એવું માનવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં ગ્રહ દોષ હોય છે, તેને દેવી દેવતાઓના પણ આશીર્વાદ નથી મળતા. એવા લોકોના કોઈપણ શુભ કામનું ફળ તેમને નથી મળતું. તેના માટે સૌથી વધુ જરૂરી બની જાય છે કે પોતાની કુંડળીના ગ્રહ દોષને પહેલા ઠીક કરવા. એવું ન કરવાથી વ્યક્તિના જીવનમાં જાત જાતની મુશ્કેલીઓ આવતી રહે છે, અને તેને દરેક કામમાં નિષ્ફળતા પણ મળે છે. તેની સાથે જ ઘર પરિવારમાં દરેક સમયે અશાંતિનું વાતાવરણ બનેલું રહે છે.
કુંડળી દોષ અને દુર્ભાગ્યથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવેલા છે. જો કુંડળી દોષથી પીડિત વ્યક્તિ આ ઉપાયોને અપનાવે છે, તો તેમનું જીવન પહેલા જેવું બની જાય છે. સામાન્ય રીતે લોકોની ધારણા એ છે કે દેવી દેવતાઓના પૂજા પાઠ અને ધ્યાન સ્નાન પછી જ કરવા જોઈએ. પરંતુ આજે અમે તમને એક એવા શુભ કાર્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે સ્નાન કર્યા પહેલા જ કરવું જોઈએ. તેનાથી વ્યક્તિના જીવનમાં થોડા જ સમયમાં ખુશીઓ આવવા લાગશે.
સમસ્યાઓ દરેકનાં જીવનનો એક ભાગ હોય છે. કોઈના જીવનમાં ઓછી સમસ્યાઓ હોય છે તો કોઈના જીવનમાં થોડી વધુ સમસ્યાઓ હોય છે. એ વાતથી કોઈ ફરક નથી પડતો કે સમસ્યાઓ કોના જીવનમાં છે. સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ સમસ્યાથી બન્નેના જીવન ઉપર અસર પડે છે. એટલા માટે શાસ્ત્રો મુજબ સવારે ઉઠ્યા પછી જ સ્ત્રી કે પુરુષ બન્નેએ આ મંત્રનો જાપ કરવો જોઈએ.
ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानुः शशी भूमिसुतो बुधश्च।
गुरुश्च शुक्रः शनि राहुकेतवः कुर्वन्तु सर्वे ममसुप्रभातम्॥
અર્થ અને અસર :
એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી તમામ દેવી દેવતા પ્રસન્ન થાય છે અને નવ ગ્રહોની કૃપા પ્રાપ્ત થાય છે. આ મંત્રનો શાબ્દિક અર્થ છે, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચન્દ્ર મંગળ, બુધ, બ્રૂહસ્પતી, શુક્ર, શની,રાહુ અને કેતુ તમામ મારી સવારને મંગળ બનાવે.
જે પણ વ્યક્તિ આ મંત્રનો જાપ સવારે ઉઠતા જ કરે છે, તેને જીવનના દુર્ભાગ્ય માંથી મુક્તિ મળી જાય છે. આપણા હાથમાં જ ત્રણ દેવી દેવતાઓનો નિવાસ હોય છે. એટલા માટે સવારે સવારે આપણે મંદિર જવાની પણ જરૂર નથી રહેતી. હથેળીની આગળના ભાગમાં લક્ષ્મી, મધ્ય ભાગમાં સરસ્વતી અને હથેલીના મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એટલા માટે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા પોતાની હથેળીને જોવી અને આ મંત્રનો જાપ કરો.
મંત્ર :
कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती।
करमूले तू गोविंद: प्रभाते करदर्शनम्॥
હિંદુ ધર્મ શાસ્ત્રો મુજબ દરેક પુરુષ અને મહિલાએ બ્રહ્મ મુહુર્ત એટલે સૂર્યોદય પહેલા જ ઉઠી જવું જોઈએ. જે લોકો સવારે મોડે સુધી ઊંઘે છે, તેમની બુદ્ધી ઓછી થાય છે અને તેમના જીવનમાં દુર્ભાગ્ય વધે છે. એટલા માટે ભૂલથી પણ સવારે વધુ મોડે સુધી ઊંઘવું ન જોઈએ.