જો તમારા દાંત છે પીળા અને સડેલા, તો થઇ શકે છે આ ૫ ગંભીર રોગ જાણી લો પછી કેતા નઈ

 

(૧) દાંતની તકલીફ અને બીમારીઓ

દાંતમાં સડો કે ખરાબ દાંત તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય બન્ને ને અસર કરે છે. હમેશા દાંતોની તકલીફને હળવાશથી લેતા હોઈએ છીએ. પણ તે ગંભીર બની શકે છે. દાંતોની તકલીફ ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. મધુમેહ, લોહીનું દબાણ અને હ્રદય સબંધી તકલીફો પાછળ દાંતની બીમારીઓ હોઈ શકે છે.

(૨) ડાયાબીટીસ

મધુમેહ દર્દીઓમાં પેઢામાં સોજો, દાંત હળવા અને મોઢામાંથી દુર્ગંધ આવવી વગેરે તકલીફ રહેતી હોય છે. આ રોગીઓમાં મોઢાની લાળમાં રહેલા જીવાણું વધુ સક્રિય થઇ જાય છે. તેથી તેના પેઢા અને જડબાના હાડકામાં ચેપ લાગે છે. તેવામાં દાંત નબળા થઇ જાય છે. મધુમેહના રોગીઓએ પોતાનું લોહીનું શુગર નિયંત્રણમાં રાખવું જોઈએ.

(૩) ઊંચું લોહીનું દબાણ

ઊંચા લોહીના દબાણની અસરવાળા દર્દીઓમાં પેઢામાંથી લોહી આવવું, દુર્ગંધ અને મોઢામાં સુકાપણું વગેરે ની તકલીફ જોવા મળે છે. તેથી આ રોગીઓએ પોતાના ઊંચા લોહીના દબાણને નિયંત્રણમાં રાખવું જોઈએ.

(૪) હ્રદય રોગ

દાંતની સારી રીતે સફાઈ કરવાથી તમે હાર્ટએટેકથી બચી શકો છો. એક સંશોધન મુજબ દાંતોને સાફ રાખીને તમે હ્રદયના હુમલાથી બચી શકો છો, કેમ કે દાંતો અને પેઢાની બીમારીનો હ્રદયની બીમારી સાથે સીધો સબંધ છે.

(૫) ફેફસા ઉપર અસર

દાંતોની નિયમિત સફાઈ ન કરવાથી આ ગંદા અને ખરાબ રંગના અને બગડી જાય છે. તેની ખરાબી અને પરું થી દાંત અને પેઢા પણ ખરાબ થવા લાગે છે. દાંતોની ખરાબી ફેફસા સુધી પહોંચીને તેને પણ ચેપ લગાડી શકે છે. તેની કાર્યક્ષમતા ઉપર પણ અસર કરે છે. કંઈપણ ખાધા કે પીધા પછી કોગળા કરી મોઢું સાફ કરવું જોઈએ તેમજ દિવસ આખામાં બે વખત દાંતોની નિયમિત સફાઈ કરવી જોઈએ. આ સફાઈ સારી રીતે કરવી જોઈએ. સાફ દાંત આપણા જીવનની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

(૬) કેન્સર

દાંતોની ખરાબ થયેલ આરોગ્ય મોઢા અને ગળાના કેન્સરનું કારણ થઇ શકે છે. પેઢામાંથી લોહી આવવું કે દાંતો સાથે જોડાયેલ કોઈપણ પ્રકારની તકલીફને ધ્યાન બહાર ન કરવું. દાંતોને સ્વસ્થ રાખવા માટે દિવસમાં બે વખત દાતણ કરો

(૭) પીરીયોડોટીસ ની સારવાર નથી કરવામાં આવે તો તે ગંભીર સ્વરૂપ લઈને પીરીયોડોટીસ માં બદલી જાય છે. પીરીયોડોટીસ વાળા વ્યક્તિમાં પેઢાની અંદરના ભાગમાં હાડકા દાંતથી દુર થઇ જાય છે. દાંતો અને પેઢાની વચ્ચે રહેતી આ નાની એવી જગ્યામાં કચરો એકઠો થવા લાગે છે અને દાંતો અને પેઢામાં ચેપ ફેલાઈ જાય છે. જો સારી રીતે સારવાર ન કરાવવામાં આવે તો દાંતોની ચારે બાજુ રહેલ ઉત્તક નાશ થવા લાગે છે.

(૮) કેવી રીતે કરવી દાંતોની સફાઈ

સ્વસ્થ દાંતો માટે જરૂરી છે કે તેની વિશેષ કાળજી લેવામાં આવે. રોજ દિવસમાં બે વખત દાતણ કરો. રાત્રે સુતા પહેલા બ્રશ કરવાનું ન ભૂલશો. બાળકોને બાળપણથી જ આવી ટેવ પાડો જેથી તે મોટા થઈને આ ટેવ ને અનુસરે.

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> દાંત ઉપરથી આવી રીતે દુર કરો માવા, તમ્બાકુ અને ગુટકાના ડાઘ, આ છે અચૂક ઉપાય

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જાણો ફક્ત 5 રૂપિયા માં કેવી રીતે ઘરે જ કાઢી શકીએ છીએ દાંતની જીવાત

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> અમેરિકન પણ સમજી ગયા દાંત માટે દાંતણથી ઉત્તમ કઈ જ નથી, જાણો ક્યા ક્યા દાતણ કરી શકાય

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> ઘરેલું ઉપાય થી પામો થોડી જ સેકન્ડમાં દાંતના દુખાવા માંથી રાહત…!!

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> Tartar(દાંત પાર બાઝતી પીળાશ) દુર કરવા માટે ડેન્ટીસ્ટ પાસે શા માટે જવું? કરો ઘરેલું ઉપચાર

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો, દુખાવો હોય તો આ નુસ્ખા પહેલા જ દિવસે કરશે અસર

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> દાંતોમાં પોલાણ કે જીવાત, દુઃખાવો, પીળાશ, મોઢામાંથી દુર્ગંધ ઉપર કુદરતી ઉપચાર