દરેક દુઃખી વ્યક્તિએ કરવા જોઈએ શનિદેવના આ 3 ઉપાય, ખુશીઓ તમારા ચરણ ચૂમશે

દુઃખ એક એવી વસ્તુ છે જે જીવનમાં વારંવાર આવી જાય છે, આજના જમાનામાં દરેક બીજો માણસ દુઃખી જ મળશે. બસ ફરક એટલો હોય છે કે કોઈનું દુઃખ નાનું હોય છે તો કોઈનું મોટું. અને ઘણી વખત લોકો એવી બધી વાતોને લઈને પણ દુઃખી થઇ જાય છે જેના વિષે જાણી વધુ દુઃખી માણસ હસી પડશે. બધાનું દુખ અનુભવવાની અલગ અલગ રીત હોય છે. જયારે વાત દુઃખો માંથી છુટકારો મેળવવાની આવે છે ત્યારે તમારે તમારા દુર્ભાગ્યને દુર કરવાનું હોય છે. તમને આ કામમાં શનિદેવ મદદ કરી શકે છે, એ કારણથી અમે તમારા માટે આ ઉપાય લઈને આવ્યા છીએ.

પહેલો ઉપાય : દીવડો અને મંત્ર

શનિદેના નામનો દીવડો તો તમારામાંથી ઘણા લોકો શનિવારે લગાવતા જ હશે, બસ તે દરમિયાન તમે એક નાનું એવું કામ બીજું કરી લો તો તમારા ઘણા દુઃખ પોતાની જાતે જ દુર થઇ જશે. સૌ પહેલા એ વાત ધ્યાનમાં રાખો કે તમે સરસીયા કે તલના તેલનો દીવડો પ્રગટાવો. આ દીવડામાં કાળા તલના થોડા દાણા પણ નાખી દો. જયારે પણ આ દીવડો પ્રગટાવો અને હાથ જોડો તો સાથે આ શનીમંત્રના જાપ કરો.

ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: આ મંત્ર તમારે હાથ જોડી ૭ વખત બોલાવનો છે. મંત્ર પુરા થયા પછી શનિદેવને તમારી સમસ્યા જણાવો અને ફરી ૭ વખત આ મંત્રનું ઉચ્ચારણ કરો. આવું ૭ શનિવાર સુધી કરવાથી તમે જણાવેલા દુઃખો જલ્દી દુર થઇ જશે.

બીજો ઉપાય : ઘોડાની નાળ

કાળા રંગની લોખંડની ઘોડાની નાળ ખરીદીને લઇ આવો. તેને શનિદેવની પૂજા દરમિયાન એક કાળા કપડાની ઉપર રાખો. હવે શનિદેવ પાસે તમારા કુટુંબની સુરક્ષાની વિનંતી કરો. ત્યારપછી આ ઘોડાની નાળને તેલમાં દુબાડો કે નવડાવી દો. હવે એક કાળો દોરો લો અને ઘોડાની નાળને તમારા ઘરની દક્ષીણ કે પશ્ચિમ દિશામાં લટકાવી દો. તેનાથી તમારા ઘરમાં કોઈ ખરાબ દ્રષ્ટિ કે નેગેટીવ શક્તિ નહિ આવી શકે. તે તમારા દુશ્મનોને પણ દુર રાખવાનું કામ કરશે.

ત્રીજો ઉપાય : કાળો દોરો

એક નારીયેળ લો અને તેની ઉપર કાળો દોરો બાંધી દો. હવે આ નારીયેળને હાથમાં લઈને શનિદેવ સામે પૂજાની મુદ્રામાં બેસી જાવ. ત્યારપછી તમારે આ મંત્રને ૫૧ વખત જાપ કરવાનો છે. ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:। ત્યાર પછી નારીયેળ માંથી કાળો દોરો કાઢી લો અને તેને તમારા હાથમાં બાંધી લો.

અને નારીયેળ ફોડીને ઘરના તમામ સભ્યો મળીને ખાઈ લો. આ કાળો દોરો તમે ઘરમાં બીજા લોકોના હાથ ઉપર પણ બાંધી શકો છો, આ દોરો તમને દુર્ભાગ્ય અને મુશ્કેલીઓથી બચાવવાનું કામ કરશે. એટલા માટે તમે તમારા હાથમાં તેને હંમેશા પહેરી રાખો. આ ઉપાય ત્રણથી ચાર મહિનામાં એક વખત કરતા રહો. શનિદેવની કૃપા જળવાઈ રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.