દારૂ પીને ચલાવી રહ્યો હતો રીક્ષા, 25 હજારમાં ખરીદી હતી રીક્ષા અને થયો એટલો દંડ કે તમે પણ દંગ રહી જશો.

હરિયાણાના ગુરુગ્રામમાં ઓટો ચાલક ઉપર ૩૨ હજાર અને સ્કુટી ચાલક વિરુદ્ધ ૨૩ હજાર રૂપિયાનું ચલણ પછી ભુવનેશ્વરમાં આવ્યો મોટો કેસ.

ભુવનેશ્વર. દારુ પી ને ગાડી ચલાવવા ઉપર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા સમાચારોથી તો આપને માહિતગાર છીએ. મોટર વહન કાયદા (New Motor Vehicle Act) એ બદલેલા નિયમ લાગુ થયા પછી એવું કરવું ઘણું મોંઘુ પડી શકે છે, તે ઓડીસાના એક ઓટો રીક્ષા ચાલકને ખબર પડી ગઈ છે. ઓડીસાના પાટનગર ભુવનેશ્વરમાં પોલીસે ઓટો રીક્ષા ચાલક ઉપર ટ્રાફિક નિયમ તોડવાને લઈને ૪૭ હજાર ૫૦૦ રૂપિયાનો દંડ લગાવી દીધો.

આધેડ ઉંમરના ઓટો ચાલક હરીબંધુ કાન્હર ઉપર પોલીસે દારુ પી ને ગાડી ચલાવવા સહીત ઘણા નિયમો તોડવાનો આરોપ લાગ્યો છે. કાન્હરે જણાવ્યું કે તેણે માત્ર એક અઠવાડિયા પહેલા ૨૫ હજાર રૂપિયામાં સેકેંડ હેન્ડ ઓટો ખરીદી હતી. તેણે એ પણ જણાવ્યું કે તેની ભૂલ માત્ર એટલી જ છે કે તેણે દારુ પી ને ગાડી ચલાવી. બીજા કોઇ નિયમ તેણે તોડ્યા નથી.

વાયરલ થયા આ સમાચાર

ઓટો ચાલક હરીબંધુ કાન્હરની ભૂલને લઈને કરવામાં આવેલા આ ચલણના સમાચાર વાયરલ થઇ ગયા છે. દેશભરમાં ઘણા સ્થળોએ આવા સમાચાર સામે આવ્યા પછી મોટર વ્હીકલ એક્ટના નવા નિયમને લઈને સોશિયલ મીડિયા ઉપર ચર્ચા પણ થઇ રહી છે. ત્યાં કાન્હર માટે મુશ્કેલી એ છે કે તે દંડની આટલી મોટી રકમ ક્યાંથી ચૂકવશે. ભુવનેશ્વર પોલીસે કાન્હર ઉપર ટ્રાફિક નિયમ તોડવાના ઘણા આરોપ લગાવ્યા છે.

પોલીસે તેની ઉપર સામાન્ય નિયમ તોડવાને લઈને ૫૦૦ રૂપિયા, બિન અધિકૃત વ્યક્તિ દ્વારા વાહન ચલાવવાને લઈને ૫ હજાર, લાયસન્સ વગર ડ્રાઈવિંગ માટે ૫ હજાર રૂપિયા, દારુ પી ને વાહન ચલાવવા ઉપર દંડ ૧૦ હજાર, પદુષણ સંબંધી ભૂલ માટે ૧૦ હજાર, પરમીટ વગર ગાડી ચલાવવા માટે ૧૦ હજાર અને રજીસ્ટ્રેશન અને ફીટનેશ સર્ટીફીકેટ ન હોવાને લઈને ૫ હજાર રૂપિયાનો દંડ લગાવ્યો છે. તે ઉપરાંત વાહનનો વીમો ન હોવાને કારણે ૨ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

ઓટો ચાલકે જણાવ્યું – મારી પાસે આટલા પૈસા જ નથી

ઓટો ચાલક હરીબંધુ કાન્હરને પોલીસે જણાવ્યું કે તે ભુવનેશ્વરમાં ચન્દ્રશેખરપુર આવેલા ડ્રાઈવિંગ ટેસ્ટીંગ ટ્રેક ઉપર આવીને દંડની આ રકમ જમા કરે. આમ તો કાન્હરે જણાવ્યું કે તે આટલી મોટી રકમ નથી ચૂકવી શકતો. તેને જણાવ્યું, હું સમજી નથી શકતો કે આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવીશ. મેં દારૂ પી ને ગાડી ચલાવવાનો ગુનો કર્યો છે. પરંતુ તે ઉપરાંત બીજા કોઈ ગુના નથી કર્યા. મારી પાસે તમામ જરૂરી કાગળો હતા. પરંતુ તે ઘરે પડ્યા હતા.

હું તે કાગળો ઓટોમાં નથી રાખતો, કેમ કે ચોરી થવાનો ડર રહે છે. ટ્રાફિક પોલીસ ઉપર મનમાનીનો આરોપ લગાવતા કાન્હરે જણાવ્યું, મેં દારુ પીને ગાડી ચલાવવાની ભૂલ માની લીધી હતી, પરંતુ પોલીસે મારી વાત ન સાંભળી. મેં એ પણ જણાવ્યું કે હું દંડ ભરી દઈશ, પરંતુ તેમણે મનમાની રીતે જ આટલો મોટો દંડ લગાવી દીધો.

હરીબંધુ કાન્હરે જણાવ્યું કે ગ્રેજયુઈશન કર્યા પછી તે ઘણા દિવસો સુધી બેરોજગાર રહ્યો હતો. તેણે ગયા અઠવાડીએ જ ૨૫ હજાર રૂપિયામાં સેકેંડ હેન્ડ ઓટો રીક્ષા ખરીદી. કાન્હરે જણાવ્યું, મને લાગ્યું હતું કે ઓટો ચલાવીને મને રોજી રોટી મળી જશે, પરંતુ હવે ૪૭ હજાર ૫૦૦ રૂપિયાનું ચલણ હું કેમ ભરીશ, મને સમજાતું નથી. ત્યાં ભુવનેશ્વરના એડીશનલ ડીસીપી (ટ્રાફિક) અમરેશ પાંડાએ જણાવ્યું કે રૂટિંગ ચેકઅપ દરમિયાન ઓટો ચાલકને દારુ પીને ગાડી ચલાવવા માટે દોશી ગણવામાં આવ્યો.

ટ્રાફિક સિગ્નલ ઉપર જયારે તેને પોલીસ કર્મચારીએ અટકાવવાનો પ્રયાસ કર્યો તો તે સિગ્નલ તોડીને ભાગવા લાગ્યો. ત્યાર પછી જયારે તેણે ગાડીના કાગળો માગ્યા, તો તે પણ ન હતા, તે કારણે જુદા જુદા ગુનામાં તેની ઉપર ૪૭,૫૦૦ રૂપિયા ચલણ કરવામાં આવ્યું. થોડા દિવસો પહેલા હરિયાણાના ગુરુગ્રામમાં ટ્રાફિક નિયમ તોડવાને લઈને ઓટો રીક્ષા ચાલક ઉપર ૩૨ હજાર અને સ્કુટી ચાલક વિરુદ્ધ ૨૩ હજાર રૂપિયાનું ચલણ કરવામાં આવ્યું હતું.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.