ઘરેલું ઉપાય થી પામો થોડી જ સેકન્ડમાં દાંતના દુખાવા માંથી રાહત…!!

સૌથી ખરાબ અને પરેશાન કરનારો દુખાવો દાંતનો માનવામાં આવે છે, જે સહનશક્તિ બહારનો હોય છે. આ દુઃખાવો તમારી માનસિક સ્થિતિ ખરાબ કરી નાખે છે તેને લીધે તમે કંઈપણ ખાઈ પી નથી શકતા. દાંતના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે :

શું તમારા દાંતનો દુઃખાવો નીચે જણાવેલમાંથી કોઈ કારણ છે?

પેઢાની બીમારીઓ

દાંતનો ચેપ

plaque

દાંત ઉપર કઈ વાગવું

તૂટેલો દાંત

Temporomandibular joint (TMJ)

દાંત ઉગવો

ખોટું ભરાવું

જો તમને દાંતનો દુઃખાવો છે તો તમારે તરત દાંતના ડોક્ટરને બતાવવું જોઈએ તે એક સારો ઈલાજ કરી શકશે. પણ દાંતનો દુઃખાવો ક્યારેય પણ થઇ શકે છે, ઘણી વાર દાંતનો દુઃખાવો ખુબ ખરાબ સમયે ઉભો થાય છે જેમ કે રાત્રે, આવા સમયે આપણે દાંતના ડોક્ટર પાસે જઈને સારવાર પણ ન કરાવી શકીએ. અને એમની ફી દરેક ને પોસાય એવી નાં પણ હોય કે એપોઇન્ટમેન્ટ વગેરે ઘણા નાટક હોય છે. એના કરતા ઘરેલું ઈલાજ તમારો સમય અને પૈસા બચાવી શકશે. દુઃખાવો એટલો વધુ અને પરેશાન કરનારો હોય છે જેના લીધે આપણે સવાર સુધી રાહ પણ જોઈ નથી શકતા. આવા સમયે તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે તમે ઘેર બેઠા તમે થોડી સેકન્ડમાં જ દુખાવામાંથી છુટકારો મેળવી શકો છો.

પહેલો નુસખો

1/2 ચમચી લવિંગનો પાવડર

1/2 ચમચી નારિયેળ નું તેલ

લવિંગમાં eigempl હોય છે જે પણ analgesic ની અસર કરે છે અને નારીયેળ તેલ એન્ટીબેક્ટેરીયલ હોય છે જે દાંતના બેક્ટેરિયા નો નાશ કરી દે છે જે દુખાવાનું કારણ પણ હોઈ શકે છે.
રીત – preparation જણાવેલ સામગ્રીને એક સાથે ભેળવીને પેસ્ટ બનાવીને પછી, દાતણ કે ટુથપેસ્ટની મદદથી દુઃખાવા વાળી જગ્યા ઉપર દિવસમાં ત્રણ વાર લગાવવાથી રાહત મળે છે.

બીજો નુસખો :

બાવળના કોલસાને વાટીને કપડાથી ચાળીને ચૂર્ણ બનાવી લો તેમાં એટલા જ પ્રમાણમાં ફટકડી તાવડી ઉપર શેકીને તેનું ચૂર્ણ નાખો, ફટકડી ને તાવડી ઉપર શેકતી વખતે તેનું બધું પાણી ઉડી જશે અને માત્ર ચૂર્ણ જ વધશે. આ ચૂર્ણને અને કોલસાના ચૂર્ણને ભેળવીને દુઃખાવા વાળા ભાગ ઉપર થોડી વાર માટે આંગળીથી લગાવો, થોડી વારમાં દાંતનું બધું ખરાબ પાણી નીકળી જશે અને દાંતના દુખાવામાંથી મુક્તિ મેળવી લેશો. તમે આ મિશ્રણને રોજ દાંત સાફ કરવા માટે મંજન તરીકે ઉપયોગમાં લઇ શકો છો. તેનાથી દાંત મોતી જેવા સાફ થઇ જશે અને ક્યારેય કોઈ રોગ નહી થાય.

ઉપર બતાવ્યા પ્રમાણે ક્રિયાની સાથે જો તમે ચા અને કોફીને છોડી દો તો તમને પરિણામ સો ટકા મળી શકે છે.
આપણે જાણીએ છીએ કે ખુબ જ વધુ ભણેલા ગણેલા અંગ્રેજ કહે છેકે તે બધું બકવાસ છે તો તેને તે કહીશ કે તમારા હાથમાં ફોન છે ઈન્ટરનેટ ફ્રી છે ગુગલ ઉપર જાઓ અને ત્યાં લખો એક્ટીવેટેડ ચારકોલ ફોર ટુથ (Activated charcoal for tooth) આ લખતા જ તમને ત્યાં કોલસાની દુકાન મળી જશે, અને તમે ને પોતાને જ સમજ પડી જશે કે વર્ષોથી અમારા દાદી નાની કેમ કોલસા થી તેમના દાંત સાફ કરતા હતા.

દાંતો માટે નો અમારો આ લેખ પણ વાંચી શકો છો >>> પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો, દુખાવો હોય તો આ નુસ્ખા પહેલા જ દિવસે કરશે અસર