ટેબલ પર ચઢીને સપના ચૌધરીના ગીત પર નાનકડી બાળકીએ કર્યો જબરજસ્ત ડાંસ, વાયરલ થયો વિડીયો

વાયરલ વિડીયો : સપના ચૌધરીના ગીત પર આ નાનકડી બાળકીએ કર્યો એવો ડાંસ કે લોકોને શબ્દો ના જડયા.

હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરીએ પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે. તેના ડાન્સનો જાદુ આજે ચારે તરફ જોવા મળી રહ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો દરેક તેમના ગીતો ઉપર નાચતા જોવા મળે છે. સપના ચૌધરી જ્યાં પહોંચી જાય છે, ત્યાં તેની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકો બેકાબૂ બની જાય છે.

તેના ગીતોથી લઈને તેના ડાન્સ સુધી તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. આ દરમિયાન, તેમના રાજકારણમાં આવવાના સમાચાર પણ બહાર આવવા લાગ્યા હતા. જો કે પાછળથી તેમણે આ બાબતે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

સપના ચૌધરીનું ‘ગજમન’ નામનું ગીત પણ ઘણું વાયરલ થયું છે. આ ગીત પર સપના ચૌધરીએ જે ડાન્સ કર્યો છે, તેની ઉપર તો તેના ચાહકો એકદમ લટ્ટુ જ થઇ ગયા છે. સપના ચૌધરીએ આ ગીત ઉપર એટલો જોરદાર ડાન્સ કર્યો છે કે, જોનારાઓ પણ પોતાને ડાન્સ કરતા રોકી શકતા નથી.

લગ્ન, સગાઈ જેવા કાર્યક્રમમાં અને ઘરોમાં પણ આ ગીત વગાડીને લોકો નાચતા જોવા મળે છે. આ જ ક્રમમાં સપના ચોધરીના આ ગીત ઉપર એક નાની એવી છોકરીએ એટલો જોરદાર ડાન્સ કર્યો છે કે, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. ચારે તરફ બસ આ વિડિઓની જ ચર્ચા થઈ રહી છે, અને લોકો તેને શેયર કરવાથી પોતાને રોકવામાં અસમર્થ છે.

ખરેખર એક શાળામાં આ છોકરીએ આ ગીત પર પર્ફોમન્સ આપ્યું છે. યુવતીનો આ ડાન્સ જોયા પછી ત્યાં હાજર શિક્ષકોથી લઈને બીજા બાળકો પણ તેની જોરદાર પ્રશંસા કરતા જોવા મળ્યા. આ છોકરીએ ટેબલ ઉપર ચડીને ડાન્સ કર્યો. ત્યાર પછી શિક્ષકોએ તેના માટે ખૂબ તાળીઓ વગાડી હતી. આ વીડિયો રાજસ્થાનના જોધપુરમાં આવેલી એની બેસેન્ટ સ્કૂલનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં નારી શક્તિ ઉત્થાન અને કલા મંચના પેજ દ્વારા સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવ્યો છે.

આ વીડિયો પોસ્ટ કરવા ઉપરાંત તેમાં જે કેપ્શન લખવામાં આવ્યું છે, તેમાં આ સુંદર એવી છોકરીનું નામ નિકિતા દર્શાવવામાં આવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે આ નાનકડી, ક્યૂટ નાની છોકરી નિકિતાનો ડાન્સ જુવો. તમને આશ્ચર્ય થશે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે બાળકીએ તેના માથા પર લોટો મુક્યો છે અને ડાંસ કરી રહી છે.

એટલું જ નહીં, આ છોકરીએ એકદમ સપના ચૌધરીની સ્ટાઇલમાં ડ્રેસ પણ પહેર્યો છે, જેથી તે એકદમ નાની સપના ચૌધરી જેવી લાગે છે. નૃત્ય કરતી વખતે બાળકીના ચહેરા પરના વિવિધ એક્સપ્રેશન પણ જોવા જેવા છે. છોકરી એકદમ મગ્ન થઈને સપના ચૌધરીના ગીત ઉપર ડાન્સ કરી રહી છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

વિડિઓ જુઓ :

एलकेजी की नन्ही सी मुन्नी सी प्यारी सी बच्ची नीकिता ? गुड़िया का कमाल देखिए ? खुश हो जाएगासाभार एनी बेसेंट स्कूल जोधपुर

Posted by नारी शक्ति उत्थान व कला मंच on Wednesday, January 29, 2020

આ વીડિયો લગભગ એક મહિના પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. આટલું જ નહીં 6 હજારથી વધુ લોકોએ આ વીડિયો શેયર પણ કર્યો છે, અને આ વીડિયો પર અત્યાર સુધીમાં 6 હજારથી વધુ પ્રતિક્રિયાઓ પણ આવી છે.

સોશિયલ મીડિયામાં આ છોકરીના આ વીડિયો અંગે જે લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે, તેમાં મોટાભાગના લોકો છોકરીની પ્રશંસા કરતા જોવા મળે છે. એક યુઝરે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને લખ્યું છે કે, આ છોકરીએ ખરેખર એક સરસ ડાન્સ કર્યો છે. તેને જોઈને આનંદ થયો. તેમજ અન્ય યુઝરે આ છોકરીને એકદમ પ્રેમાળ જણાવતા લખ્યું કે, આ બાળકી કેટલી માસુમ અને ક્યુટ દેખાઈ રહી છે. તેણે એકદમ સપના ચૌધરીની જેમ જ ડાન્સ કરીને દેખાડ્યો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.