રસ્તા પર એક વ્યક્તિની અંદર આવ્યો ‘માઈકલ જેક્સનનો ભૂત’, ગજબનો ડાન્સ કરીને બધાને ચકિત કરી દીધા.

રસ્તા પર સામાન્ય એવા દેખાતા વ્યક્તિએ કર્યો માઈકલ જેક્સન જેવો ડાન્સ, વિડીયો જોઈને તમે પણ તાળીઓ પાડવા લાગશો.

વિશ્વ પ્રસિદ્ધ માઇકલ જેક્સનના એક પ્રખ્યાત ગીત પર રસ્તા પર નાચતા એક વ્યક્તિનો વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. ટ્વીટર યુઝર કાવેરી દ્વારા શેયર કરવામાં આવેલ આ વિડીયોએ લોકોનું ખુબ ધ્યાન ખેંચ્યું છે, અને તેમાં ડાન્સ કરતો વ્યક્તિ તમને પણ ચકિત કરી શકે છે.

માઈકલ જેક્સનના ગીત પર કર્યો ડાન્સ : વિડીયોમાં એક વ્યક્તિ રસ્તા પર નાચતો દેખાઈ રહ્યો છે, જયારે ત્યાં રહેલા લોકો તેને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં માઈકલ જેક્સનનું ‘ડેંજરસ’ ગીત વાગતું સંભળાઈ રહ્યું છે. તે વ્યક્તિ પૉપ કિંગ માઈકલ જેક્સનના ડાન્સ સ્ટેપ્સની નકલ કરી રહ્યો છે. તે એકદમ તેમના જેવો જ ડાન્સ કરી રહ્યો છે. કાવેરીએ વિડીયો શેર કરતા તેના કેપશનમાં લખ્યું, “માઈકલ જેકસનનો ભૂત આ વ્યક્તિની અંદર રહે છે.’ (વિડીયો આર્ટીકલના અંતમાં મુકવામાં આવ્યો છે.)

ડાન્સ સ્ટેપ્સ જોઈને લોકો થઇ ગયા ચકિત : જણાવી દઈએ કે, ‘ડેંજરસ’ સોન્ગ પૉપ કિંગ માઈકલ જેકસનનો સૌથી વધારે વેચાવવા વાળો આલ્બમ છે. તેને 1991 માં રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ વિડીયોને 83,000 થી વધારે વખત જોવામાં આવ્યો છે અને તેના પર ઘણી બધી કોમેન્ટ પણ કરવામાં આવી છે. લોકોએ ખુલ્લા મનથી આ વ્યક્તિના ડાન્સની પ્રશંસા કરી અને જણાવ્યું કે, ડાન્સ દરમિયાન તે ખૂબ જોશીલો અને લચીલો હતો. કેટલાક લોકોએ બોલીવુડ કોરિયોગ્રાફરોને કમેન્ટમાં ટેગ પણ કર્યા છે, જેથી તેમને આ વ્યક્તિની પ્રતિભા દેખાય.

હવે તમને પૂછીએ કે, શું આ વ્યક્તિની ડાન્સ સકીલે તમને ચકિત કરી દીધા? તમારો જવાબ કોમેન્ટ કરજો.

આ માહિતી ઝી ન્યૂઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.