ડાંગ દરબાર – અહીં તમને થશે આદિવાસી પ્રજાની અનોખી સંસ્કૃતિ અને લોકજીવનના દર્શન, જાણો ક્યાં અને ક્યારે ભરાય છે.

ડાંગ દરબાર એટલે વિસરાઈ ગયેલ આપણી રહેણી-કહેણી અને આદિવાસી પ્રજાની સંસ્કૃતિના અદભુત દર્શન.

આજે આપણે વાત કરીશું ડાંગ દરબારના મેળાની. આ મેળો દર વર્ષે આવે છે. આને ત્રણ દિવસીય વાર્ષિક સાંસ્‍કૃતિક તહેવાર પણ કહેવામાં આવે છે. આને હોળીની સાથે ઉજવવામાં આવે છે. અને નામ પરથી જ ખબર પડી જાય છે કે, આ મેળો ડાંગ જિલ્‍લામાં આયોજીત કરવામાં આવે છે. તે ગુજરાતના રમણીય સાપુતારાના પહાડોમાં આવેલ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ડાંગ જનજાતિ, જંગલી ક્ષેત્રો, સાપુતારા અને ડાંગ દરબારના સ્‍થાનિક લોકોનો આ એક વિશિષ્‍ટ તહેવાર છે, જેને તેઓ હોળી પહેલા ઉજવે છે. અને તેનું ચોક્કસ સ્‍થળ સાપુતારા પાસે આહવા છે. આ વર્ષે આ મેળો 5 માર્ચથી શરૂ થઈ ચુક્યો છે. અને 7 માર્ચ સુધી રહેશે.

મિત્રો, આ ડાંગ દરબાર મેળો ભરાવાની શરૂઆત આજકાલની નથી. એતો બ્રિટીશ અમલ દરમિયાનથી ભરાય છે. તે સમયે અહીં આજુબાજુના દરબારો કે રજવાડાઓના રાજવીઓનો દરબાર ભરાતો હતો. અને આઝાદી પછી પણ આ તહેવારની ઉજવણી ચાલુ જ રખાઈ છે. જાણકારી માટે જણાવી દઈએ કે, સૌથી પહેલો ડાંગ દરબાર 1894 માં ધુલિયામાં ભરવામાં આવ્યો. ત્યારબાદ 1900 ના મે મહિનામાં વઘઇ ખાતે આ દરબાર ભરવામાં આવ્યો. ત્યારબાદ 1904 થી આહવા ખાતે દરબાર ભરાય છે અને આજે પણ આ પરંપરા ચાલું જ છે.

ડાંગના માજી રાજવીઓના વારસદારો તથા જિલ્લાના આદિવાસી લોકો આ મેળામાં ઉત્સાહથી ભાગ લે છે. જિલ્લા કલેક્ટર આ દરબારના પ્રમુખસ્થાને હોય છે. ઉજવણી માટે જિલ્લાના દૂર-દૂરના આદિવાસીઓ આવે છે અને નૃત્ય – સંગીત સાથે ઉજવણીનો માહોલ રચાય છે.

આ તહેવાર દરમિયાન ડાંગના સૌથી રંગીન અને આકર્ષક ઉત્‍સવોમાં ભાગ લેવા, નજરોથી ચમકદાર અને ગૂગમાં બદલીને શાંત અને શૂષ્‍ક પુરૂષો અને રણ દરબાર દરમિયાનની સાથે હરકતોમાં દેખાડવામાં આવે છે. દંગોમાં સજેલી સ્‍ત્રીઓ ઓક કસરત, ખાતાબદોલ જનજાતિઓ એક શહેનાઇ (લાકડાનું હવાયંત્ર) અને બીજા તેમની સાથે વાદ્યયંત્રો વગાડે છે.

અહીં દરેક લોકો સિંહ ક્ષેત્ર કે એક વેસ્‍ટકોટ અને રંગીન પાઘડી પહેરીને એક બીજાને શુભેચ્‍છા પાઠવે છે. સ્‍ત્રીઓ અહીં સાડી અને બ્‍લાઉઝમાં ભારી ચાંદીના ઘરેણા પહેરીને આવે છે. અહીંના કાર્નિવલ મેદાનની જમીન પર વેપારીઓ પોતાની વસ્‍તુઓ વહેંચવા માટે આવેતા હોય છે. આ ત્રણ દિવસીય તહેવાર દરમિયાન લોકનૃત્‍ય, રાસ-ગરબાના કાર્યક્રમો, ગીત અને નાટકના કર્તબો કરવામાં આવે છે. અહીં દુલ્‍હન અને વરરાજાની શોધ માટેનો મંચ પણ હોય છે.

ડાંગ દરબારનો મેળો ઘણો રંગીન છે. તેમાં થતાં નૃત્ય મનમોહક હોય છે. આ મેળામાં નૃત્ય કરતા લોકો પિરામિડ બનાવે છે. યુવાનો ઉપર યુવતીઓ અને વચ્ચાળે મોરપીંછવાળા મુગટમાં યુવાન હોય અને એ ચક્રને આંગળીથી ગોળ ગોળ ફેરવે તે વેળા શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર ફેરવતો હોય તેવો ભાસ થાય છે.

ડાંગ દરબારમાં આપણને આદિવાસી પ્રજાની રહેણીકરણી, વેશભૂષા અને તેમની અનોખી સંસ્કૃતિના દર્શન થાય છે. દરબારમાં પ્રકૃતિમાંથી બનાવેલ સંગીત વાદ્યો દ્વારા વિવિધ નાચગાન રજૂ કરવામાં આવે છે. પ્રખ્યાત નૃત્ય ડાંગી ડાન્સમાં સ્ત્રીઓ પુરુષો જોડે નાચ કરતાં હોય જે નાચ આદિવાસી પ્રજાની એકતાને પ્રદર્શિત કરે છે. તો જો તમે અહીં ગયા ન હોવ તો એક વાર ચોક્કસ જજો. તેમને એટલો અદ્દભુત અનુભવ થશે કે તમે તેને ક્યારેય ભૂલી નહિ શકો.

ડાંગ દરબાર 2020 :

તારીખ – 5 થી 7 માર્ચ 2020,

સ્થળ – આહવા, ડાંગ.

જુઓ વિડીયો :