ઇન્દોરમાં ‘ડાન્સિંગ કોપ’એ રીક્ષા વાળાને માર્યો, સોશિયલ મીડિયા પર ભડક્યા લોકો, વિડીયો થયો વાયરલ

રંજીત સિંહ નામનો ટ્રાફિક પોલીસકર્મી ટ્રાફિક સિસ્ટમ બનાવી રાખવા માટે ટ્રાફિક કંટ્રોલ કરવાને લઈને પોતાના અલગ સ્ટાઈલથી કામ કરે છે. તેના જ કારણે આજે તેમને લોકો ‘ડાન્સિંગ કોપ’ તરીકે ઓળખે છે. તેઓ પોતાના ડાન્સની કલાથી ટ્રાફિકને કંટ્રોલમાં રાખે છે, અને તેના જ કારણે લોકો તેમને ખુબ પસંદ કરે છે. પરંતુ આ પોલીસ અધિકારી સોમવારે સોશિયલ મીડિયા પર ખુબ ટ્ર્રોલ થઈ ગયા. જયારે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગયો અને લોકોએ તેમને ઘણું ખરું ખોટું સંભળાવ્યું.

મધ્ય પ્રદેશના ઈન્દૌરમાં ‘ડાન્સિંગ કોપ’ નામથી પ્રખ્યાત પોલીસકર્મી ટ્રાફિક કંટ્રોલ કરતા દરમિયાન એક રીક્ષા ચાલકની સાથે ખુબ ખરાબ રીતે મારપીટ કરતા દેખાયા. પોલીસકર્મીએ સૌથી પહેલા રીક્ષા વાળાને લાફો માર્યો પછી પગથી તેને ઘણી વખત લાત મારી. આ ઘટના ઈંદૌરના એમજી રોડ સ્થિત હાઇકોર્ટ તિરાહની છે. જ્યાં ટ્રાફિક પોલીસકર્મી રંજીત સિંહે એક રિક્ષાના રોંગ સાઈડમાં આવવાથી તેણે રીક્ષા વાળા સાથે મારપીટ કરી લીધી.

વિડીયો થયો વાયરલ :

જ્યાં ટ્રાફિક પોલીસકર્મી રંજીત સિંહ પોતાની ડ્યુટી પર હતા, પહેલા તેમણે રોંગ સાઈડમાં આવતી રિક્ષાને રોકી અને વાતચીત દરમિયાન રીક્ષા ચાલકની સાથે મારપીટ કરવાનું શરુ કરી દીધું.

આના પર ઘણા લોકોએ પોતાનું રિએક્શન આપ્યું, ઘણા લોકોએ તેમના વિરુદ્ધ કમેન્ટ કરી તો ઘણા લોકોએ તેમના પક્ષમાં પોતાના વિચાર જણાવ્યા છે. જેમાંથી અમુક કમેન્ટ તમે નીચે ફોટામાં જોઈ શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.