દર્શકોને બકવાસ લાગે છે આ 5 અભિનેતાઓની એક્ટિંગ, તો પણ મોં ઉઠાવીને ફિલ્મોમાં આવી જાય છે

કોઈપણ ફિલ્મ હીટ થવામાં બે વસ્તુ મહત્વની ભૂમિકા નિભાવે છે. પહેલી ફિલ્મની કહાની અને બીજું કલાકારોનો અભિનય. હાલમાં બોલીવુડમાં કુટુંબવાદ ઘણું ચાલે છે. જ્યાં એક તરફ ઘણા ટેલેન્ટેડ કલાકાર એક ચાન્સ માટે સ્ટ્રગલ કરે છે ત્યાં અમુક ફિલ્મી કલાકારોના દીકરા કે સંબંધિઓ હોવાને કારણે જ તેમને ફટાકથી ફિલ્મો મળી જાય છે.

હવે તેમના અભિનયમાં દમ હોય તો ફિલ્મો હીટ થાય તો કોઈ વાંધો નથી. જેવા કે રણબીર કપૂર કે આલિયા ભટ્ટ. પરંતુ જેને અભિનયનો અ પણ આવડતો ન હોય અને તેની તમામ ફિલ્મો ફ્લોપ જઈ રહી હોય તો તેણે કલાકાર હોવા ઉપર શરમ અનુભવવી જોઈએ. પછી તેમણે કોઈ બીજી કારકિર્દી શોધી લેવી જોઈએ. આમ તો આ કલાકારોને એ વાત સમજાતી જ નથી.

૧. હિમેશ રેશમિયા

તે વાતમાં કોઈ શંકા નથી કે હિમેશ રેશમિયા એક સારા ગાયક અને સંગીતકાર છે. તેમના ગાયેલા ગીતો હંમેશા હીટ થાય છે. આમ તો હિમેશ જેટલા સારા ગાયક છે એટલા જ ખરાબ કલાકાર પણ છે. તેમને અભિનય કરવાનું ભૂત વર્ષ ૨૦૦૭થી લાગ્યું હતું. ત્યારે તે ‘આપ કા સુરુર’ નામની ફિલ્મમાં ખાસ કરીને હીરો તરીકે આવ્યા હતા. આ ફિલ્મ એકદમ ફ્લોપ થઇ હતી.

ત્યાર પછી હિમેશે કજરારે (૨૦૧૦), દમદમ (૨૦૧૧), દ એક્સપોઝ (૨૦૧૪), તેરા સુરુર (૨૦૧૬) જેવી ફિલ્મોમાં ખાસ કરીને અભિનેતા તરીકે કામ કર્યું. આમ તો આ બધી ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર ફ્લોપ રહી. પરંતુ હિમેશને હજુ પણ અક્કલ નથી આવી અને ૨૦૨૦માં તેની આગામી ફિલ્મ ‘હેપ્પી હાંડી ઓર હીર’ આવવાની છે. આમ તો હિમેશ પોતે પોતાની ફિલ્મોમાં પૈસા લગાવે છે એટલા માટે જ ફ્લોપ હોવા છતાં પણ વારંવાર તે હીરો બનીને આવી જાય છે.

૨. સોહેલ ખાન

સલમાન ખાન બોલીવુડના સૌથી મોટા સુપરસ્ટાર છે. આમ તો તેના નાના ભાઈ સોહેલ તેનાથી એકદમ ઉલટા છે. સોહેલે ૨૦૦૨માં ‘મેને દિલ તુઝકો દિયા’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ત્યારપછી તેઓ બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા. આમ તો દર્શકોને સોહેલની એક્ટિંગ જરા પણ ન ગમી. પણ સલમાનના ભાઈ હોવાને કારણે જ તે આજે પણ ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે.

3. જેકી ભગવાની

જેકી ભગવાનીએ ૨૦૦૯માં ‘કલ કિસને દેખા’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારપછી તે મિત્રો, અજબ ગજબ લવ, જેવી ઘણી ફાલતું ફ્લોપ ફિલ્મોમાં જોવા મળ્યા. જેકીની એક્ટિંગ કાંઈ ખાસ નથી. ઘણા બધા લોકો તેને ઓળખતા પણ નથી. આમ તો ફિલ્મ પ્રોડ્યુસર બાસુ ભાગવાનીના દીકરા હોવાને કારણે જ તેને અત્યાર સુધી ફિલ્મમાં રોલ મળી રહ્યા છે.

૪. તુષાર કપૂર

જીતેન્દ્રના દીકરા અને એકતા કપૂરના ભાઈ તુષાર કપૂરની એક્ટિંગમાં પણ કોઈ ખાસ દમ નથી, તેને ફિલ્મ મળવાનું સૌથી મોટું કારણ એ છે કે તે જીતેન્દ્રના દીકરા છે અને એકતા કપૂરનું પોતાનું ફિલ્મ પ્રોડક્ટ હાઉસ છે. આમ તો તુષારને બસ ‘ગોલમાલ’ સીરીઝમાં જ પસંદ કરવામાં આવ્યા. તે ઉપરાંત તેની તમામ ફિલ્મો ફ્લોપ રહી.

૫. આર્ય બબ્બર

રાજ બબ્બર બોલીવુડના મોટા અભિનેતા છે પરંતુ તેના દીકરા આર્ય બબ્બરનો બોલીવુડમાં સિક્કો ન ચાલી શક્યો. ૨૦૦૨માં તેની ‘અબ કે બરસ’ ફિલ્મ આવી હતી જે ફ્લોપ રહી હતું. ત્યારપછી પણ તેની જેટલી પણ ફિલ્મો આવી તેમાં તેમણે કોઈ ખાસ પ્રદર્શન નથી કર્યું. હવે આર્ય બબ્બરની ગણતરી પણ બોલીવુડના ફ્લોપ અભિનેતાઓમાં થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.