દારૂ પીધા પછી શરીરમાં જોવા મળે છે આવા 9 સંકેત તો સમજી જવું કે પીવાનું બંધ કરવું પડશે, નહિ તો…

જરૂરી નથી કે તમને ધૂળ-માટી, કોઈ વિશેષ શાકભાજી કે ફળ કે ઘઉં માંથી બનેલી વસ્તુથી જ એલર્જી હોય. આલ્કોહોલની એલર્જી તેનાથી ઘણી વધુ ખતરનાક હોય છે. મોટા ભાગે તમે તેને ધ્યાન બહાર કરી દો છો અને કોઈ મિત્રના કહેવાથી તરત દારુ પીવા માટે તૈયાર થઇ જાવ છો.

જો કે તમને પહેલાથી જ ખબર હોય છે કે દારૂ પીધા પછી તમે તેને સહન નથી કરી શકતા તો તમને કેટલાય પ્રકારની તકલીફો થઇ શકે છે. એટલા માટે તમે આલ્કોહોલનું સેવન કર્યા પછી તેને સહન કરી શકો છો કે નહિ. તેની ખબર ૯ રીતે તમે સરળતાથી લગાવી શકો છો.

૧. નાક માંથી પાણી વહેવું : દારુ પીધા પછી નાક માંથી પાણી પડવું એ વાતનો સંકેત છે, કે આલ્કોહોલ તમને માફક નથી આવતું. આલ્કોહોલને કારણે નાકના સાઈનસ કેવીટીમાં સોજો આવી જાય છે, જેને કારણે નાકમાં લોહી જામી જાય છે. કેફી પીણા પદાર્થોમાં વધુ પ્રમાણમાં હીસ્ટોમીન મળી આવે છે, અને તે તેના કારણે થાય છે. જો તમારું શરીર તેને સહન નથી કરી શકતું તો તમારા નાક માંથી તરત પાણી પડવાનું શરુ થઇ જાય છે.

૨. ચહેરાનું લાલ પડવું : ચહેરાનું લાલ થવું પણ એ વાતનો સંકેત છે, કે આલ્કોહોલ તમને માફક નથી આવતું. આલ્કોહોલમાં રહેલા એસીટીલ્ડીહાઇડને તમારું શરીર સંપૂર્ણ રીતે તોડવામાં સક્ષમ નથી હોતું. તેના કારણે તમારો ચહેરો લાલ પડી જાય છે અને ધીમે ધીમે આખા શરીર ઉપર પણ ફેલાવા લાગે છે. તેનાથી તમારું બ્લડ પ્રેશર વધવાની શક્યતા વધુ રહે છે.

૩. ત્વચાને ગરમ થવી અને ખંજવાળ થવી : દારુ પીધા પછી શરીરમાં એએલડીએચ ૨ ઘટી જાય છે જેના કારણે જ ત્વચા ગરમ થઇ જાય છે અને પછી ખંજવાળ આવવા લાગે છે. તેનો અર્થ એ છે કે આલ્કોહોલમાં રહેલા હિસ્ટામીન અને બીજા કેમિકલ તમારી ત્વચા ઉપર એલર્જી ઉભી કરે છે જેનાથી ત્વચામાં ખંજવાળ થવા લાગે છે.

૪. ઉબકા આવવા : સામાન્ય રીતે ડ્રીંક કરવા વાળા મોટાભાગના લોકો ઉલટી કરે છે. પરંતુ તમને દરેક વખતે આવું થાય છે તો તેનો અર્થ એ છે કે તમે દારુને સહન નથી કરી શકતા. દારુ પીધા પછી શ્વાસનળી, આંતરડા અને પેટમાં બળતરા થાય છે જેનાથી ઉબકા આવવા લાગે છે.

૫. સતત ઉલટી થવી : દારૂ પીધા પછી જો તમે ઉલટી કરવા માટે તરત બાથરૂમ ભાગો છો, તો એ વાતની વધુ શક્યતા છે કે આલ્કોહોલને તમે સહન નથી કરી શકતા. ક્યારે ક્યારે વધુ દારુ પીવાને કારણે પણ આપણા શરીરની ક્રિયા ખરાબ થઇ જાય છે જેનાથી ઉલટી થવા લાગે છે.

૬. ડાયરિયા : દારુ પીધા પછી ગડબડ થવી કે ડાયરિયા થવો એ વાતનો સંકેત છે કે દારૂ તમને માફક નથી આવી રહ્યો. ક્યારે ક્યારે સતત ડાયરિયા થાય છે અને જલ્દી સાજા નથી થતા, તો તેનો અર્થ છે કે તમે દારુને જરા પણ સહન નથી કરી શકતા.

૭. હ્રદયની ગતી તેજ થવી : જો તમને આલ્કોહોલથી એલર્જી છે, તો તે પીધા પછી તમારા હદયની ગતિ પણ વધી શકે છે. એટલા માટે તેને હળવાશથી ન લેવું જોઈએ. કેમ કે ક્યારે ક્યારે તે આરોગ્ય માટે ગંભીર કારણ બની શકે છે. જો તમને દારૂ પીધા પછી એવી સમસ્યા આવે તો તરત ડોક્ટર પાસે જાવ.

૮. અસ્થમા વધી શકે છે : આલ્કોહોલના સેવન પછી શ્વાસ સંબંધી બીમારીઓ હંમેશા વધી જાય છે. તેનો અર્થ છે કે જો તમે અસ્થમાના દર્દી છો તો દારૂ પીધા પછી અસ્થમાનો હુમલો તેજ થઇ શકે છે. એટલા માટે ઉત્તમ છે કે તમે તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખો અને શ્વાસ સંબંધી તકલીફથી દુર રહેવા માટે દારુનું સેવન ન કરો.

૯. બ્લડ પ્રેશર ઓછું થવું : જો દારૂને તમે સહન નથી કરી શકતા તો તે પીધા પછી તમારું લોહીનું દબાણ પણ ઘટી શકે છે અને તમને ચક્કર, આત્મકેન્દ્રિત થવામાં તકલીફ, થાક લાગી શકે છે અને શ્વાસ પણ ફુલાઈ શકે છે. જો તમને આ પ્રકારની કોઈ તકલીફ થાય છે તો તરત ડોક્ટર પાસે જાવ. જેથી સમયસર તમને પોતાને વધુ બીમાર થવાથી બચાવી શકો. તે ઉપરાંત જો તમને દારુ માફક નથી આવતો તો તમે કોફી કે કોઈ બીજા મીઠા પીવાના પદાર્થનું સેવન કરો.

આ માહિતી બોલ્ડસ્કાય અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.