એક તરફ જ્યાં મોટા પડદાના સ્ટાર એક પછી એક લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, તો તે નાના પડદાના કલાકાર પણ તેમાં પાછળ રહે તેમ નથી. હાલમાં ટીવી હિરોઈન શીના બજાજે રોહિત પુરોહિત સાથે લગ્ન કર્યા છે. હવે એક બીજી સેલીબ્રેટીએ પણ પોતાના લગ્ન ધામધૂમથી કરી લીધા છે. ટીવીના ફેમસ ડાંસ રીયાલીટી શો ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’ ના કંટેસ્ટંટએ પણ લગ્ન કરી લીધા છે. ડીઆઈડી એટલે કે ડાંસ ઇન્ડિયા ડાંસની પહેલી સીઝનના ફેમસ કંટેસ્ટંટ પ્રિંસ ગુપ્તાએ પોતાની ગર્લફ્રેન્ડ સોનમ લાડીલા સાથે લગ્ન કરી લીધા છે. બન્નેના લગ્નના ફોટા સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઇ રહ્યા છે.
DID ના પ્રિંસના લગ્ન :
સોનમ અને પ્રિંસના લગ્ન ગુજરાતમાં થયા છે. બન્નેએ મેચિંગ કલરના કપડા પહેર્યા હતા. પ્રિંસ નોટોની માળા પહેરી સ્ટેજ ઉપર વરરાજા બનીને બેઠા હતા. તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઇ રહ્યો હતો, જેમાં પ્રિંસના મિત્રો સ્ટેજ ઉપર જ તેને ડાંસ કરાવતા જોવા મળે છે. પ્રિંસ અને સોનમે લગ્નના બે વર્ષ પહેલા સગાઈ કરી હતી, અને લગ્ન કરવામાં થોડો વધારે સમય લગાવ્યો. લાલ જોડામાં પ્રિંસ અને સોનમ ઘણા જ સુંદર લાગી રહ્યા હતા.
થોડા સમય પહેલા જ ટીવી કલાકાર અને એન્કર રીત્વીક ધંજાનીએ પ્રિંસના લગ્નનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યુ હતું. તેની સાથે જ પ્રિંસે વડોદરામાં પોતાના લગ્નની રિસેપ્શન પાર્ટી આપી હતી. પ્રિંસના લગ્નમાં કોઈ મોટા કલાકાર આવ્યા ન હતા. કોરિયોગ્રાફર ફિરોજખાન આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.
પહેલાથી બદલાઈ ગયા પ્રિંસ :
ડાંસ ઇન્ડિયા ડાંસની પહેલી સીઝનમાં પ્રિંસે પોતાના ડાંસનો જાદુ દેખાડ્યો હતો, અને ઘણા ફેમસ પણ થયા હતા અને વિજેતા પણ બન્યા હતા. પહેલા કરતા પ્રિંસમાં ઘણો ફેરફાર પણ આવ્યો હતો. તેમણે થોડા સમય પહેલા now and then લખીને એક ફોટો શેર કર્યો હતો. લગ્નના સમયે તે ઘણા બદલાયેલા લાગી રહ્યા હતા. ખાસ કરીને પ્રિંસે પોતાનું વજન ૨૫ કિલો સુધી વધારી લીધું છે, અને તેમનો લુક એકદમ બદલાઈ ગયો છે.
ટીવી જગતના ઘણા મોટા કલાકારો લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે, અને ઘણા હજુ પણ બંધાવાના છે. રીત્વીક ધંજાની આશા નેગી, શ્વેતા બસુ, રોહિત મિત્તલ, કપિલ શર્મા, ગીન્ની ચરિતાર્થ, રઘુ રામ, નતાલિયા પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ વર્ષમાં ટીવીના ઘણા બીજા પણ કલાકારો લગ્ન કરી લેશે. મોટા પડદાની સાથે સાથે નાના પડદાએ પણ કલાકારો માટે નવા સબંધનું વાતાવરણ ઉભું કર્યુ છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.