85 હજારની નોકરી છોડીને શરુ કર્યુ ડેરી ફાર્મ, 2 વર્ષમાં કર્યો 2 કરોડનો બિઝનેસ

ઈચ્છા હોય તો મંજિલ મળી જ જાય છે. એ સાબિત કરી દેખાડ્યું છે ઝારખંડના સંતોષ શર્માએ. કાંઈક કરવાની ઈચ્છા રાખવા વાળા સંતોષ શર્માએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામથી પ્રભાવિત થઇને ૮૫ હજાર રૂપિયાની સારી નોકરી છોડી નક્સલ પ્રભાવિત ગામમાં ડેરી ફાર્મ શરુ કર્યુ, અને લગભગ ૨ વર્ષમાં તેની કંપનીનું ટન ઓવર ૨ કરોડ રૂપિયા ઉપર થઇ ગયું.

નક્સલ પ્રભાવિત ગામમાં શરુ કર્યો ધંધો :

ઝારખંડના જમશેદપુરના રહેવાસી સંતોષ શર્માએ નક્સલ પ્રભાવિત દલમા નામના આદિવાસી ગામમાં જે ડેરી ઉદ્યોગની શરૂઆત કરી હતી, આજે તે માત્ર ડેરી ન રહેતા ઓર્ગેનિક ફૂડ, હેલ્ધી દૂધ બનાવવાની ફેક્ટરી શરુ કરવા સુધી પહોંચી ગયા છે.

પોતાના ગામમાં ઉદ્યોગના આધારે તે ન માત્ર પોતાનું જીવન બદલી રહ્યા છે, પરંતુ તેના દ્વારા દરેક આદિવાસી લોકોને ગામમાં રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. પોતાના કામ માટે પ્રસિદ્ધ થઇ ચુકેલા સંતોષ શર્માએ એયર ઇન્ડિયા સાથે સફળ બિઝનેસમેન બનવાની વાર્તા રજુ કરી.

જન્મ લીધાના એક વર્ષ પછી પપ્પા થયા નિવૃત્ત :

સંતોષ શર્માએ જણાવ્યું કે તેના પિતા ટાટા મોટર્સમાં નોકરી કરતા હતા, અને કુટુંબ ચલાવવા માટે તેમની આવક પુરતી ન હતી. સંતોષના જન્મ પછી એક વર્ષ પછી જ તેના પિતા નિવૃત્ત થઇ ગયા હતા. પિતાની નિવૃત્તિ પછી માં એ પરિવારના ભરણપોષણની જવાબદારી ઉપાડી લીધી, અને પાડોશી પાસેથી મળેલી એક ગાયને તેણે ઉછેરવાનું શરુ કર્યુ.

તેમણે ગાયનું દૂધ વેચવાનું શરુ કરી દીધું. તે પણ પોતાની માતા અને ભાઈઓ સાથે લોકોના ઘરે ઘરે જઈને દૂધ વેચવા જતો હતો. દૂધ વેચવાનો આ ધંધો સારો ચાલ્યો અને પરિવારની સ્થિતિ પણ સુધરવા લાગી. ધીમે ધીમે ગાયની સંખ્યા વધીને ૨૫ થઇ ગઈ.

એયર ઇન્ડિયાની નોકરી છોડી :

કોમર્સમાં ૧૨ પાસ કર્યા પછી તેમણે દિલ્હી યુનીવર્સીટી માંથી બી.કોમમાં ગ્રેજ્યુએટ કર્યુ. તેની સાથે તેણે કોસ્ટ એકાઉંટીંગનો કોર્ષ પણ કર્યો. શર્માની પહેલી નોકરી મારુતિમાં લાગી. ત્યાં તેણે ૬ મહિના સુધી ૪૮૦૦ રૂપિયામાં સ્ટાઇપંડ ઉપર કામ કર્યુ. વર્ષ ૨૦૦૦ માં ઈર્નેસ્ટ એંડ યંગમાં ૧૮૦૦૦ રૂપિયા મહિનાના પગાર ઉપર નોકરી મળી.

૨૦૦૩ માં નોકરી છોડી સિવિલ સર્વિસની તૈયારી કરતા કરતા સંતોષ શર્માએ ૨૦૦૪ માં જમશેદપુર આવેલી એક મલ્ટીનેશનલ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે જોઈન્ટ કરી. ૬ મહિના પછી શર્મા બીજી બેંકમાં જોડાઈ ગયા. ત્યાર પછી ૨૦૦૭ માં તે એયર ઇન્ડિયાના આસીસ્ટન્ટ મેનેજર (કલકતા) તરીકે જોડાઈ ગયા. અહિયાં મહિનાનો પગાર ૮૫૦૦૦ રૂપિયા હતો. પછી એક દિવસ તેની મુલાકાત કલામ સાહેબ સાથે થઇ અને તેનાથી પ્રેરીત થઇને તેમણે એયર ઇન્ડિયા માંથી ત્રણ વર્ષની રજા લઇને નોકરી છોડી ડેરી ફાર્મનો પાયો નાખ્યો.

ડેરી ફાર્મની શરૂઆત :

શર્માએ જણાવ્યું કે તેણે ડેરી ફાર્મની શરૂઆત માટે પોતાની બધી મૂડી લગાવી દીધી. ડેરી ફાર્મ ખોલવામાં તેને ૮૦ લાખ થઇ ગયા, અને ૮ પશુ સાથે પોતાના ડેરી ફાર્મની શરૂઆત કરી હતી. હવે એની સંખ્યા વધીને ૧૦૦ સુધી પહોચી ગઈ.

માત્ર ડેરી ફાર્મ નથી ચલાવતા સંતોષ શર્મા :

સંતોષ શર્મા ન માત્ર પોતાના ડેરી સ્ટાર્ટઅપના બિઝનેસને વધારી રહ્યા હતા. પરંતુ તે લેખન અને મોટીવેશનલ સ્પીકિંગનું કામ પણ કરતા હતા. શર્મા હજુ સુધી બે પુસ્તક ‘નેસ્ક્ડ વોટ ઈઝ’ અને ‘ડીજોલ્વદબોકસ’ પણ લખી ચુક્યા છે. તે આઈઆઈએમ જેવા સીર્ષ પ્રબંધક સંસ્થાઓમાં જઈને વિદ્યાર્થીઓને પ્રેરિત કરે છે.

ડેરીમાં ૧૦૦ થી વધુ લોકો કરી રહ્યા છે કામ :

૨૦૧૪ માં તેણે દલમા વાઈલ્ડલાઈફ અભ્યારણમાં પાર્ટનરશીપમાં ૩૦ હજાર રૂપિયા માસિક ઉપર જમીન લીધી. થોડા રીસર્ચ કર્યા પછી તેણે ૨૦૧૬ માં મમ્મા ડેરી ફાર્મની શરુઆત કરી. આ ડેરીમાં હાલમાં ૧૦૦ થી વધુ લોકો કામ કરી રહ્યા છે, જેમાંથી મોટાભાગના ઓછી ઉંમરના યુવાનો અને નક્સલ પ્રભાવિત દલમા ગામના આદિવાસી છે. તેની કંપનીનું ટનઓવર ૨ કરોડ રૂપિયા થયું.

આ પ્રોડક્ટ માર્કેટમાં રહેલી છે :

મમ્મા ડેરી જમશેદપુરમાં ઓર્ગેનિક દૂધ સપ્લાઈ કરે છે. ગાયોને ચારો પણ કુદરતી રીતે આપવામાં આવે છે. તેમણે કુદરતી દૂધ ઉપરાંત પનીર, બટર અને ઘી પણ વેચવાનું શરુ કર્યુ છે. સંતોષ શર્મા આવતા થોડા મહિનામાં તે ફ્લેવર્ડ મિલ્ક પણ માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે.