈપી કામ કેવી રીતે કરે છે?

એસઆઈપી એટલે સીસ્ટેમેટિક ઈન્વેસ્ટમેંટ પ્લાનમાં રોકાણથી તમે ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ લાભ ઉઠાવી શકો છો. એટલે કે પહેલા મહિનાનો તમારો નફો આવતા મહિનાની મૂળ રકમમાં જોડાઈ જાય છે જેથી તમારું રોકાણ વધતું જાય છે અને તમારો ફાયદો પણ. જેટલો વધુ સમય સુધી તમે એસઆઈપીમાં રોકાણ કરશો, એટલો જ વધુ ફાયદો તમને મળી શકે છે. એટલા માટે લાંબા સમય સુધી એસઆઈપી દ્વારા રોકાણ કરવાથી તમને નાણા વધારવામાં મદદ મળે છે.

એસઆઈપી નિયમિત રીતે રોકાણ કરવાની એક સુલભ અને વિશ્વાસપાત્ર પદ્ધતિ છે, જેની હેઠળ તમે ૫૦૦ રૂપિયા દર મહીને રોકાણ શરુ કરી શકો છો. એટલે કે તમારા માસિક ખર્ચ ઉપર કોઈ વધારાનો બોજ પડ્યા વગર તમારા સપના પુરા કરી શકો છો. રોકાણની રકમ ભલે નાની હોય પણ એસઆઈપી લાંબા સમયમાં ધીમે ધીમે ધન વધારવાની સરળ વ્યવસ્થા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.