દલીયા કોને કે છે જાણો, દલીયા ખાવામાં જેટલું સ્વાદીષ્ટ લાગે છે, તેટલું જ સ્વાસ્થ્ય માટે છે સારું

દલીયા એ બીજું કઈ નહી પરંતુ ભાંગેલા ઘઉં છે જે ગુણવત્તામાં એકદમ ઉત્તમ અને પૌષ્ટિક હોઈ છે. સામાન્ય રીતે આ ભાંગેલા ઘઉંને ઉત્તરીય ભારતમાં દલીયા નામ આપવામાં આવ્યું છે.આ દલીયાનો ઉપયોગ ભારતીય રાંધણકલામાં અનેક વિધ મીઠાઈઓ બનાવવામાં થાય છે.

આજકાલ આપણી ખાણી-પીણી એવી બની ગઈ છે કે તે ઘણા બધા રોગોનું કારણ બની રહ્યું છે કારણ કે આપણી જીવનશૈલી એટલી ઝડપી થઇ ગઈ છે કે આપણી પાસે આપણા સ્વાસ્થ્ય માટે પણ સમય નથી, અને આજ કાલ ખુબ જ ઓછા લોકોને એ વાતની ખબર હોય છે કે ઘઉંના બારીક ટુકડા કરીને દલીયા બનાવવામાં આવે છે. ઓટમીલ (દલીયા) ખાવામાં જેટલું સ્વાદીષ્ટ લાગે છે તેટલું જ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

આમાં ભરપુર માત્રામાં પોષક તત્વ મળી આવે છે, જે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે, આજે અમે તમને દલીયા ના કેટલાક એવા ફાયદા જણાવી રહ્યા છીએ જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જાશો.
હિમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ:

જો આપણા શરીર માં હિમોગ્લોબીનની ઉણપ થઇ ગઈ હોય તો આપણે ઓટમીલનું સેવન જરૂરથી કરવું જોઈએ. ઓટમીલ(દલીયા)માં ભરપુર પ્રમાણમાં આયર્ન હોય છે જે હિમોગ્લોબીનની ઉણપને પૂરી કરે છે.

ચરબી ઓછી કરો:

ઓટમીલ(દલીયા)ના સેવનથી આપણા શરીરની વધારાની ચરબી ઓછી થાય છે, જે આપણી ફિટનેસ માટે ખુબ જ જરૂરી છે.

મોટાપણું નિયંત્રિત કરો:દરરોજ સવારે ઓટમીલના સેવનથી તમારું પેટ આખો દિવસ ભર્યું-ભર્યું રહે છે. જેના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેનાથી આપણું મોટાપણું નિયંત્રણમાં રહે છે.

ડાયાબીટીસને ઓછુ કરો:

ઓટમીલ ડાયાબીટીસમાં ખુબ જ વધારે ફાયદાકારક હોય છે. રોજ ઓટમીલનું સેવન ડાયાબિટીસને ઓછુ કરે છે.

એનર્જી વધારો:

આપણા શરીર માં એનર્જીને વધારવા માટેનો સૌથી સારો સ્ત્રોત ઓટમીલ માનવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે ઓટમીલમાં ભરપુર પ્રમાણમાં વિટામિન્સ હોય છે જેનાથી આપણા શરીરને ઉર્જા મળે છે.

હાડકાઓ મજબુત કરો:

દલીયા માં કેલ્શીયમ અને મેગ્નેશિયમ હોય છે, જે આપણા હાડકાઓને મજબુત કરવામાં મદદ કરે છે તેથી દરરોજ જો તમે ઓટમીલનું સેવન કરશો તો તમારા હાડકાઓ મજબુત રહેશે.

નીચે દલીયા બનાવા ની વિડીયો છે અને એની નીચે દલીયા ની રેસીપી ની વિડીયો છે. રેસીપી ઘણી જાત ની બને છે જેમાંથી એક ની જ વિડીયો આપેલી છે.

વીડિઓ ૧ >>

વિડીયો – ૨

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.