સમુદ્ર કિનારે યુવકને મળ્યો અજીબોગરીબ “તોપ નો ગોળો”, ખુલી ગયું 18.5 કરોડ વર્ષ જુનું રહસ્ય

આ પૃથ્વી અબજો ખરબો વર્ષ જૂની છે અને આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના જીવોની ઉત્પતી થઇ હશે અને અદ્રશ્ય પણ થઇ ગઈ હશે આપણેને તેના વિષે તો બસ કોઈ કોઈ જગ્યાએથી ખોદકામ કરતા સમયે કે કોઈ કુદરતી પરિવર્તનથી જાણવા મળે છે. એવા જ પરિવર્તન દરિયાઈ જીવોમાં પણ અનેક પ્રકારના જળચર જીવની ઉત્પતી થઇ હશે અને લુપ્ત પણ થઇ ગઈ હશે, તેના પણ આપણેને કોઈ કોઈ સમયે તેના અવશેષો મળી આવે તેની ઉપરથી જાણી શકીએ છીએ કે, આવા પ્રકારના જીવની ઉપસ્થિતિ આ સૃષ્ટિ ઉપર વર્ષો પહેલા થઇ હશે. આવા જ એક દરિયાઈ જીવનાં અવશેષ મળી આવ્યા છે, અને તે પણ કરોડો વર્ષ જુનો છે. આવો જાણીએ એ અવશેષ વિષે વિસ્તારથી.

દુનિયામાં એવી ઘણી અવનવી વસ્તુ ઓથી ભરેલી છે, જેની શોધ એ અવાર નવાર લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. એક એવી જ વિચિત્ર એવી વસ્તુ બ્રિટેનના યાર્કશાયરમાં એક યુવાનને મળી છે, જેણે ૧૮.૫ કરોડ વર્ષ જુનું રહસ્ય ખોલી નાખ્યું છે. આ શોધથી વેજ્ઞાનિક પણ ચકિત છે.

ખાસ કરીને જીવાશ્મની શોધ કરવા વાળા ૨૨ વર્ષના એરોન સ્મિથ એક દિવસ દરિયા કિનારે એમ જ કોઈ વસ્તુની શોધ કરી રહ્યા હતા. ત્યારે તેમણે તે સ્થળે એક જૂની તોપનો ગોળો મળ્યો. આ ગોળો એક વિચિત્ર એવો ચમત્કાર પથ્થરમાં બદલાઈ ગયો હતો, જે દેખાવમાં એકદમ સોના જેવો લાગી રહ્યો હતો. જયારે એરોન એ તે તોપના ગોળાને તોડીને જોયું તો તે દંગ રહી ગયો.

તે ટોપના ગોળાની અંદર યુવક એ એક દુર્લભ જીવાશ્મ મળ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે જીવાશ્મ દરિયાઈ જીવ ક્લેવીસેરસનું છે, જે ૧૮.૫ કરોડ વર્ષ પહેલા પૃથ્વી ઉપર હતો, પરંતુ હવે અદ્રશ્ય થઇ ગયો છે. ક્લેવીસેરસ એક હાથીકાય જીવ હતો, જે દેખાવમાં કોઈ ઓકટોપસ જેવો દેખાતો હતો.

આ વાત પરથી ખ્યાલ આવે છે કે આપણી પૃથ્વી કેટલી જૂની છે સાથે સાથે કેટ કેટલા રહસ્યો પોતાની અંદર સમાવીને બેઠી છે. આવા કેટલાય રહસ્યો ઉકેલવા જઈએ તો આપણો આ એક મનુષ્ય જન્મ તો ઓછો પડે. તમને પણ આવા રહસ્ય વિષે વાચવા મળ્યું હોય તો તેની લીંક કોમેન્ટ બોક્ષમાં મુકો. જેથી બીજા પણ વાંચી શકે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.