દાંતોમાં પોલાણ કે જીવાત, દુઃખાવો, પીળાશ, મોઢામાંથી દુર્ગંધ ઉપર કુદરતી ઉપચાર

દાંતમાં ક્યારેક ગરમ કે ઠંડા પદાર્થો ખાવાથી ચીસ નીકળી જાય છે અને પાછળથી તે દુખાવો રોજ થઇ જાય છે, સતત થતો રહે છે અને જો સમય જતા તેની સારવાર ન કરાવવામાં આવે તો દાંત કઢાવવા પડી શકે છે. ક્યારેક ક્યારેક તો દાંતમાં સડો થવાને લીધે દાંત તૂટી જાય છે અને તેમાં પોલાણ થઇ જાય છે અને દાંતોમાં જગ્યા થઇ જાય છે.

દાંતોમાં પોલાણ અને જગ્યા હોવાનું કારણ :

જયારે જો કોઈ વ્યક્તિ કોઈ પણ જાતની ખાવાની વસ્તુ ખાધા પછી પાછળથી દાંતની સારી રીતે સફાઈ નથી કરતા તો તેના દાંતમાં કોઈ ખાદ્ય પદાર્થ રહી જાય છે અને પછી દાંતની તે જગ્યા ઉપર જીવાત ઉત્પન થવા લાગે છે. આ જીવાત દાંતને નબળા કરી નાખે છે, જેને લીધે ક્યારેક દાંત તૂટી જાય છે, ક્યારેક દાંતમાં પોલાણ થઇ જાય છે તો ક્યારેક તેમાં જગ્યા થઇ જાય છે. તમે નાના હોય ત્યારે દાંતો ની ભૂલ ભગવાન માફ કરી ને નવા દાંત આપે છે પછી એ દાંત ને તમે યુવાની અને ઘડપણ સુધી સમજી ને ધાન દઈ ને વાપરવા પડે છે.

પાન, તમાકુ, સોપારી, ગુટકા વગેરેના સેવનથી પણ દાંતના પોલાણ અને જગ્યા થઇ શકે છે.

કબજિયાત અને શરીરની અનેક બીમારીઓ ને કારણે પણ દાંતમાં અનેક જાતના જીવાણું ઉત્પન થાય છે. જેને કારણે દાંતોમાં પોલાણ અને જગ્યા થઇ શકે છે.

શરીરમાં વિટામીન ‘સી’, ‘ડી’ અને કેલ્શિયમ ની ઉણપ ને કારણે પણ વ્યક્તિના દાંતના પોલાણ અને જગ્યા થઇ શકે છે.

વધુ ગરમ અને ઠંડુ ભોજન કરવાથી પણ વ્યક્તિના દાંતમાં પોલાણ તથા જગ્યા થઇ શકે છે.

ચોકલેટ નું વધુ સેવન કરવાથી વ્યક્તિના દાંતમાં પોલાણ અને જગ્યા થઇ શકે છે.

વધુ પ્રમાણમાં મીઠાઈઓ તથા ટોફી ખાવાથી વ્યક્તિના દાંતમાં પોલાણ અને જગ્યા થઇ શકે છે.

ભોજનને સારી રીતે ચાવીને ન ખાવું અને ઢીલી વસ્તુ વધુ ખાવાથી દાંતને કસરત નથી મળતી જેને લીધે વ્યક્તિના દાંતમાં પોલાણ અને જગ્યા થઇ શકે છે.

ખાંડ કે તેમાં થી બનેલ ખાદ્ય પદાર્થ ખાવાથી તેને પચાવવા માટે કેલ્શિયમની જરૂર પડે છે જે દાંત અને હાડકામાંથી ખેંચાઈ જાય છે. જેના લીધે હાડકા અને દાંત નબળા પડી જાય છે અને તેને લીધે દાંતમાં પોલાણ અને જગ્યા થઇ શકે છે.

વ્યક્તિના દાંતમાં પોલાણ તથા જગ્યા નો ઉપચાર :

આમ તો દાંતમાં પોલાણ અને જગ્યાની કુદરતી સારવાર નથી થઇ શકતી પણ દાંતના પોલાણ અને જગ્યા થી બચાવી શકાય છે જે આ પ્રમાણે –

આપણા દાંતના બંધારણમાં મિનરલ, vitamin A અને D અને કેલ્શિયમ ની ખાસ ભૂમિકા રહે છે, તેથી તેને બચાવવા માટે તેની પુરતી ખુબ જરૂરી છે, ભોજનમાં એવી વસ્તુ જરૂર ઉમેરો જેનાથી આ જરૂરત પૂરી થઇ શકે.

બીજું દાંતને નાયલોનના બ્રશ અને ટુથપેસ્ટ થી ધસવાનું બંધ કરી દો. તેની જગ્યાએ મંજન નો ઉપયોગ કરો, મંજન યોગ્ય રીતે ઉપયોગ કરવાની રીત છે કે મંજનને આંગળી ઉપર લઇ પેઢા અને દાંત ઉપર સારી રીતે 10 મિનીટ સુધી લગાવી રાખો, અને પછી મોઢામાંથી ખરાબ પાણી નીકળશે, 10 મિનીટ પછી દાંતને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

દાંતની સારવાર

બાવળના લાકડાનો કોલસો 20 ગ્રામ વાટીને કપડાથી ચાળીને મૂકી દો, 10 ગ્રામ ફટકડીને તાવડી માં શેકી લો. તે એકદમ ચૂર્ણ બની જશે, 20 ગ્રામ હળદર, આ બધી વસ્તુને સારી રીતે ભેળવી લો, હવે સવારે મંજન કરતા સમયે તે લઇ લો અને તેમાં 2 ટીપા લવિંગનું તેલ લઈને તેને સારી રીતે ભેળવી લો, આ મંજન કરવાનું છે. આ મંજન દાંતને કૈવીટી મુક્ત કરશે.

સવાર અને સાંજે 10 ગ્રામ નારીયેલ તેલ લઈને મોઢામાં ભરો અને 10 મિનીટ સુધી મોઢામાં ફેરવતા રહો, એટલે કે ગુડ ગુડ કરો, તેની 10 મિનીટ પછી તે થુંકી દો, આવી રીતે રાત્રે સુતી વખતે પણ કરો.આ વિધિને ગંડુષકર્મ પણ કહે છે. આ રીત થી દાંતની નવી સંરચના શરુ થશે.

આજકાલ આપણને જે ભોજન મળે છે તેમાં મોટાભાગે કેમિકલ નો છંટકાવ હોય છે, તેથી તેનાથી બચવા માટે ભોજન બનાવતા પહેલા તે વસ્તુને રાત્રે પલાળવામાં આવે છે તેને પાણીમાં પલાળીને તેમાં 1 ચમચી વિનેગર કે લીંબુ નો રસ ભેળવીને રાખી દો, તેનાથી ફળ અને શાકભાજીમાં ભળેલા પેસ્ટીસાઈડ નીકળી જશે, જેનાથી ભોજનની અંદરથી મળતા મિનરલ અને પોષણ આપણને મળી જશે.

દાંતમાં પોલાણ અને જગ્યા ન થઇ જાય તેના માટે વ્યક્તિને ક્યારેય પણ ખાંડ, મીઠાઈ કે શીલ બંધ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ વધુ પ્રમાણમાં ન કરવો જોઈએ.

દાંતમાં પોલાણ અને જગ્યા ન થઇ જાય તેના માટે વ્યક્તિને રોજ સવારના સમયે ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા જોઈએ. તેનાથી રોગ વાળા વ્યક્તિને ખુબ વધુ ફાયદો મળે છે અને તેનાથી દાંતમાં ક્યારેય પોલાણ અને જગ્યા થશે નહી.

જો વ્યક્તિના દાંતમાં કોઈ રોગ છે તો વ્યક્તિએ તરત લીમડા ના પાંદડાને પાણીમાં ઉકાળીને તે પાણીના કોગળા કરવા જોઈએ.

સરસીયાના તેલમાં મીઠું અને હળદર ભેળવીને આંગળીથી કાયમ પેઢા ને ઘસીને સાફ કરવા જોઈએ. તેનાથી રોગીને ખુબ વધુ ફાયદો થાય છે. તેનાથી દાંતોમાં ક્યારેય કોઈ રોગ થતો નથી.

મિનરલ અને બીજા જરૂરી પોષક તત્વો માટે તમે નિયમિત Wheat Grass Juice પીવો. જો કોઈને સ્ટોન ની તકલીફ ન હોય તો તે જ્યુસમાં ઘઉં ના દાણા જેટલો ચૂનો પાનમાં લગાવીને ખાઈ એ છે તે ભેળવીને પીવો. તેનાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી થઈને દાંતને નવા બનાવવામાં મદદ મળશે.

રોજ સવાર, બપોર અને સાંજે 10-10 મિનીટ માટે લીમડાના પાંદડા ચાવવાથી દાંતના કોઈપણ રોગ થતા નથી.
લીમડાની છાલ અને ફટકડી ને શેકીને તેને વાટીને એક સાથે ભેળવીને એક કાચની બોટલમાં ભરી દો. આ મંજનથી રોજ દાંત સાફ કરવાથી દાંતના કોઈ રોગ થતા નથી.

દાંતના ઘણા પ્રકારના રોગ ઠીક કરવા માટે સ્થાનિક સારવાર સાથે આખા શરીરની કુદરતી સાધનો થી સારવાર કરાવવી જોઈએ જે આ મુજબ છે. ઉપવાસ, એનીમા, માટી પાટો, કટીસ્નાન, ગળું વીટવું, સૂર્યસ્નાન અને જળનીતિ વગેરે.

દાંતમાં થતા દરેક પ્રકારના રોગોને ઠીક કરીને જ દાંતોનું પોલાણ અને જગ્યા થવાથી બચાવી શકાય છે.

જો દાંતમાં વધુ પોલાણ થઇ જાય તો તે પુરાવી દેવું જોઈએ કેમ કે તે પુરાવશો નહી તો પોલા દાંતોની અંદર જીવાત પડી જશે અને પછી દાંત કઢાવવા પડી શકે છે. (દાંત માં સિમેન્ટ પુરાવા નો બહુ ખર્ચ નથી થતો તે કરાવા થી ખોરાક ભરાશે નહિ એટલે સડો પણ થવાની શક્યતા નહિ રહે)

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> દાંત ઉપરથી આવી રીતે દુર કરો માવા, તમ્બાકુ અને ગુટકાના ડાઘ, આ છે અચૂક ઉપાય

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જાણો ફક્ત 5 રૂપિયા માં કેવી રીતે ઘરે જ કાઢી શકીએ છીએ દાંતની જીવાત

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> અમેરિકન પણ સમજી ગયા દાંત માટે દાંતણથી ઉત્તમ કઈ જ નથી, જાણો ક્યા ક્યા દાતણ કરી શકાય

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> ઘરેલું ઉપાય થી પામો થોડી જ સેકન્ડમાં દાંતના દુખાવા માંથી રાહત…!!

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> Tartar(દાંત પાર બાઝતી પીળાશ) દુર કરવા માટે ડેન્ટીસ્ટ પાસે શા માટે જવું? કરો ઘરેલું ઉપચાર

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો, દુખાવો હોય તો આ નુસ્ખા પહેલા જ દિવસે કરશે અસર