દાંત ઉપરથી આવી રીતે દુર કરો માવા, તમ્બાકુ અને ગુટકાના ડાઘ, આ છે અચૂક ઉપાય

દાંતના કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા તમારી સુંદરતાને ખરાબ કરી શકે છે. જે લોકો માવા તમ્બાકુ ખાય છે તેમના દાંતમાં ડાઘ ધબ્બા થવાની તકલીફ વધુ રહે છે. દાંતો ઉપર કોઈપણ જાતનો મેલ અને તેની ઉપર બેક્ટેરિયા જામવાનો ડર વધી જાય છે. તેવામાં દાંતોમાં ઘણી જાતના સંક્રમણનો ડર ખુબ જ વધી જાય છે. તેના માટે જરૂરી છે કે તમારે દાંત ઉપર પડેલા ડાઘ-ધબ્બાને સમય મળે ત્યારે દુર કરી દેવા જોઈએ.

આમ તો દાંતોને બરોબર સાફ ન કરવાથી, ખોરાક વગેરેનું ફસાઈ જવાથી પણ દાંતોમાં ડાઘ લાગી જાય છે. પણ વધુ પ્રમાણમાં લોકો તમ્બાકુના લીધે પોતાના દાંતની સુંદરતા ખરાબ કરતા હોય છે. આવા લોકો માટે આજે અમે થોડા એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે તમ્બાકુને કારણે દાંત ઉપર જામેલા મેલથી છુટકારો સરળતાથી મેળવી શકો છો.

(1) દાંતોનો મેલ દુર કરવા માટે સૌથી ઉત્તમ ઉપાય છે કે તમે નિયમિત રીતે દિવસમાં બે વખત બ્રશ કરો. સાથે સાથે માઉથવોશ પણ જરૂરી છે. તેનાથી તમારા દાંતો ઉપર મેલ જામશે નહી, અને જો જામી પણ જાય તો થોડા જ દિવસોમાં દુર પણ થઇ જાય છે. તમારા દાંત જેટલા ચીકાશવાળા અને સાફ રહેશે તેમાં ડાઘ લાગવાની શક્યતા એટલી જ ઓછી રહેશે.

(2) બેકિંગ સોડા ના ઉપયોગથી દાંતો ઉપરથી ડાઘ-ધબ્બાને દુર કરી શકાય છે. રોજ બ્રશ કર્યા પછી પોતાના દાંતો ઉપર બેકિંગ સોડા પાવડર ઘસો. તેનાથી તરત જ તમારા દાંત ચમકવા લાગશે.

(3) નિયમિત રીતે ગાજરનું સેવન પણ તમારા દાંતને મેલથી સુરક્ષિત રાખી શકે છે, ગાજરમાં રહેલા રેશા તે ખાવાથી દાંતોની સારી રીતે સફાઈ કરી નાખે છે. તેના લીધે ડાઘ-ધબ્બા જામતા નથી. માટે જો ચળકાટ વાળા દાંત જોઈએ તો રોજ ગાજર ખાવાનું શરુ કરી દો.

(4) તમ્બાકુ ખાતા ખાતા જો દાંત માં પીળાશ આવી જાય તો તેને દુર કરવા માટે તમે હળદર નો ઉપયોગ કરી શકો છો. હળદરમાં સરસીયાનું તેલ અને મીઠું ભેળવીને પેસ્ટ બનાવો. તેનાથી રોજ સવારે મંજન કરવાથી દાંતોની પીળાશ ચોક્કસ દુર થઇ જાય છે.

(5) દાંતોને સાફ અને ચમકતા રાખવા છે તો આજ થી જ તમ્બાકુ ખાવાનું છોડી દો. માવા તમ્બાકુના સેવનથી ન માત્ર તમારા દાંત ખરાબ થાય છે પણ તેનાથી કેન્સર, ફેફસાની બીમારી અને આંધળાપણું જેવી ગંભીર બીમારીઓનો ભોગ પણ બની શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.