આજના સમયમાં કોઈના પર ભરોસો કરવો ખતરાથી ઓછું ન સમજી શકાય. ઘણીવાર તમે જે લોકો પર ભરોસો કરો છો એ લોકો જ તમને દગો આપે છે. માટે લોકો સાથે થોડા સહજ થઈને રહેવાનું જરૂરી થઈ જાય છે. કારણ કે જરૂરી નથી જે દેખાઈ રહ્યું હોય એ જ સાચું હોય. કયારેક-ક્યારેક જે દેખાય છે અસલમાં તે કંઈક બીજું જ નીકળે છે. અહીં પર અમે ફક્ત વ્યક્તિની વાત નથી કરી રહ્યા. આ વાત દરેક વસ્તુ પર લાગુ પડે છે. કયારેય પણ આપણે રંગ રૂપ જોઈને કોઈને જજ કરવા જોઈએ નહિ. મોટા મહેલોમાં પણ એશો આરામની કમી થઈ શકે છે અને સાધારણ દેખાતા મકાનમાં એ બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે જે મહેલોમાં ન મળતી હોય.
આજના આ સમયમાં આ જાણવું મુશ્કેલ છે કે કોણ હકીકતમાં તમારું ભલું ઈચ્છે છે અને કોણ તમને નફરત કરે છે. એ કહેવત તો તમે સાંભળી જ હશે કે ‘મોં માં રામ અને બગલમાં છરી.’ દેશમાં હાલના દિવસોમાં આતંકવાદ વધતો જઈ રહ્યો છે. આતંકવાદી કઈ વેશ-ભૂષામાં ક્યાં છુપાયેલા છે એ જાણવું ઘણું મુશ્કેલ છે. તે દેખાવમાં એકદમ સામાન્ય માણસ જેવા હોય છે અને એમની જેમ જ રહે છે. માટે માત્ર જોઈને એમને ઓળખવા મુશ્કેલ થઈ જાય છે.
આજે અમે તમારા માટે એવો જ એક કિસ્સો લઈને આવ્યા છીએ. એને જાણ્યા પછી તમે પણ એ જ કહેશો કે કયારેય પણ રંગ, રૂપ અને દેખાવ પર નહિ જવું જોઈએ. આ કિસ્સો ચકિત કરી દેવા વાળો છે. ઝારખંડમાં એક સાધારણ દેખાતી ઝૂંપડીમાં કંઈક એવું મળ્યું જે એને જોઈને લોકોની આંખો ફાટેલી જ રહી ગઈ.
હકીકતમાં ઝારખંડના ચિત્ર નામના જીલ્લાના બેરીયાચક ગામમાં પોલીસે શંકાના આધાર પર એક ઝુપડી ઉપર દરોડો પાડ્યો. જ્યાં પહોંચીને એમણે એવું જોયું કે એમની આંખો પહોળી જ રહી ગઈ. જણાવી દઈએ કે સામાન્ય દેખાતી આ ઝૂંપડીમાં એવા-એવા હથિયાર મળ્યા જેની કલ્પના સામાન્ય માણસ પણ ન કરી શકે. તમને એ જાણીને નવાઈ થશે કે આ ઝુપડી માંથી પોલીસને ૫.૫૬ એમ ની ૪ રાઈફલ મળી આવી. જે કોઈ સામાન્ય રાઈફલ ન હતી. પણ એ રાઈફલનો ઉપયોગ અમેરિકાની સેના કરતી હતી. લોકો વિચારમાં પડી ગયા કે છેવટે આ સાધારણ ઝૂંપડીમાં આટલા ખતરનાક હથિયાર ક્યાંથી આવ્યા?
હથિયાર એટલા ખતરનાક છે કે ૩ સેકન્ડમાં ૩૦ ગોળીઓ એક સાથે ચલાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે એક મિનીટમાં ૬૦૦ ગોળીઓ ફાયર કરી શકે છે. હાલમાં જ કશ્મીરમાં જેને મારવામાં આવ્યો હતો એ અંતાકવાદી તલહા રશીદ પાસે પણ એવી જ એક રાઈફલ મળી આવી હતી. વિચારવા જેવી વાત છે કે આ લોકોને અમેરિકામાં ઉપયોગમાં લેવાતા હથિયાર ક્યાંથી મળી રહ્યા છે? પોલીસને બાતમી મળી હતી કે અહીં ઉગ્રવાદી સંગઠનનો વડો બ્રિજેશ ગંજુ છુપાયેલો છે. સમાચાર મળતા જ પોલીસે ઝૂંપડી પર રેડ મારી. એમને હથિયાર તો મળ્યા પણ ઉગ્રવાદી ન મળ્યા.